મધ્ય પ્રદેશ

OMG: 28 વર્ષની મહિલાએ બાળકીને આપ્યો જન્મ, બાળકીને જોઇ ડોકટરો પણ થયા આશ્ચર્યચકિત

જિલ્લાની મુખ્યઓફિસથી લગભગ 80 કિલોમીટર દુર સાંકલા ગામમાં 28 વર્ષીય મહિલાએ એક એવી બાળકીને જન્મ આપ્યો છે જેના હાથ-પગ નથી.

Jun 28, 2020, 05:14 PM IST

રાજ્યસભા ચૂંટણી: MPમાં PPE કિટ પહેરીને મતદાન કરવા પહોંચી ગયા કોરોના પોઝિટિવ MLA

દેશના 8 રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો (Rajya Sabha Elections) માટે આજે મતદાન થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં પણ આજે 3 બેઠકો માટે મત પડી રહ્યાં છે. આ બધા વચ્ચે આજે બપોરે એક ખાસ નજારો જોવા મળ્યો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કે જેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાં હતાં તેઓ પીપીઈ કિટ પહેરીને મત આપવા પહોંચ્યા. 

Jun 19, 2020, 02:01 PM IST

શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ 

મધ્ય પ્રદેશના ગુના પાસે ગુરુવારે વહેલી સવારે એક ખાલી બસ અને ટ્રક કન્ટેઈનરની ટક્કરથી ટ્રકમાં સવાર આઠ પ્રવાસી શ્રમિકોના મોત થયા છે અને લગભગ 55 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યાં હતાં. 

May 15, 2020, 09:46 AM IST

અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત

એક બાજુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઠેર ઠેર પોતાની ગૃહસ્થી ઠેલા અને ખભે સાઈકલો પર લાદીને મજૂરો પરિવાર સાથે ધરભેગા થવા નીકળી પડ્યા છે. પરંતુ આવામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જેમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતોમાં 16 જેટલા પ્રવાસી શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. અનેક લોકો ઘાયલ થયા છે. 

May 14, 2020, 12:16 PM IST

અત્યંત દર્દનાક...મજૂરો જે ટ્રકમાં વતન પાછા ફરી રહ્યાં તેની બસ સાથે ભયાનક ટક્કર, 8ના મોત 50 ઘાયલ

એક હચમચાવી નાખે તેવી ઘટનામાં 8 મજૂરોના દર્દનાક મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશના ગુનામાં ગત રાતે જે ટ્રકમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રકની બસ સાથે ભીડંત થતા ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં. 

May 14, 2020, 08:11 AM IST

સતત 3 દિવસ સુધી ટ્રેન મારફતે મધ્યપ્રદેશના શ્રમિકોને વતન પહોંચાડાશે, પ્રથમ ટ્રેન રવાના

પોરબંદર જિલ્લામાં પણ 3600 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને આજથી ટ્રેન મારફત પોતાના વતન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

May 9, 2020, 08:55 AM IST

જામનગર: વિપક્ષના નેતાએ પરપ્રાંતીય મજૂરો અને વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે તેમના વતન પરત મોકલ્યા

જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા દ્વારા મૂળ મધ્ય પ્રદેશમાં રહેતા અને જામનગરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજુરો છેલ્લા ચાલીસ દિવસથી લોકડાઉનમાં હેરાન થતા હતા.

May 3, 2020, 10:35 PM IST
Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi PT3M12S

સુરતથી MP જતા શ્રમિકો ડભોઈની વેગા ચોકડી અટવાયા

Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi

May 2, 2020, 06:10 PM IST

Lockdown ખુલતાની સાથે જ જો સલૂન જવાનું વિચારતા હોવ તો ખાસ જાણો આ કિસ્સો, નહીં તો ભારે પડશે

લોકડાઉન ખુલ્યા બાદ જો તમે સૌથી પહેલા સલૂન જવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આમ કરવું તમારા માટે કોરોના વાયરસને આમંત્રણ આપવા જેવું બની શકે છે. કેન્દ્ર સરકારે હાલ સલૂન ખોલવા પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ મધ્ય પ્રદેશમાં નિયમોને નેવે મૂકીને સલૂન ખોલાયા હતાં. તમને જાણીને આઘાત લાગશે કે પ્રદેશમાં સલૂનના માધ્યમથી નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ તો ફેલાયું પરંતુ સાથે સાથે પોલીસકર્મીઓ પણ તેની ઝપેટમાં આવી ગયાં. વાત જાણે એમ છે કે જબલપુરમાં સલૂન સ્ટાફના કારણે પાંચ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં. આ પાંચેય પોલીસકર્મીઓએ પોલીસ વિભાગના જ બાર્બર પાસે શેવિંગ કરાવી હતી. 

Apr 30, 2020, 01:38 PM IST

MP: નરોત્તમ મિશ્રાને મળી ગૃહ અને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી, જાણો કોને કયું મંત્રાલય મળ્યું

મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળની રચના બાદ ખાતાઓની ફાળવણી પણ આજે થઈ ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપી છે. જ્યારે સિંધિયા જૂથના તુલસીરામ સિલાવટને જળસંસાધન મંત્રાલય મળ્યું છે. 

Apr 22, 2020, 02:19 PM IST

લોકડાઉન દરમિયાન પોલીસની મારથી બચવા લોકો અપનાવે અનોખી રીત, જુઓ તસવીરો

વૈશ્વિક સતર પર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નું સંકટ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ મોતનું એવું તાંડવ મચાવ્યું છે કે તેની ચપેટમાં આવીને લગભગ 60 હજાર લોકો દમ તોડી ચૂક્યા છે.

Apr 5, 2020, 07:48 PM IST

ઈન્દોરઃ જે વિસ્તારમાં થયો હતો ડોક્ટરોની ટીમ પર હુમલો, ત્યાં નિકળ્યા 10 પોઝિટિવ કેસ

ડોક્ટરોની એક ટીમ પર આ જગ્યાએ હુમલો થયો હતો. ડોક્ટરોએ ભાગીને ત્યાંથી જીવ બચાવ્યો હતો. બે ડોક્ટરોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે બેકાબૂ ટોળુ તેમની પાછળ પડી ગયું હતું. 

Apr 5, 2020, 12:25 PM IST

ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર

મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું

Mar 27, 2020, 09:53 PM IST

ચોથીવાર મધ્ય પ્રદેશના CM બનશે શિવરાજ સિંહ ચૌહાણ, આજે સાંજે લઇ શકે છે શપથ

મધ્ય પ્રદેશમાં સૂત્રોના હવાલેથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લઇ શકે છે. તે ચોથીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે. સૂત્રોનું માનીએ તો રાજભવનમાં આજે સાંજે શિવરાજ સિંહ ચૌહાણનો શપથ ગ્રહણ થઇ શકે છે.

Mar 23, 2020, 02:31 PM IST

કમલનાથે રાજીનામું આપતા પહેલા શિવરાજને ફોન કરીને કહ્યાં હતાં આ ખાસ શબ્દો, જાણો કેમ?

સત્તા માટે એક બીજાના જીવના દુશ્મન દેખાતા નેતાઓ સંબંધોને લઈને ખુબ સચેત હોય છે એ કમલનાથે સાબિત કરી દીધુ. જ્યારે કમલનાથ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યાં હતાં ત્યારે તે પહેલા તેમણે ફક્ત સોનિયા ગાંધી, અને કોંગ્રેસના નેતાઓને જ આ જાણકારી નહતી આપી પરંતુ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. પરંતુ કમલનાથે આમ કેમ કર્યું તે સમજવા માટે તમારે ડિસેમ્બર 2018ની એક ઘટના જાણવા ફ્લેશબેકમાં જવુ પડશે. 

Mar 21, 2020, 08:04 AM IST

Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત

મધ્ય પ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે, જેના પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી કમલનાખ રાજીનામુ આપશે. પરંતુ આ પહેલા તેમણે પોતાના ઘરે તમામ કોંગ્રેસા ધારાસભ્યોને બોલાવ્યા હતા. તેમજ એ બાબતના પણ સંકેત મળ્યા કે, શું કમલનાથની સાથે તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપશે. આ મામલે કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું. 

Mar 20, 2020, 12:27 PM IST

MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત

સુપ્રિમ કોર્ટે કમલનાથ સરકાર (Kamal Nath) ને મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે 20 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ (Madhya Pradesh Floor Test) કરવાનો આદેશ આપ્યો છે. તેના બાદ કોંગ્રેસ (Congress) અને ભાજપાએ પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી દીધા છે. ભાજપા ધારાસભ્ય દળના મુખ્ય નેતા નરોત્તમ મિશ્રાએ ભાજપાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને શુક્રવારે કમલનાથ સરકાર વિરુદ્ધ મત આપવાનું કહ્યું છે.

Mar 20, 2020, 10:31 AM IST

બેંગ્લુરુ: MPના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું- કોંગ્રેસના કોઈ નેતાને અમારે મળવું નથી

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે રાજ્યપાલના નિર્દેશ છતાં ફ્લોર ટેસ્ટ કરાવ્યો નથી. જેના પર ભાજપ તરફથી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ કોર્ટે મંગળવારે તેની સુનાવણી આજ પર ટાળી અને હજુ આજે સુનાવણી ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ દોહરાવ્યું છે કે તેમને જીવનું કોઈ જોખમ નથી. 

Mar 18, 2020, 02:16 PM IST

બેંગ્લુરુમાં વહેલી સવારે રાજકીય ડ્રામા, બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહની ધરપકડ

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. જેમને મળવા માટે જ્યારે તેઓ સવારે હોટલની બહાર પહોંચ્યા તો કથિત રીતે પોલીસે તેમને રોક્યાં. જેના પગલે તેઓ હોટલની પાસે જ ધરણા પર બેસી ગયા. 

Mar 18, 2020, 08:35 AM IST

MPમાં ફ્લોર ટેસ્ટ કરાવવા મામલે સુપ્રીમે કમલનાથ સરકાર અને સ્પીકરને ફટકારી નોટિસ

મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ માટે ભાજપે લાગે છે કે હજુ થોડી રાહ જોવી પડશે. ભાજપની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે.

Mar 17, 2020, 12:03 PM IST