મધ્ય પ્રદેશ

MP સંકટ: બળવાખોર ધારાસભ્યોએ CM કમલનાથ પર ઉઠાવ્યાં સવાલ, ઈમરતી દેવીએ કહ્યું- 'સિંધિયા અમારા નેતા'

મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ આજે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી.

Mar 17, 2020, 11:10 AM IST

MPમાં સોમવારે ફ્લોર ટેસ્ટ, ચિંતાતૂર CM કમલનાથે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી 'આ' માગણી કરી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ કથિત રીતે બેંગ્લુરુ અને અન્ય શહેરોમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 22 ધારાસભ્યોની 'મુક્તિ' સુનિશ્ચિત કરે. જેથી કરીને તેઓ વિધાનસભાના સત્રમાં સામેલ થઈ શકે. આ બધા વચ્ચે રાજ્યપાલે એવો પણ આદેશ આપ્યો છે કે મધ્ય પ્રદેશમાં સરકાર 16મી માર્ચે બહુમત સાબિત કરે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટનો આદેશ અપાયો છે. 

Mar 15, 2020, 08:00 AM IST

મધ્ય પ્રદેશઃ રાજ્યપાલને મળ્યા શિવરાજ સિંહ, 16 માર્ચ પહેલા ફ્લોર ટેસ્ટની માગ

રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજ સિંહે કહ્યું, '22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 16 માર્ચે બજેટ સત્ર શરૂ થતાં પહેલા સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જરૂરી છે.
 

Mar 14, 2020, 07:03 PM IST

કમલનાથે કહ્યું-'MPના રાજકારણમાં છે કોરોના વાઈરસ', ભાજપ પર લગાવ્યાં ગંભીર આરોપ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 3 પાનાનું ફરિયાદ પત્ર સોંપ્યું. પોતાના આ પત્રમાં મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર હોર્સ ટ્રેડિંગની કોશિશ કરવાના અને 22 ધારાસભ્યોને બંધક રાખવાના આરોપ લગાવ્યાં છે. કમલનાથે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે હસ્તક્ષેપ કરીને ધારાસભ્યોને ભાજપના કબ્જામાંથી મુક્ત કરાવવાની માગણી કરી છે. 

Mar 13, 2020, 12:57 PM IST

કોંગ્રેસમાં આખરે કોણ કરી રહ્યું છે રાહુલ ગાંધી જૂથને સફાચટ? જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે આ નેતાનો વારો!

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખરેખર દુ:ખી જણાતા હતાં. તેમની આખી બોડી લેન્ગ્વેજમાં નિરાશા છલકી રહી હતી. તેમણે પોતાની મિત્રતા અને વિચારધારાની દુહાઈ આપતા સિંધિયાને શ્રાપ પણ આપી દીધો કે તેમને ભાજપમાં ક્યારેય સન્માન નહીં મળે. 

Mar 13, 2020, 08:15 AM IST

કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ હવે રાજસ્થાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે ખટાશના અહેવાલો આવી રહ્યાં છે. આ જ કારણે હવે સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ સચિન પાઈલટ પર બધાની નજર ટકેલી છે. 

Mar 13, 2020, 07:20 AM IST

સિંધિયાને હું કોલેજના જમાનાથી જાણું છું, તે પોતાના રાજકીય ભવિષ્યને લઈને ડર્યાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે- એક તરફ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, બીજી તરફ ભાજપ અને આરએસએસની વિચારધારા છે. જ્યોતિરાદિત્ય ડરી ગયા. તેમણે પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી લીધી છે અને ભાજપમાં જોડાયા છે. 

Mar 12, 2020, 06:11 PM IST
EDITOR'S POINT: Jyotiraditya Scindia Joins BJP PT24M42S

EDITOR'S POINT: જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપમાં પ્રવેશ

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે કોંગ્રસમાંથી રાજીનામું આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે... જ્યોતિરાદિત્યની એન્ટ્રીની સાથે જ હવે આખો સિંધિયા પરિવાર ભાજપમાં આવી ગયો છે... જ્યોતિરાદિત્યના દાદી વિજયા રાજે સિંધિયા આ પાર્ટીમાં હતા... જ્યારે તેમના બંને ફોઈ યશોધરા રાજે અને વસુંધરા રાજે પણ ભાજપમાં છે.... ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાઈને દાદી વિજયારાજેનું સપનું પૂરું કર્યું...

Mar 11, 2020, 10:15 PM IST

સચિન પાયલોટ બોલ્યા- જ્યોતિરાદિત્યનું જવું દુર્ભાગ્યપૂર્ણ, ઉકેલી શકાતા હતા વિવાદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભાજપમાં સામેલ થવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીની અંદર વિવાદો ઉકેલી શકાતા હતા. 

Mar 11, 2020, 09:49 PM IST

ભાજપમાં જોડાવાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી રાજ્યસભાની ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. 

Mar 11, 2020, 05:55 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયા માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલાઃ રાહુલ ગાંધી

જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ પાર્ટી છોડવા અને ભાજપમાં સામેલ થવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યોતિરાદિત્ય એકમાત્ર નેતા હતા જે મારા ઘરે ગમે ત્યારે આવી શકતા હતા. 
 

Mar 11, 2020, 05:36 PM IST

આ છે એ મહારાણી, જેને જોઈને પહેલી નજરમાં જ દિલ આપી બેસ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાં ઉથલપાથલ મચાવીને આજે ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ પરિવારમાંથી આવે છે. હાલના સમયમાં Jyotiraditya Scindia દેશમાં સૌથી વધુ ચર્ચિત હસ્તી બની ચૂક્યા છે. એક તરફ તેમની ચર્ચા છે. કહેવાય છે કે, જ્યોતિરાદિત્યના અને નિર્ણયો અને રાજનીતિક પગલા પાછળ તેમની પત્ની પ્રિયદર્શિનીનો પણ મોટો રોલ હોય છે. પ્રિયદર્શિની રાજે સિંધિયા (priyadarshini raje scindia) પણ સતત ચર્ચામાં રહે છે અને તેઓ ગ્વાલિયરના મહારાણી છે. 

Mar 11, 2020, 05:15 PM IST
Fatafat News: More News Including Jyotiraditya Scindia Joining BJP PT22M37S

ફટાફટ ન્યૂઝ: જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા સહિતના જુઓ અન્ય સમાચાર...

કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ. તેમણે મને પોતાના પરિવારમાં જગ્યા આપી. આ ઉપરાંત સિંધિયાએ એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં હાલ ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવી રહ્યો છે.

Mar 11, 2020, 05:05 PM IST
Jyotiraditya Scindia Joins BJP PT17M16S

જ્યોતિરાદિત્ય સિંધિયા જોડાયા ભાજપમાં, જુઓ Video

કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ. તેમણે મને પોતાના પરિવારમાં જગ્યા આપી. આ ઉપરાંત સિંધિયાએ એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં હાલ ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવી રહ્યો છે.

Mar 11, 2020, 04:30 PM IST

ભાજપમાં જોડાતાની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો મોટો ધડાકો, જાણો શું કહ્યું?

કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ.

Mar 11, 2020, 04:00 PM IST

'કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે, પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર'

મધ્ય પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેની અસર ગુજરાતના રાજકારણ ઉપર પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે જેને લઈને પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટી છોડવાની ઘટનાને દુ:ખદ ઘટના પણ ગણાવી. 

Mar 11, 2020, 02:33 PM IST
poltical issue on CM Vijay rupani's Madhya pradesh sentence PT11M59S

વિજય રૂપાણીના મધ્ય પ્રદેશ નિવેદન પર વાતાવરણ ગરમાયું

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેનો જવાબ આપી રહ્યા છે. વિરજી ઠુંમરે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના એ ધારાસભ્યોના નામ જાહેરમાં કહે, જેણે ભાજપનો સંપર્ક કર્યો હોય. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પહેલા પોતાનું ઘર સંભાળે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પલટવાર કર્યો છે. નૌશાદ સોલંકીએ કહ્યું કે દેશની સમસ્યાથી લોકોના ભ્રમિત કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની ચિંતા કરે, તેમણે કોંગ્રેસની સમીક્ષા કરવાની જરૂર છે.

Mar 11, 2020, 02:25 PM IST
congress leader amit chavda on CM vijay rupani PT6M5S

સીએમ રૂપાણીના મધ્ય પ્રદેશના નિવેદન પર અમિત ચાવડાએ આપ્યો વળતો જવાબ

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના નિવેદન પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, વિજયભાઈ કોંગ્રેસની ચિંતા કર્યા વગર પ્રજાએ તમને જેના માટે મેન્ડેટ આપ્યો છે તે કામ સારું કરો. ગુજરાતના ખેડૂતો, બિનસચિવાલય પરીક્ષા, દારૂબંધી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.

Mar 11, 2020, 01:25 PM IST
today Jyotiraditya scindia will join bjp PT6M34S

બ્રેકિંગ : આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે

મધ્યપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે 12:30 કલાકે ભાજપમાં જોડાશે. જોકે, તેઓ કેટલા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તે હજી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેમણે કોંગ્રેસમાઁથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ 22 ધારાસભ્યો પણ તેમની સાથે હોવાનું સામે આવ્યું છે.

Mar 11, 2020, 12:20 PM IST
CM Vijay Rupani on Madhya Pradesh Political crisis PT1M3S

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીએ આપ્યું નિવેદન

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે.

Mar 11, 2020, 12:10 PM IST