મધ્ય પ્રદેશ

political history of scindia family in Madhya Pradesh PT8M18S

સિંધિયા પરિવાર અને રાજકારણ એક સિક્કાની બે બાજુ છે

સિંધીયા પરિવાર વર્ષોથી રાજકારણમાં સક્રિય રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ઘણાં નાટકિય વળાંક પછી કોંગ્રેસની સરકાર બની અને અચાનક ફરી એકવાર નાટકિય વળાંક આવતા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. માધવરાય સિંધિયાના પુત્ર અને કોંગ્રેસના મજબૂત નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખી પક્ષને મોટો ઝટકો આપ્યો છે. તેમની સાથે અન્ય 22 ધારાસભ્યોએ પણ પક્ષમાંથી રાજીનામુ આપતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

Mar 11, 2020, 10:05 AM IST
congress will send MLAs to Jaipur PT3M42S

#MPPoliticalCrisis : કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ભાજપની પહોંચથી બચાવવા જયપુર લઈ જશે

રાજકીય સંકટથી બચવા મધ્યપ્રદેશ સરકાર ભારે મથામણ કરી રહી છે. આજે 11 વાગ્યે જયપુર કોંગ્રેસ ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર પહોંચશે. જયપુર એરપોર્ટના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભોપાલથી ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર જશે. કોંગ્રેસના 88 અને 4 અપક્ષ ધારાસભ્યોને જયપુર મોકલાશે. ધારાસભ્યોને જયપુરના બ્યૂના વિસ્તા રિસોર્ટમાં રખાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોને પણ આ જ રિસોર્ટમાં રખાયા હતા. આમેરના કુંડામાં બ્યૂના વિસ્તા રિસોર્ટ આવેલ છે. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટીમે મોરચો સંભાળ્યો છે. હોટલમાં સુરક્ષા વ્યવસ્થાનો વિેશેષ સૂચના અપાઈ છે.

Mar 11, 2020, 10:00 AM IST

શું બચી શકશે કમલનાથ સરકાર, સોનિયા ગાંધીએ આ સીનિયર નેતાઓને આપી જવાબદારી

કોંગ્રેસ (Congress)ના કદાવર નેતાઓમાંથી એક જ્યોતિરાદિત્ય સિંધિંયા (Jyotiraditya Scindia)અને તેમની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ વધુ ગાઢ બન્યું છે. એવામાં કોંગ્રેસની વચવાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને સરકાર બચાવવાની કમાન સોંપી છે. 

Mar 11, 2020, 08:03 AM IST
BJP MLAs From Madhya Pradesh Will Go To Delhi PT14M

મધ્ય પ્રદેશના ભાજપના તમામ ધારાસભ્યો જશે દિલ્હી

મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં છેલ્લી 24 કલાકથી સતત ફેરફાર થઈ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનો રાજકીય કલર બદલી ગયો છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તે હવે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામાં બાદ 22 કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધા છે. એક તરફ જ્યાં કમલનાથ સરકાર પર ખતરો લાગી રહ્યો છે તો ભાજપ સરકાર બનાવવા માટે આગળ પગલાં માંડી રહ્યું છે.

Mar 10, 2020, 10:55 PM IST
EDITOR'S POINT: What Is The Political Situation In Madhya Pradesh PT3M43S

EDITOR'S POINT: મધ્ય પ્રદેશમાં હવે રાજકીય પરિસ્થિતિ શું છે?

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બેઠકને લઈને કોંગ્રેસમાં શરૂ થયેલું ઘમાસાણ હવે પહોંચી ગયું છે નિર્ણાયક વળાંક પર... જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાના સમર્થકો સાથે ભાજપના પક્ષમાં પહોંચી ગયા છે... ત્યારે સિંધિયાના આ પગલાંથી કમલનાથ સરકારનું બહાર જવુ લગભગ નક્કી થઈ ગયું છે... કોંગ્રેસ સાથેનો 18 વર્ષનો સાથ છોડીને સિંધિયા ભાજપનો હિસ્સો બનવા જઈ રહ્યા છે...

Mar 10, 2020, 09:55 PM IST
EDITOR'S POINT: Why Jyotiraditya Scindia Resigned From The Party PT6M38S

EDITOR'S POINT: કેમ જ્યોતિરાદિયત્ય સિંધિયાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું?

લગભગ 22 કલાક સુધી હા-ના, હા-ના નો ઘટનાક્રમ ચાલ્યા પછી અંતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું.... હોળીના દિવસે હોળીના દિવસે બપોરે 12 કલાક અને 10 મિનિટે સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતી ચિઠ્ઠી ટ્વીટ કરીય... જોકે આ ચિઠ્ઠી તો 9 માર્ચની લખાયેલી હતી... આ ટિવટના 20 મિનિટ પઠી કોંગ્રેસે સિંધિયાને પક્ષમાંથી હટાવી દીધા....

Mar 10, 2020, 09:55 PM IST
EDITOR'S POINT: Kamal Nath In Madhya Pradesh Will The Save Government PT9M11S

EDITOR'S POINT: શું કમલનાથ મધ્ય પ્રદેશમાં બચાવી શકશે સરકાર?

મધ્ય પ્રદેશના રાજકારણમાં આવ્યો છે મોટો વળાંક... કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું... કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે... સિંધિયાએ 10 માર્ચની સવારે જ પ્રધાનમંત્રી આવાસ પર અમિત શાહની હાજરીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી... પીએમ મોદીની સાથે એક કલાક સુધી બેઠક ચાલી હતી....

Mar 10, 2020, 09:55 PM IST
Watch Important News March 10 In News Room Live PT26M55S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો આંચકો આપી દીધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને તેમના પગલે અન્ય 20 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આમ તો જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે.

Mar 10, 2020, 07:45 PM IST
Fatafat News: Political Crisis In Madhya Pradesh PT23M25S

ફટાફટ ન્યૂઝ: મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ સહિતના જુઓ અન્ય સમાચારો...

મધ્ય પ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના પક્ષમાં કરીને કોંગ્રેસ સરકારના મૂળિયા હલાવી દીધા છે. સિંધિયા જૂથના 20 ધારાસભ્યોના રાજીનામાં બાદ હવે તે નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસની સરકાર પડી જશે. 20 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થતાં જ વિધાનસભાની સંખ્યા માત્ર 208 વધશે અને બહુમત માટે માત્ર 105 ધારાસભ્યોની જરૂર પડશે.

Mar 10, 2020, 05:40 PM IST
DEBATE On Jyotiraditya Scindia's Resignation PT32M23S

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પર ખાસ ચર્ચા, જુઓ Video

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો આંચકો આપી દીધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને તેમના પગલે અન્ય 20 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આમ તો જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે.

Mar 10, 2020, 05:35 PM IST
10 Big Things Of Operation Kamal In Madhya Pradesh Political Crisis PT35M7S

મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ: ઓપરેશન ‘કમલ’ની 10 મોટી વાતો

મધ્ય પ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના પક્ષમાં કરીને કોંગ્રેસ સરકારના મૂળિયા હલાવી દીધા છે. સિંધિયા જૂથના 20 ધારાસભ્યોના રાજીનામાં બાદ હવે તે નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસની સરકાર પડી જશે. 20 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થતાં જ વિધાનસભાની સંખ્યા માત્ર 208 વધશે અને બહુમત માટે માત્ર 105 ધારાસભ્યોની જરૂર પડશે.

Mar 10, 2020, 05:35 PM IST
#MPPoliticalCrisis what MLAs says on resignation in Madhya Pradesh PT7M28S

કોંગ્રેસ છોડ્યા બાદ મધ્ય પ્રદેશના બળવાખોર ધારાસભ્યો પહેરશે ભાજપનો ખેસ

મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ આવ્યા બાદ હવે રાજીનામાનો સિલસિલો લાંબો ચાલશે. મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટી છોડનાર તમામ ધારાસભ્યોએ કહ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ, મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક રાજીનામા અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 101 પર પહોંચી ગયું છે. તો ભાજપનું સંખ્યાબળ 107 પર પહોંચ્યું છે.

Mar 10, 2020, 04:10 PM IST
Shivrajsinh press conference on Jyotiraditya Scindia left congress PT7M17S

સિંધિયા સાથે કોંગ્રેસ છોડનાર ધારાસભ્યએ આખરે પાર્ટી છોડવાનુ કારણ જણાવ્યું...

મધ્ય પ્રદેશમાં આવેલ રાજકીય ભૂકંપ બાદ હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 20 ધારાસભ્યો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષને બાય બાય કહ્યું હતું. તેના બાદ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે તમામ ધારાસભ્યોને ભાજપ પક્ષમાં આવકાર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ છોડનાર ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું હતું.

Mar 10, 2020, 04:05 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી કોંગ્રેસ કાળઝાળ, ગદ્દાર, જયચંદ-મીરજાફર સુદ્ધા કહી નાખ્યા

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીને આટલો મોટો આંચકો મળતા જ ધૂંધવાયેલા કોંગ્રેસીઓ જ્યોતિરાદિત્ય પર આરોપબાજી કરવા લાગ્યા છે. કોઈ તેમને જયચંદ તો કોઈ તેમને ગદ્દાર ગણાવી રહ્યાં છે.

Mar 10, 2020, 03:58 PM IST

જ્યોતિરાદિત્ય અને કોંગ્રેસના 20 ધારાસભ્યોના રાજીનામાં, મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ માટે આ છે નંબર ગેમ

જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ મધ્યપ્રદેશની કમલનાથ સરકારનું પડવાનું નક્કી છે. 20 ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર થતાં જ ભાજપ બહુમતમાં આવી જશે. 

Mar 10, 2020, 03:48 PM IST
Jyotiraditya left congress after 18 years PT22M37S

18 વર્ષ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથેનો નાતો તોડ્યો...

ધૂળેટીના દિવસે જ કોંગ્રેસના માથા પર મધ્ય પ્રદેશમાં મોટું સંકટ સામે આવ્યું છે. 18 વર્ષ સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસની સાથે રહ્યા હતા, અને અચાનક આજે કોંગ્રેસ સાથે નાતો તોડ્યો હતો. આજે રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા. ત્યારે ભાજપમાં જોડાયા બાદ સિંધિયાને કયુ પદ મળશે તેના પર સૌની નજર છે.

Mar 10, 2020, 03:15 PM IST
political expert vishnu pandya on MP Political Crisis Jyotiraditya Scindia PT17M14S

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પર આવી પડેલા રાજકીય સંકટ વિશે શું કહે છે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા... જાણો

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. ત્યારે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાનું શું કહેવું છે જાણો....

Mar 10, 2020, 02:50 PM IST
20 MLA resigns with Jyotiraditya Scindia from congress PT8M16S

ગુજરાત, કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં તૂટી કોંગ્રેસ, કમલનાથ સરકાર આવી લઘુમતીમાં....

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને 19 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. સિંધિયાએ પોતાનું રાજીનામું કોંગ્રેસને મોકલી આપ્યું જેને કોંગ્રેસે માન્ય રાખ્યું છે. મધ્ય પ્રદેશના રાજનીતિમાં ધુળેટી પર ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ તૂટી છે અને હવે કોંગ્રેસ સરકાર પણ તૂટવાની અણી પર છે. તો રાજનીતિની સૌથી મોટી ખબર. ભાજપનું ઓપરેશન કમલ સફળ થયું છે. કર્ણાટક પછી કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં મધ્ય પ્રદેશમાં ભાજપને સફળતા મળતી દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સરકાર લઘુમતીમાં મુકાઈ ચૂકી છે.

Mar 10, 2020, 02:45 PM IST

ભાજપમાં જોડાઈને દાદીનું સપનું પૂરું કરશે જ્યોતિરાદિત્ય સિંધિયા? પરિવારના જનસંઘ સાથે હતા ગાઢ સંબંધ

જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે. 

Mar 10, 2020, 02:41 PM IST
Jyotiraditya Scindia met PM Modi before resignation PT4M20S

રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી-શાહને મળ્યા હતા

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા.

Mar 10, 2020, 01:45 PM IST