મધ્ય પ્રદેશ

મોદી સરકારના 100 દિવસ પૂરા: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ શુભેચ્છા પાઠવીને કહ્યું- કેન્દ્ર સરકારે સારું કામ કર્યું

કમલનાથ સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પાંચ વર્ષ પૂરાં કરે પછી ભલે તે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની. 

Sep 9, 2019, 07:52 AM IST

વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ

શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
 

Sep 3, 2019, 08:58 PM IST

દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'

દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.'  દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'

Sep 1, 2019, 11:08 AM IST

VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ

મધ્ય પ્રદેશના એજ્યુકેશન હબ કહેવાતા ઈન્દોર શહેરમાં એક બાળકીની કાબેલિયત કઈંક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે. માત્ર 10 વર્ષની ઉમરમાં આ બાળકી 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને બાળકીના ટેલેન્ટને જોઈને રાજ્યપાલે પણ તેને બિરદાવી છે. ખાસ વાત એ છે કે મેડિટેશન અને યોગ દ્વારા આ બાળકીએ પોતાને એ રીતે તૈયાર કરી છે કે તે આંખો પર પાટા બાંધીને પણ પુસ્તક વાંચી શકે છે. આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે. 

Aug 23, 2019, 02:18 PM IST

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Aug 21, 2019, 09:18 AM IST
Ahmedabad: Negligence Of OYO Hospitality PT4M10S

OYO રૂમ્સ હોસ્પિટાલીટીની બેદરકારી આવી સામે, જુઓ મધ્ય પ્રદેશના રમતવીરો કેવી રીતે રઝળી પડ્યાં

જુઓ કેવી રીતે OYO રૂમ્સ હોસ્પિટાલીટીની બેદરકારી આવી સામે

Aug 18, 2019, 06:30 PM IST

સમગ્ર ઉત્તર ભારતમાં 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ, હિમાચલમાં NH-3 સહિત 323 રસ્તા બંધ 

દક્ષિણ ભારતમાં વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ છે. અત્યાર સુધી 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24થી 48 કલાકમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. 

Aug 18, 2019, 03:47 PM IST

ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Aug 17, 2019, 02:46 PM IST

જેટલી બાદ આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

Aug 17, 2019, 09:19 AM IST

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા

ગુજરાતમાં આ વર્ષે સારા ચોમાસાની અસરને પગલે ખુશખુશાલ માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, નર્મદા ડેમની જળ સપાટી પણ વધતા પણ ગુજરાતનું આખુ વર્ષ પાણીદાર જશે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડાયું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.

Aug 17, 2019, 08:31 AM IST

'મારું નામ રાહુલ ગાંધી છે અને હવે હું આ નામથી થાકી ગયો છું'

લોકો ઘણીવાર પોતાના નામના કારણે ચર્ચામાં હોય છે. દેશભરમાં લોકો પોતાના બાળકોના નામ મહાન હસ્તિઓ પર રાખતા હોય છે. જો કે ક્યારેક તેમણે આ કારણે પરેશાન પણ થવું પડે છે. આવો જ એક મામલો મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે ઈન્દોરના એક યુવકને પોતાના નામના કારણે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવકનું નામ 'રાહુલ ગાંધી' છે. આ જ નામ તેના માટે પરેશાની બની ગયું છે. 

Jul 31, 2019, 01:24 PM IST

નકલી દૂધનો કાળો વેપલો...બે ભાઈઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને 7 વર્ષમાં બન્યા કરોડપતિ

મધ્ય પ્રદેશના બે યુવકો નકલી દૂધ બનાવીને 7 જ વર્ષમાં કરોડોની પ્રોપર્ટીના માલિક બની ગયાં.

Jul 31, 2019, 10:59 AM IST

આને કહેવાય મિત્રતા...44 મિત્રોએ એક જ દિવસમાં લાખો રૂપિયા ભેગા કરી દેવામાં ડૂબેલા મિત્રનું ઘર બચાવ્યું

સોશિયલ મીડિયાની એકથી ચડિયાતી એક એપ્લિકેશનની દુનિયામાં સંબંધો અને મિત્રતા માત્ર મોબાઈલના કી પેડ પર સમેટાઈને રહી ગયા છે. પરંતુ આ આધુનિક દુનિયામાં પણ કેટલાક મિત્રોની મિત્રતા એવી છે કે જે સોશિયલ મીડિયાની મદદથી વધુ ગાઢ બની છે. એક ગીત છે કે 'યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથ ન છોડેંગે'... આ મિત્રોની કહાની આ ગીતના શબ્દોને બરાબર ચરિતાર્થ  કરે છે. 

Jul 21, 2019, 10:31 AM IST

Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’

મધ્ય પ્રદેશમાં નેતાઓના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર હજુ પણ જોવા મળી રહ્યાં છે. આ મામલો બીનાનો છે. જ્યાં ભાજપ ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ધૂસી ગયા અને ત્યાં હાજર એસડીએમને ધમકાવવા લાગ્યા હતા

Jul 16, 2019, 09:30 AM IST

VIDEO: એમપીના DGPનું શરમજનક નિવેદન, કહ્યું-'છોકરીઓની સ્વતંત્રતાને લીધે અપહરણની ઘટનાઓ વધી'

છોકરીઓની આઝાદીને લઈને મધ્ય પ્રદેશના ડીજીપી વી કે સિંહનું એક અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે.

Jul 7, 2019, 01:04 PM IST

RSS અને BJPના કારણે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: દિગ્વિજય સિંહ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે.

Jul 7, 2019, 11:52 AM IST

પાણી માટે વલખા મારતું હતું આ ગામ, ગ્રામીણોએ જાત મહેનતે ચપટીમાં દૂર કરી સમસ્યા

મધ્ય પ્રદેશના ઈન્દોર નજીક આવેલા કનાડિયા ગામના ગ્રામીણોએ કઈંક એવું કરી બતાવ્યું છે કે જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે.

Jul 5, 2019, 10:22 AM IST

જબલપુરના રિટાયર્ડ SDOના ઘરે EOWના દરોડા, ધરાવે છે 400 કરોડની સંપત્તિ

મધ્ય પ્રદેશમાં રિટાયર્ડ SDO સુરેશ ઉપાધ્યાયના ઘર પર ઈકોનોમિક ઓફેન્સ વિંગ (SDO)એ મંગલવારે દરોડા પાડ્યાં. જબલપુરની ટીમે બિલહરી સ્થિત આનંદતારાના બંગલા નંબર 42 પર દરોડા પાડ્યાં. EOWને સૂચના મળી હતી કે પીએચઈથી રિટાયર થયેલા અધિકારી સુરેશ ઉપાધ્યાય પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. ત્યારબાદ ડીએસપી રાજ્યવર્ધન મહેશ્વરીના નેતૃત્વમાં 50થી વધુ લોકોની ટીમે સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. 

Jun 26, 2019, 10:34 AM IST

MP: બડવાનીમાં ગેરકાયદેસર રેતી ખનને 5 મજૂરોનો લીધો ભોગ 

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના બડદા ગામમાં રેતી ખનન દરમિયાન ખાણ ધસી પડતા પાંચ મજૂરોના મોત થયા છે.

Jun 25, 2019, 08:21 AM IST

MP: જબલપુરમાં BJP કાર્યકરની હત્યા કરી લાશ રેતીમાં દફનાવી દીધી, લખ્યું 'The End'

મધ્ય પ્રદેશના જબલપુર સંભાગના ભેડાઘાટ પોલીસ સ્ટેશનની હદના સ્વર્ગદ્વારી પાસે એક યુવકની હત્યા કરીને મૃતદેહને રેતીમાં દફન કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

Jun 15, 2019, 04:21 PM IST