મમતા બેનર્જી

આખરે કેમ મંચ પરથી PM મોદીએ કહવું પડ્યું, દીદી મારા નામ પર FIR લખાવી દેશે, જાણો અહીં

પીએમ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યાં હતા, પરંતુ ત્યારે તેમણે મંચ પરથી કહેવું પડ્યું કે, દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે.

Apr 7, 2019, 01:31 PM IST

CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી

આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે.

Apr 7, 2019, 11:01 AM IST

શારદા ચિટ ફંડ મામલે વધી શકે છે કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારની મુશ્કેલીઓ

સીબીઆઇનું કહેવું છે કે, એસઆઇટી ચીફ રહી ચિટ ફંડ કેસમાં મહત્વના પુરાવા રાજીવ કુમારે નષ્ટ કર્યા છે. રાજીવ કુમારની ધરપકડ ના કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં પુન:ર્વિચાર કરવાની અપીલ કરી છે.

Apr 7, 2019, 08:18 AM IST

સિલીગુડ઼ીમાં મમતા બેનર્જી પર પીએમ મોદીએ સાધ્યું નિશાન, કહ્યું- ‘દીદીની બોટ ડૂબી ગઇ છે’

લોકસભા ચૂંટણીને લઇને પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સિલીગુડ઼ીથી નજીક કાવાખાલીમાં દાર્જિલિંગ લોકસભા બેઠક પર જનસભાનું સંબોધન કર્યું. આ જનસભામાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા.

Apr 3, 2019, 02:20 PM IST

લોકસભા ચૂંટણી 2019: પશ્ચિમ બંગાળમાં આજે આમને-સામને PM મોદી અને મમતા બેનર્જી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં ચૂંટણી અભિયાન તેના શિખર પર છે. બુધવાર, 3 એપ્રિલે પીએમ મોદી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી આમને સામને હશે.

Apr 3, 2019, 08:40 AM IST

પીએમ મોદીએ લોકસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધીને કરી આ અપીલ, સંપૂર્ણ વાંચો

પ્રધાનમંત્રીએ બુધવારે ટ્વિટ કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી, એનસીપી પ્રમુખ શરદ પવાર, બીએસપી પાર્ટીની અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિન સહીત ઘણા નેતાઓને અપીલ કરી છે.

Mar 13, 2019, 02:34 PM IST

લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે.

Mar 13, 2019, 10:00 AM IST

દિલ્હીમાં મમતાના સ્વાગત માટે લાગ્યા પોસ્ટર, 'દીદી ખુલીને હસો, તમે લોકતંત્રમાં છો'

કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ દિલ્હીમાં આજે જંતર મંતર પર આમ આદમી પાર્ટી દ્વારા તાનાશાહી હટાવો, 'લોકતંત્ર બચાવો સત્યાગ્રહ' ની રેલી થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે અનેક વિરોધી પક્ષો આ આયોજનનો ભાગ બનશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ રેલીમાં ભાગ લેશે. મમતાદીદી આ રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હોવાના અહેવાલો વચ્ચે શહેરના રસ્તાઓ પર આજે સવાર સવારમાં એક અલગ પોસ્ટર જોવા મળ્યાં. 

Feb 13, 2019, 09:47 AM IST

કોલકાતા બાદ હવે દિલ્હીમાં PM મોદી અને ભાજપ સામે વિરોધીઓનું શક્તિ પ્રદર્શન, રાહુલ પણ થશે સામેલ!

લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ વિરુદ્ધ એક વધુ મહારેલીમાં વિપક્ષી નેતા આજે જંતર મંતર પર ભેગા થવાના છે અને વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે.

Feb 13, 2019, 07:47 AM IST

કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર

સીબીઆઇના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે રાજીવ કુમારને આ કૌભાંડના મહત્વના પૂરાવા સાથે છેડછાડમાં તેમની કથિત ભૂમિકાને લઇને લગભગ 9 કલાક સુધૂ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન સીબીઆએ કોઇ (પ્રેસ) બ્રિફિંગ કરી ન હતી.

Feb 10, 2019, 08:15 AM IST

કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી શિલાંગમાં પૂછપરછ કરી રહી છે CBI

કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાની તેમની કથિત ભૂમિકાને લઇને સીબીઆ પૂછપરછનો સામનો કરવા શુક્રવારે મેઘાલયની રાજધાની શિંલાગ પહોંચ્યા હતા.

Feb 9, 2019, 11:33 AM IST

ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની તુલના કિમજોંગ ઉન અને પૂતના સાથે કરતા વિવાદ

લાંબા સમયથી ભાજપ અને ટીએમસીનાં નેતાઓ વચ્ચે નિવેદન બાજી ચાલી રહી છે ત્યારે ગિરિરાજ સિંહનું વિવાદિતન નિવેદન સામે આવ્યું

Feb 8, 2019, 05:25 PM IST

મમતા બેનર્જીના ગઢમાં PM મોદીએ ફેંક્યો પડકાર, ગરીબોને લુટનારા નહીં બચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મમતા બેનરજીના ગઢમાં લલકાર કર્યો હતો. વર્તમાન રાજ્ય સરકાર અને કોંગ્રેસને આડે હાથ લેતાં આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારીઓને સાથ આપવા માટે ઉપવાસ પર બેસવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં એમણે જનતાને વિશ્વાસ આપ્યો હતો કે, આઝાદીના 75મા વર્ષની ઉજવણીએ દેશમાં તમામ પરિવારોને ભાજપ સરકાર ઘર આપશે. 

Feb 8, 2019, 04:20 PM IST

બંગાળમાં ચૂંટણી પહેલા ધમસાણ, મમતાને તેમના જ ગઢમાં આજે PM મોદી આપશે 'જડબાતોડ' જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની મુલાકાત લેશે. અહીં તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ 31ના ફલાકાતા-સલસલાબાડી ખંડને ચાર લેનમાં કરવા અંગે ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન કાર્યાલયથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ રાષ્ટ્રીય રાજમાર્ગનો આ 41.7 કિમી લાંબો ખંડ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં આવે છે અને આ માટે અંદાજે 1938 રૂપિયાનો ખર્ચ થશે. નિવેદનમાં કહેવાયું છે કે મોદી જલપાઈગુડીમાં હાઈ કોર્ટની નવી સર્કિટ બેન્ચનું પણ ઉદ્ધાટન કરશે. 

Feb 8, 2019, 08:32 AM IST

મમતાની પાર્ટીનો આજથી પ.બંગાળના દરેક જિલ્લામાં બે દિવસનો ધરણા કાર્યક્રમ, ખાસ જાણો કારણ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ મંગળવારે સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધના ધરણા ખતમ કરી દીધા હતાં. પરંતુ હવે તેમની પાર્ટી પ્રદેશના દરેક જિલ્લામાં આજથી બે  દિવસ ધરણા કરવા જઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે લોકતંત્ર બચાવવા માટે તથા બંધારણને કચડવાની કેન્દ્રની ભાજપ સરકારની કોશિશને પછાડવા માટે તેઓ ગુરુવાર અને શુક્રવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા ધરશે. 

Feb 7, 2019, 07:40 AM IST

BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?

કોલકાતા પોલીસ કમિશનરના ઘર પર સીબીઆઈની દસ્તક બાદ તેમની સાથે ધરણા પર બેસી ગયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ સમગ્ર ઘટનાક્રમને મોટો રાજકીય રંગ આપી દેતા તેને રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર એટલે કે દીદી વિરુદ્ધ ભાજપ બનાવી દીધો છે.

Feb 6, 2019, 07:00 AM IST

બંગાળમાં સંગ્રામ: BJPના દિગ્ગજ નેતાઓ યોગી, ચૌહાણ, શાહનવાઝની રેલીઓને ન મળી મંજૂરી 

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે રાજકીય ઘમાસાણ વધી ગયું છે. પશ્ચિમ બંગાળ સરકારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલીની મંજૂરી આપી નથી.

Feb 5, 2019, 03:20 PM IST

કોલકાતા સંકટ: શિવસેનાએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું-BJPને 100 બેઠકોનું થશે નુકસાન 

પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ઉઠેલા વિવાદ વચ્ચે શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે રચવામાં આવેલી એક સુનિયોજિત કાવતરું હતું.

Feb 5, 2019, 02:21 PM IST

CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ

ભાજપ વિરુદ્ધ ઉગ્ર વલણ ધારણ કરી ચૂકેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પહેલા ઉત્તર પ્રદેશમાં ધ્યાન આપવાની જરૂર છે. યુપીમાં અનેક લોકોની હત્યા થઈ છે. પોલીસ અધિકારીઓની પણ હત્યા થઈ છે. મોબ લિંચિંગ થઈ રહ્યું છે. આ જ કારણે જો યોગી આદિત્યનાથ પણ ચૂંટણી લડે તો તેઓ પણ હારી જશે. તેમની પાસે હાલ યુપીમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી, આથી તેઓ બંગાળના ચક્કર લગાવી રહ્યાં છે. 

Feb 5, 2019, 01:45 PM IST
Rajiv Kumar can't be arrested but must appear before CBI, says Supreme Court PT22M23S

સુપ્રીમે કહ્યું-રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય

સુપ્રીમે કહ્યું-રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય

Feb 5, 2019, 01:10 PM IST