મમતા બેનર્જી

કોલકાતા પોલીસ ચીફની પૂછપરછ થઈ શકે, દંડાત્મક કાર્યવાહી નહી, જાણો સુપ્રીમના આદેશની મહત્વની વાતો

સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી મામલે આજે સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ એજન્સીની અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને અનેક મહત્વના આદેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યો કે તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે. આ સાથે જ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે. 

Feb 5, 2019, 01:07 PM IST
PT2M18S

મમતા વિરૂધ્ધ મોદી મામલો સુપ્રીમમાં, જુઓ વીડિયો

મમતા બેનર્જી વિરૂધ્ધ  મોદી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પશ્વિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથેના વિવાદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપવાસ આંદોલન કરતાં વિવાદ થયો છે. છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે મમતાને ઝટકો આપતાં રાજીવકુમારને હાજર થવાનો આદેશ આપ્યો છે. 

Feb 5, 2019, 12:26 PM IST

સુપ્રીમે મમતાને આપ્યો મોટો ઝટકો, રાજીવ કુમારને CBI સમક્ષ હાજર થવા કહ્યું

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં પૂછપરછ માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.

Feb 5, 2019, 11:19 AM IST

MamataVsCBI: 19,000 કરોડની 'ફિરકી', દીદીની પેન્ટિંગનો કિસ્સો ખાસ જાણો

કોલકાતા પોલીસ કમિશનરની પૂછપરછ કરવામાં સીબીઆઈને મળેલી નિષ્ફળતા બાદ જે રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનો સંબંધ બે કથિત પોંજી કૌભાંડો સાથે છે. તેની આખી કહાની શારદા સમૂહ અને રોઝ વેલી સમૂહ સાથે જોડાયેલો છે. જેનો ખુલાસો 2013માં થયો હતો.

Feb 5, 2019, 10:38 AM IST

#MamataVsCBI: સુપ્રીમમાં સુનાવણી, CJIએ કહ્યું-'પોલીસ કમિશનર CBI સામે હાજર થાય'

સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર પર શાલદા ચિટ ફંડ મામલે મહત્વના ઈલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ કરવાના આરોપમાં સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સવારે સુપ્રીમ કોર્ટમાં 10.30 કલાકે સુનાવણી શરૂ  થઈ.

Feb 5, 2019, 08:57 AM IST

હું પોતાનો જીવ આપી દઇશ પણ સમજુતી નહી કરૂ: મમતા બેનર્જી

ચિટફંડ ગોટાળા મુદ્દે કોલકાતા પોલીસ પ્રમુખની પુછપરછ કરવાની સીબીઆઇ વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, હું પોતાનો જીવ આપવા તૈયાર છું. જો કે સમજુતી નહી કરુ. મમતા કાલથી જ કેન્દ્ર સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠેલા છે. આજે આ મુદ્દે સંસદના બંન્ને સદનમાં ભારે હોબાળો થયો હતો. 

Feb 4, 2019, 07:17 PM IST

મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બંગાળમાં સીબીઆઇની તપાસ મુદ્દે મમતા બેનર્જીના ઘરણા પર સ્પષ્ટ રીતે કંઇ નથી કહ્યું, પરંતુ તે જરૂર કહ્યું છે કે ચૂંટણી આચાર સંહિતી લાગવામાં હજી એક મહિના અથવા તેનાંથી થોડા વદારે સમયની વાર છે.આ દરમિયાન દેશમાં કંઇ પણ થઇ શકે છે, કારણ કે નેતાઓને હવે માત્ર વોટની ચિંતા છે. દેશની નહી, દેશની ચિંતા કોણ કરે છે ? 

Feb 4, 2019, 06:27 PM IST

8 ફેબ્રુઆરી સુધી ધરણા પર બેસશે મમતા બેનર્જી, રાજ્યપાલે મોકલ્યો ગુપ્ત અહેવાલ

સીબીઆઈ અને કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠાં છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આ અંગેનો પોતાનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે 

Feb 4, 2019, 04:35 PM IST

#CBIvsMamata: મમતાના ધરણાને વિરોધ પક્ષોનું ભરપૂર સમર્થન, શિવસેનાનો પણ સપોર્ટ, જાણો શું કહ્યું

કોલકાતામાં સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ભાજપ વિરોધી અનેક પક્ષોના સમર્થનની સાથે સાથે એનડીએના જ પ્રમુખ સહયોગી શિવસેનાનું પણ સમર્થન મળી રહ્યું છે. એનડીએના સહયોગી શિવસેનાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી ધરણા પર બેસે તે ગંભીર મામલો છે. 

Feb 4, 2019, 03:15 PM IST

મમતા Vs સીબીઆઈ: પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? રાજનાથે રાજ્યપાલ પાસે માંગ્યો રિપોર્ટ 

કોલકાતામાં મુખ્યમંમત્રી મમતા બેનરજી હાલ ધરણા પર બેસી ગયા છે. કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ મામલે મમતા અને કેન્દ્ર સરકાર તથા સીબીઆઈ આમને સામને છે. ખુબ તણાવનો માહોલ છે

Feb 4, 2019, 02:28 PM IST

આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને 

આ સમગ્ર મામલે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે જે મુદ્દાને લઈને આ ગરમાગરમી જોવા મળી રહી છે તે શારદા ચીટ ફંડ મામલો શું છે અને કેટલા કરોડનું કૌભાંડ છે. આ કૌભાંડ કુલ 20,000 કરોડ રૂપિયાનું છે. 

Feb 4, 2019, 01:37 PM IST

WBમાં આ રીતે આગળ વધી રહી છે BJP, શા માટે CM મમતા લઇ રહી છે સીધી ટક્કર

પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત ચિટફંડ અને રોજવેલી કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઇ)ના અધિકારીઓને મમતા બેનર્જીની પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. ભાજપનો દાવો છે કે પ્રધાનમંત્રક્ષી નરેન્દ્ર મોદીની રેલીમાં ઉમટેલા ટોળાથી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી હેરાન થઇ ગઇ છે.

Feb 4, 2019, 01:10 PM IST
Mamata Benerjee vs CBI: BJP spokesperson Prakash Javdekar state  PT3M55S

મમતા વિરૂધ્ધ CBI: અહીં આખી દાળ કાળી...

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સીબીઆઇ તપાસ સામે સત્યાગ્રહના નામે ઉપવાસ આંદોલન શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. જેના પડઘા લોકસભામાં પડ્યા હતા તો આ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ મામલે મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે અહીં આખી દાળ કાળી છે.

Feb 4, 2019, 01:10 PM IST
Mamata Benerjee vs CBI: Rajnath singh statement in lok sabha PT6M31S

દેશના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નથી : રાજનાથસિંહ

શારદા ચીટ ફંડ કૌભાંડની તપાસ કરવા ગયેલ સીબીઆઇ ટીમ સાથે થયેલ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, દેશના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નથી.

Feb 4, 2019, 01:05 PM IST
CBIvsPolice: Mamata Benerjee save the constitution Dharna uproar in lok sabha PT1M22S

મમતા બેનર્જી વિરૂધ્ધ CBI: લોકસભામાં જોરદાર હંગામો

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની કોશિશના વિરોધમાં ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોષ સાથે કહ્યું છે કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સત્યાગ્રહ ચાલુ રાખશે. મમતા બેનરજીએ રવિવારે પણ કહ્યું હતું કે હું ખાતરી અપાવી શકું છું... હું મરવા માટે તૈયાર છું, પરંતુ મોદી સરકાર આગળ નમવા માટે તૈયાર નથી. આ મામલે આજે લોકસભામાં વિપક્ષોએ હંગામો મચાવ્યો હતો.

Feb 4, 2019, 12:40 PM IST

રાજ્યસભા-લોકસભામાં પડ્યા CBIvsMamataના પડઘા, સદનમાં વિપક્ષનો જોરદાર હંગામો

 શારદા ચીટફંડ મામલે પશ્ચિમ બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. તો હવે બીજી તરફ તેના પડઘા સીધા જ સદનમાં પડ્યા છે. લોકસભામાં આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે, તો તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે હંગામો કરાયો હતો. 

Feb 4, 2019, 12:25 PM IST

મમતાએ ફરી દેખાડ્યા તેવર, 13 વર્ષ પહેલા ‘ધરણા પોલિટિક્સ’થી લેફ્ટના ગઢમાં પાડ્યુ હતું ગાબડૂ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં તખ્તા પલટનો પ્રયાસ કરી રહ્યાં છે.

Feb 4, 2019, 11:18 AM IST

આખરે કોણ છે આ રાજીવ કુમાર? જેમને બચાવવા મમતા બેનરજી ધરણા પર બેસી ગયા, જાણો મામલો

પશ્ચિમ બંગાળમાં ગઈ કાલ સાંજથી મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમને રાજ્ય પોલીસે અટકાયતમાં લઈ લીધી.

Feb 4, 2019, 09:06 AM IST

CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી

સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને બંધારણને બચાવવા માટે ચાલુ રહેશે. મમતા બેનરજી આખી રાત જાગતા બેસી રહ્યાં. આ દરમિયાન તેમણે ભોજન કરવાની પણ ના પાડી દીધી. તેમની સાથે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જાગતા બેસી રહ્યાં. મમતા બેનરજીએ પોતાના ધરણાને સત્યાગ્રહ નામ આપ્યું. 

Feb 4, 2019, 08:17 AM IST

MamatavsCBI: સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યા પુરાવા, સુનાવણી આવતી કાલ પર ટળી

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની કોશિશના વિરોધમાં ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોષ સાથે કહ્યું છે કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સત્યાગ્રહ  ચાલુ રાખશે.

Feb 4, 2019, 07:54 AM IST