મહાત્મા ગાંધી

Homage paid to Gandhiji at Gandhinagar PT1M41S

ગાંધીનગરમાં યોજાયો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ

ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ બાપુને પુષ્પાંજલિ આપી હતી. જિતુ વાઘાણીએ પીએમ મોદીને મહાત્મા ગણાવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના નેતાઓએ બાપુને પુષ્પાંજલિ અર્પી હતી.

Oct 2, 2019, 11:40 AM IST
CM at Porbandar PT3M24S

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી જવાહર ચાવડા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાંજલિ અર્પી હતી.

Oct 2, 2019, 11:35 AM IST
Post department issue special tickets PT53S

ગાંંધી જયંતિ નિમિત્તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવી ખાસ ટિકિટો

ગાંંધી જયંતિ નિમિત્તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ ટિકિટો ઇશ્યૂ કરવામાં આવી છે. ગાંધીજી પર પ્રકાશિત આ ટિકિટો પ્રદર્શનમાં મુકાઈ છે.

Oct 2, 2019, 11:30 AM IST

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અને હરદીપ પુરીએ પણ રાષ્ટ્રપિતાને તેમની 150મી જયંતી પર નમન કર્યાં.

Oct 2, 2019, 08:01 AM IST

ગાંધી જયંતીઃ તમને જાણીને આશ્ચર્ય થશે ભારત પછી અમેરિકામાં છે બાપુની સૌથી વધુ પ્રતિમાઓ

એટલાન્ટામાં આવેલા 'ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ'ના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં ગાંધીજીની અનેક પ્રતિમાઓની સ્થાપના કરવાનું કામ કરે છે. તેમનું વર્ષ 2013માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માન પણ કરાયું હતું. 
 

Oct 2, 2019, 12:14 AM IST

ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...

17મી સદીમાં જાપાનના શહેર નિક્કોમાં પ્રથમ વખત આ ત્રણ વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશો-ગુ-મઠના એક દરવાજા પર લગાવાઈ હતી. તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી. આ મઠ શિન્ટો સંપ્રદાયનાછે. આ સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે. 
 

Oct 1, 2019, 11:55 PM IST

ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 
 

Oct 1, 2019, 10:11 PM IST

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે રસપ્રદ સ્ટોરી, જાણો શું છે સમગ્ર બાબત...

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોય, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોય, સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે 

Oct 1, 2019, 09:36 PM IST

"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 

Oct 1, 2019, 09:25 PM IST
Railway Stations Including Ahmedabad Will Be Made Plastic Free On 2nd October PT3M3S

2જી ઓક્ટોબરે અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનને કરાશે પ્લાસ્ટિક મુક્ત

2 જી ઓક્ટોબરથી રેલ્વે સ્ટેશન પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ સહિત તમામ રેલ્વે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત કરાશે. ગાંધીજીની જન્મ જયંતીના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્ટેશન બનાવાશે. જે માટે અત્યારથી જ પ્લાસ્ટિક મુક્તિ માટે તમામ સ્ટેશન પર સ્વચ્છતા પખવાડીયુ યોજાઈ રહ્યું છે. સ્ટેશન પર લોકોને પ્લાસ્ટિક ન વાપરવા અને ગંદકી ન કરવા મેસેજ આપવામાં આવી રહ્યાં છે.

Sep 25, 2019, 11:45 AM IST

વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ

વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો. 

Sep 25, 2019, 08:31 AM IST

Video: મહાત્મા ગાંધી પર વારાસણીના આ વિદ્યાર્થીએ આપ્યું ભાષણ, સાંભળીને હોશ ઉડી જશે

સાચું કહેવામાં આવે છે બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને તેમનું જ્ઞાન વધારવામાં આવે તો આગળ જઇને તેઓ દેશનું ભાગ્ય બદલી શકે છે. છત્તિસગઝના સીએમ ભૂપેશ બધેલે તેમના ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે

Sep 17, 2019, 10:27 AM IST

બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે હિન્દી દિવસના અવસરે દેશને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે નાગરિકોને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ના સપનાને સાકાર કરવા માટે પોતાના રોજબરોજના કામોમાં હિન્દ (Hindi) ભાષાનો પ્રયોગ વધારવાનો આગ્રહ કર્યો. 

Sep 14, 2019, 01:30 PM IST

દેશના ભાગલા એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત.

Sep 14, 2019, 08:46 AM IST
Celebration of Gandhi birth anniversary PT51S

મહાત્મા ગાંધીની જન્મજયંતિની થશે ભવ્ય ઉજવણી

મહાત્મા ગાંધીની જન્મજયંતિની થશે ભવ્ય ઉજવણી. આ ઉજવણી ગાંધી આશ્રમમાં કરવામાં આવશે.

Aug 31, 2019, 08:45 AM IST

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરશે

ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરશે. આવતીકાલથી રાજીવ ગાંધી 75મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવશે જે નિમિત્તે આવતીકાલે રાજીવ ગાંધીનો પર્યાવરણનો સંદેશો લઇ જિલ્લા અને તાલુકા મથકે વૃક્ષારોપણ કરશે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાજીવ ગાંધીના વિચાર અને પ્રજા ઉપયોગી નિર્ણયને લોકો સુધી લઈ જવાશે. 
 

Aug 19, 2019, 08:05 PM IST

'ગાંધીને નોટમાંથી હટાવો, થેંક્સ ગોડસે' મહિલા IASના ટ્વીટ બાદ હોબાળો

મહારાષ્ટ્રની IAS અધિકારી નિધિ ચૌધરીએ એક વિવાદિત ટ્વીટ કરતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. IAS નિધિ ચૌધરીએ એક ટ્વીટ દ્વારા લખ્યું કે, બાપુના સમગ્ર વિશ્વમાં લાગેલા પુતળા હટાવવામાં આવે. રસ્તાઓને તેમના નામે સજાવવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. મહાત્મા ગાંધીની નોટ પર લાગેલી તસ્વીરો પણ હટાવવામાં આવે. આભાર ગોડસે.

Jun 1, 2019, 11:35 PM IST
Delhi: PM Modi Reaches Rajghat PT32M28S

શપથવિધિ પૂર્વે PM મોદીએ મહાત્મા ગાંધી અને અટલજીને અર્પી પુષ્પાંજલિ

પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળની આજે શપથવિધિ છે.પ્રધાનમંત્રી મોદીએ સૌપ્રથમ મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલિ પાઠવી હતી.બાદમાં અટલજીને પણ પુષ્પાંજલિ પાઠવી હતી.આ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત નવા ચૂંટાયેલા સાંસદો પણ હાજર રહ્યાં હતાં.તો બાદમાં પ્રધાનમંત્રી મોદી વૉર મેમોરિયલ પહોંચ્યા હતા.જ્યાં શહીદોને સલામી આપી હતી.

May 30, 2019, 08:40 AM IST

આરબીઆઇ જાહેર કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ફીચર

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંકે નિવેદનમાં અખ્યું કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં 10 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. તેના પર ગર્વનર દાસની સહી હશે. આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝની 10 રૂપિયાની બેંક નોટની માફક હશે. કેંદ્વીય બેંકે કહ્યું કે પૂર્વમાં ઇશ્યૂ 10 રૂપિયાની બધી નોટ ચલણમાં યથાવત રહેશે.  

May 21, 2019, 11:52 AM IST

સુરતમાં રાષ્ટ્રપિતાનુ અપમાન : ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઉજવાયો, 109 દીવા પ્રગટાવ્યા

દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું. 

May 20, 2019, 01:32 PM IST