મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 News

અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ'
મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાનો રોમાંચક ખેલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આજે એકપછી એક મોટા દાવ પણ ખેલાતા જોવા મળી રહ્યાં છે. પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar)ના ટ્વીટ બોમ્બ ત્યારબાદ શરદ પવારનો વળતો જવાબ અને હવે ધનંજય મુંડે(Dhananjay Munde)ની ટ્વીટ. એનસીપી(NCP) નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ શરદ પવાર(Sharad Pawar) સાથે છે. મુંડેએ એમ પણ કહ્યું છે કે તેમના અંગે કોઈ અફવાઓ ફેલાવવામાં ન આવે. ધનંજય મુંડેએ જ એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં હતાં અને ભાજપના સમર્થન માટે તેમને તૈયાર કર્યા હતાં. મુંડે અજિત પવારના ખાસ ગણાય છે તેવું કહેવાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલીથી તેઓ ચૂંટણી જીતીને આવ્યાં છે. તેમણે ભાજપના ધાકડ નેતા અને પિતરાઈ પંકજા મુંડેને ચૂંટણીમાં હરાવ્યાં હતાં. 
Nov 24,2019, 21:20 PM IST
અજિત પવારની ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- 'હું NCPમાં જ
દેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'
Nov 24,2019, 18:22 PM IST

Trending news