મહા વાવાઝોડું News

‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે અતિવૃષ્‍ટિના કારણે લગભગ સમગ્ર રાજ્‍યમાં લીલા દુષ્‍કાળની સ્‍થિતિ સર્જાયેલ છે અને શિયાળુ પાક (winter crop) નું વાવેતર પણ થઈ શક્યું નથી. હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયેલ છે. આવા સંજોગોમાં સરકારે વીમા કંપનીઓની તરફદારી કરવાના બદલે ખેડૂતોની ચિંતા કરી તેમને થયેલ નુકશાનીનું પૂરેપૂરું વળતર તાત્‍કાલિક ચૂકવવું જોઈએ. જમીન સુધારણા માટે તાત્‍કાલિક સહાય આપવી જોઈએ. તેમણે ઉમેર્યુ કે રાજ્‍યમાં જ્‍યારે પણ કુદરતી આફત સર્જાય છે, ત્‍યારે સરકાર દ્વારા જાહેરાત થાય છે કે, આટલા દિવસોમાં સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવશે. પરંતુ આવી જાહેરાતોની અમલવારી થતી નથી. તેમણે માંગણી કરી કે અસરગ્રસ્‍ત 168 તાલુકાઓ તેમજ અન્‍ય તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વે માટે ટીમો બનાવી સરવેની કામગીરી સત્‍વરે પૂર્ણ થાય અને રાજ્‍યના તમામ અસરગ્રસ્‍ત ખાતેદારોને તાકીદે તેઓના પાક નિષ્‍ફળ જવાના કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, લાઈટ, પાણી, મજુરીનું પૂરેપૂરું વળતર ચૂકવવું અને જમીન ધોવાણ માટે તુંરત જ સહાય ચૂકવવી જોઈએ.
Nov 8,2019, 15:20 PM IST
મહા વાવઝોડાની અસરે પગલે અમદાવાદમાં વરસાદ
Nov 7,2019, 15:28 PM IST
વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉમેજ-પાતાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
Nov 7,2019, 17:13 PM IST

Trending news