મારામારી

Viral Video Of Beating A Love Couple In Dahod PT3M54S

દાહોદમાં પ્રેમી પંખીડાને માર માર્યાનો Video થયો Viral, જુઓ વીડિયો...

દાહોદ નજીક આવેલ બાવકા ગામના મંદિરે પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાને માર મારતા તેમજ ગાડીની તોડ ફોડ કરાઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Dec 1, 2019, 11:15 AM IST
Gang Rape With A Minor In Vadodara PT4M10S

વડોદરામાં નરાધમો રાતના અંધારામાં સગીરા સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ

વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું.

Nov 29, 2019, 02:30 PM IST

સુરતમાં બાઇક ચાલકને દોડાવી-દોડાવીને મારવામાં આવ્યો માર, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

બે બાઇક ચાલકો વચ્ચે સામાન્ય માથાકુટ એટલી ઉગ્ર બની હતી કે રોડપર દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો

Nov 28, 2019, 11:44 PM IST
vehicle collided between two people Surat PT3M57S

વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

Nov 28, 2019, 09:35 PM IST
Blows Between Two Brothers Of Asasan Village In Banaskantha PT6M51S

બનાસકાંઠાના અસાસણ ગામે બે ભાઇઓ વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના લાખણીના અસાસણ ગામે બે સગા ભાઈઓ વચ્ચે મોડી રાત્રે ધીંગાણું ખેલાયું હતું. સિંચાઈના માટેના બોર(ટ્યુબવેલ) માટે ભાઈઓ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ હતી. તીક્ષ્ણ હથિયારો વડે મારામારી થતાં સાત લોકો ઘાયલ થયા છે. 5 પુરૂષ, 1 મહિલા અને એક સગીરા સહિત સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલખસેડાયામાં આવ્યા છે.

Nov 25, 2019, 10:40 AM IST

રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Nov 22, 2019, 03:09 PM IST

દિલ્હીઃ વકીલો સામે FIR, પોલીસ અડગ, લે. ગવર્નરે કમિશનરને આપી આ સલાહ

શનિવારે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી, હિંસક સંઘર્ષ પછી સોમવારે વકીલો હડતાળ પર ઉતરેલા છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ પોતાની માગણીને લઈને અડગ છે. 
 

Nov 5, 2019, 06:41 PM IST

દિલ્હીઃ તીસ હજારી પછી હવે સાકેત કોર્ટમાં વકીલોએ પોલીસ કર્મીને ઢીબી નાખ્યો

દિલ્હીની સાકેત જિલ્લા અદાલતમાં મોટરસાઈકલ પર આવેલા એક પોલીસ કર્મીને વકીલોએ ઘેરી લીધો હતો અને પછી બરાબરનો ઢીબી નાખ્યો હતો. 
 

Nov 4, 2019, 04:06 PM IST

અમદાવાદઃ રિવરફ્રન્ટ પાસે કોન્સ્ટેબલની દાદાગીરી, યુવકને લાકડી વડે માર્યો માર

અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર શાહીબાગ તરફ બહાર નીકળતા માર્ગ પર અમુલ પાર્લર નજીક કોન્સ્ટેબલ  બતસંગજી ઠાકોરે યુવકને લાકડી વડે માર માર્યો હતો જેમાં યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો. 

Nov 1, 2019, 05:02 PM IST
Fight at Surendranagar Bus Stop PT1M38S

બસસ્ટેન્ડ પર યુવક અને યુવતીની છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં યુવક અને યુવતી છુટા હાથની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ ઝઘડા પાછળનું કારણ જાણવા નવી મળ્યું પણ એ બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે.

Oct 22, 2019, 03:45 PM IST
Terror of anti-social elements in Rajkot, incident imprisonment on CCTV PT3M54S

રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટમાં ગઇકાલે ફૂલછાબ ચોક નજીક ચાની હોટલમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળ્યો હતો. 6 થી 7 લોકોએ સોળા બોટલ અને પથ્થર ફેંકી મચાવ્યો હતો આંતક. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Oct 18, 2019, 04:20 PM IST
Attacked With A Sword For Water In Vastral PT1M6S

પાણી માટે બબાલ: રસ્તા પર તલવાર લઇને દોડ્યો યુવક

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી બાબતે મારામારી થઇ ગઇ હતી. ગેલેક્સી કોરલ સોસાયટીમાં રહિશો વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમનો એક મોબાઇલ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ તલવાર વડે અન્ય શખ્સ પર હુમલો કર્યો હતો. રસ્તા પર ખુલ્લી તલવાર સાથે હુમલો કરવા દોડ્યો તે દરમિયાન તલવારધારી શખ્સને હુમલો કરવા જતા લોકોએ રોક્યો હતો.

Oct 18, 2019, 09:15 AM IST
 Fights between electricity worker and youth PT1M29S

પાલનપુરઃ વીજ કર્મચારી અને યુવક વચ્ચે મારામારી

પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં વીજકર્મી અને સ્થાનિક યુવક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

Oct 17, 2019, 06:50 PM IST

સુરેન્દ્રનગર: સાયલામાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં જૂથ અથડામણ, 8 લોકો ઇજાગ્રસ્ત

જિલ્લાના સાયલા ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. 

Oct 8, 2019, 05:46 PM IST

અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવાર વડે હુમલો

શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

Sep 30, 2019, 11:47 PM IST

‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો

સત્તાના નશામાં રાચતા ભાજપી નેતાઓ, સભ્યોની દાદાગીરી હવે એટલી ખુલી ગઈ છે કે, તેઓ કાયદો પણ હાથમાં લઈ રહ્યાં છે. અમદાવાદના બોપલ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરીને બાદમાં તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. 

Sep 2, 2019, 01:55 PM IST

અમદાવાદ: હોટલમાં જમવાનું ન મળતાં 'મર્સીડીઝ' લઇને આવેલા નબીરાઓએ કરી તોડફોડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા એક રેસ્ટોરન્ટમાં આતંક મચાવામાં આવ્યો હતો. જમવાનું પતિ ગયું હોવાની વાત કરતા મર્સીડીઝ કારમાં આવેલા ત્રણ શખ્શોએ રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી. જે અંગે હોટલ માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Aug 27, 2019, 05:43 PM IST
Ahmedabad: Tussel Between Customer And Employees Of Marutinandan Hotel PT8M20S

અમદાવાદ: મારૂતિનંદન હોટેલમાં મારામારીનો બન્યો કિસ્સો, જુઓ શું થયું

અમદાવાદ: મર્સિડિસ કારમાં આવેલા 3 શખ્સોએ કર્મચારીઓ સાથે મારમારી કરી. રેસ્ટોરન્ટ બંધ હોવા છતા જમવા માટે કહેતા બબાલ શરુ થઈ હતી.

Aug 27, 2019, 02:00 PM IST
Retired DYSP Son Ruffianism In Vadodara PT4M22S

નિવૃત DySPના પુત્રની દાદાગીરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરામાં નિવૃત્ત DYSPના પુત્રની દાદાગીરી આવી સામે આવ્યો છે. કથાના ફોટા સોસિયલ મીડીયા પર અપલોડ કરવાના મુદ્દે યુવકને માર્યો માર હતો. નિવૃત્ત DYSPના પુત્ર વિજય બુમ્બડીયાએ મિહીર નામના યુવકની ઓફિસ પર પહોચી તેના 10 સાગરીતો સાથે માર્યો માર હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ થઇ હતી. બંને પક્ષો સામસામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Aug 27, 2019, 12:55 PM IST
 blows between the two congress leaders lalji desai and raghu desai PT4M6S

કોંગ્રેસ ઓફિસમાં હોબાળો, બે નેતાઓ વચ્ચે મારામારી

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરીક ડખો સામે આવ્યો છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ ભવનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ અને રઘુ દેસાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ થયું હતુ. સિનિયર નેતાઓની હાજરીમાં લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. રઘુ દેસાઇ રાધનપુર બેઠકની પેટાચૂંટણી લડવા માંગે છે. જ્યારે કે લાલજી દેસાઈએ પણ રાધનપુરથી લડવાની તૈયારી બતાવી છે. એવામાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ચાણસ્મા બેઠક માટે આ બંને ઉમેદવારો આમને સામને હતા.

Aug 13, 2019, 08:15 PM IST