મારામારી

અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ

અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.

Jul 19, 2019, 08:55 PM IST

અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં થયેલી મારામારી અંગે નોધાઇ પોલીસ ફરિયાદ

ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલી રહેલી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં EWS ક્વોટાની 960 જેટલી બેઠકો રદ્દ કરવા મામલે ગેરરીતી થયાના ABVPના આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે જ વિદ્યાના ધામમાં મંગળવારે છુટાહાથની મારામારી પણ થઈ હતી. EWS ક્વોટાની રદ્દ કરાયેલી 960 બેઠકો નિયમ મુજબ જ ભરવામાં આવે તેવી માગ ABVP કરી રહ્યું છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે એક વર્ગમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો અભ્યાસ માટેની યોગ્ય સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યું છે.

Jul 10, 2019, 10:01 PM IST

ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન બન્યું હતું. ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા શિક્ષણધામને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસની બહાર સર્જાયા હતા. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી તો એવી થઈ કે ત્યાં હાજર પોલીસકર્મી અમે સિક્યુરિટી કર્મચારીઓએ છોડાવવાની નોબત આવી પડી હતી. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી મારમારીમાં તોડફોડ પણ થઈ તો નુકસાન થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 

Jul 9, 2019, 08:52 PM IST

અમદાવાદ: ઇન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં બે ટીમો વચ્ચે હોબાળો, ખુરશીઓ ઉછળી

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબ ખાતે યોજાયેલી શનિવારે યોજાયેલી ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. કોઈ કારણોસર ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી અને અંદરો અંદર કોઇ કરાણો સર વિખવાદ થયા બાદ ખુરશીઓ ઉછળી હતી. અને એવા દ્રશ્યો સર્જાયા જાણે કે કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થઇ ગયું હતું. 

Jul 7, 2019, 04:20 PM IST

એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરતા ધરપકડ

Jul 4, 2019, 07:48 PM IST

Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ

સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે. 

Jun 27, 2019, 11:11 AM IST
clash due to cricket in Surat's hotel between school student PT5M37S

સુરત : ક્રિકેટના ઝઘડાએ મોટુ સ્વરૂપ લીધું, સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ

સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે.

Jun 27, 2019, 11:10 AM IST

ઈમરાનનું ન્યુ પાકિસ્તાન, લાઈવ ટીવી ડિબેટમાં નેતાએ કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

ભારતીય ડિબેટ શોમાં છાશવારે નેતાઓના એકબીજા પર શાબ્દિક પ્રહારો જોવા મળતા હોય છે. પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા લાઈવ ડિબેટમાં જ મારામારી પર ઉતરી આવ્યાં.

Jun 25, 2019, 03:05 PM IST
Surat Conductor Dadagiri PT1M31S

સુરતમાં ST કંડક્ટરે કરી ગાળાગાળી અને મારામારી, જુઓ વીડિયો

સુરતમાં સરકારી અધિકારીની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે, સુરત-રાજપીપળાની બસના ST કંડક્ટરની બસમાં જ બેઠેલા એક મુસાફર સાથે તકરાર થઈ હતી જેમાં સામાન્ય બોલાચાલી બાદ તેમાં મામલો વધુ બિચક્યો હતો

Jun 9, 2019, 04:35 PM IST

સુરત: ST કન્ડક્ટરે મુસાફરને બેફામ ગાળો ભાંડી, મારામારીનો વીડિયો વાયરલ

સુરત-રાજપીપળાની બસના ST કંડક્ટરની બસમાં જ બેઠેલા એક મુસાફર સાથે તકરાર થઈ હતી. જેમાં બસ કન્ડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી બાદ તેમાં મામલો વધુ બિચક્યો હતો.

Jun 9, 2019, 12:23 PM IST
Surat Corporater Maramari Video Viral PT2M5S

જુઓ સુરતમાં કોર્પોરેટરનો મારામારી કરતો વીડિયો વાયરલ

સુરતમાં કોર્પોરેટરનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, વોર્ડ નંબર 29ના કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ છે, સતીષ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. ભેસ્તાનના ભૈરવનગરમાં સમગ્ર ઘટના બની હતી.

May 31, 2019, 07:45 PM IST

બોટાદ: ગઢડા મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી

ગઢડા ગોપીનાથ મંદિર એક વિવાદા સર્જાતા ફરીવાર ગઢડા મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભગાના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. વિવાદ વધુ થતા પોલીસ અને મહિલા ભક્તો વચ્ચે છુટ્ટાહાથ મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા. 
 

May 27, 2019, 05:25 PM IST

હાર્દિક પટેલની સભામાં હોબાળો, છુટ્ટા હાથની મારામારીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી પડ્યો ત્યાં તો અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના પ્રચાર કરવા માટે પહોચ્યો ત્યારે સભામાં હાર્દિકે સભા સંબોધવાની શરૂઆત કરતા જ લોકો ઉગ્ર થયા અને મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા સભાને સ્થગિત કરવામાં આવી હતી. 
 

Apr 20, 2019, 09:57 PM IST
Mumbai Combat Between BJP Congress Worker In Urmila Matodkar's Reaily PT57S

જુઓ કયાં સર્જાઈ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

મુંબઈના બોરીવલી સ્ટેશન પર ઉર્મિલા માતોડકરનો પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ, ઉર્મિલા માતોડકર ઉત્તર મુંબઈ લોકસભાની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે

Apr 15, 2019, 02:30 PM IST

સુરત: મારામારી કરનાર ભાજપ કોંગ્રેસના 15 કાર્યકરોની ધરપકડ

4 એપ્રિલે લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ફોર્મ ભરવા માટે આવેલા ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાય હતી. જે બનાવમા બંને પક્ષો દ્વારા ઉમરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવાય હતી. જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે બંને પક્ષના 15 કાર્યકરોની ધરપકડ કરી હતી.
 

Apr 13, 2019, 04:18 PM IST

શરમજનક...! BJPના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જૂતા વડે છુટાહાથની મારામારી

ઉત્તરપ્રદેશના સંતકબીર નગરમાં જિલ્લા કલેક્ટર કચેરીના રૂમમાં જિલ્લા આયોજન સમિતિની બેઠક ચાલી રહી હતી, આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી આશુતોષ ટંડન પણ હાજર હતા, ભાજપ હાઈકમાન્ડ દ્વારા સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની તૈયારી
 

Mar 6, 2019, 09:23 PM IST

સુરત : લગ્નમાં ગીત વગાડવા મામલે કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા લોકો

 સુરત ડુમસમા આવેલા ભીમપોરમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લગ્નના વરઘોડામાં વાગતા ગીત બાબતે માછી સમાજે વાંધો ઉઠાવ્યો હતો અને એકબીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જ્યારે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ પણ નોંધાવી છે.

Mar 4, 2019, 02:14 PM IST

વિદ્યાર્થીઓએ PUBGની બેટલ મેપને ગણાવી ‘માનસિક વિકૃતિ’ અને ‘ત્રાસવાદ’ 

આજના યુવાનો માટે PUBG ગેમ એક વ્યસન થઇ ગયું છે. મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. જેથી શિક્ષણમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. 

Feb 11, 2019, 09:03 PM IST

વડોદરા: બીચ્છુ ગેંગનો આતંક, જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો 

શહેરના પાણીગેટ પોલીસ મથકમાં થયેલી બબાલના પડધાના ભાગ રૂપે જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. બીચ્છુ ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં સારવાર કરવામાં આવી રહી છે. 

Feb 4, 2019, 09:34 PM IST