રાજકોટ

ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા રાજકોટના ઉદ્યોગપતિઓ તૈયાર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદી વિવાદ બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખ પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 11 ઉદ્યોગોના 50 થી વધુ એસોસિએશનના હોદેદારો સાથે મળીને ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા કેવી રીતે કરવી તે અંગે બેઠક મળી હતી.

Jul 3, 2020, 02:23 PM IST

રાજકોટ : કપાસની ખરીદી બંધ કરતા આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ કર્યો

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકા 50 ટકાથી પણ વધુના ખેડૂતોની કપાસની ખરીદી બાકી છે. બીજી તરફ જે પણ ખરીદી થઈ રહીં છે તે ખૂબ ધીમી ગતિએ થઈ રહી હોવાનો કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યા છે. હજી ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમના નામ નોંધણી થઈ ગયા છે. તેમનો પણ હજી વારો નથી આવ્યો, જેને લઈને કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જોકે કિસાન સંઘમાં આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.

Jul 3, 2020, 01:12 PM IST

રાજકોટ શહેરમાં આજે નવા 7 કેસ નોંધાયા, 2 મૃત્યુ

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 181 થઈ ગઈ છે. 

Jul 2, 2020, 03:44 PM IST

ગાજવીજ સાથે રાજકોટ મેઘરાજની પધરામણી, ઠેર-ઠેર પાણી ફરી વળ્યા

રાજકોટમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટા બાદ વિજળીના કડાકા અને ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Jun 30, 2020, 03:07 PM IST

રાજકોટ: જીન્સના પેન્ટ બનાવતી આગન ટેકસટાઇલમાં લાગી આગ, લાખોનું કાપડ બળીને ખાખ

મોડી રાત્રે અચાનક આગ લાગતા રાજકોટ, જેતપુર, ધોરાજી, જસદણ, ગોંડલ સહિત ના 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચ્યા હતા.

Jun 30, 2020, 02:41 PM IST

PHOTOS રાજકોટ: પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડે ચડ્યા

સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જ્યારે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો હાથ ધર્યા છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં પણ ઘોડા ફેરવીને કોંગ્રેસે વિરોધ જતાવ્યો. જો કે કોંગ્રેસની આ રેલી માટે પોલીસે મંજૂરી આપેલી નથી. આથી કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા.

Jun 29, 2020, 02:58 PM IST

રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રકે સર્જ્યો અકસ્માત, અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું મોત

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેઇળ થઈ જતા અમકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રેક 3 કાર અને 2 બાઇકને અડફેટે લીધા હતા.

Jun 28, 2020, 10:13 PM IST

ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર આવેલ રેલવેનો પુલ જર્જરિત હાલતમાં, સમારકામ મુદ્દે તંત્રનું મૌન

આ પુલ ઉપરના તથા બંને સાઈડના રસ્તામાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. પુલ ઉપરના ખાડાઓમાં ખિલાસરીઓ બહાર દેખાઈ આવી છે. આ સમસ્યાઓ અંગે લોકોએ તેમજ આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરેલ છે. છતાં તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી.

Jun 28, 2020, 05:32 PM IST

ચીન સાથે ટ્રેડવોરમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો, યુરોપ, અમેરિકા, આફ્રિકા સહિતના દેશ સાથેના વ્યવહારો વધ્યા

દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવી છે. ત્યારે ઉઘોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉઘોગોને મળી રહ્યો છે.
 

Jun 28, 2020, 04:32 PM IST

કોરોના વાયરસઃ રાજકોટમાં નવા ચાર, બોટાદમાં ત્રણ કેસ નોંધાયા

આ નવા કેસની સાથે રાજકોટમાં કુલ સંક્રમિતોની સંખ્યા 157 અને બોટાદ જિલ્લામાં 89 પર પહોંચી છે. 

Jun 28, 2020, 12:25 PM IST

ચીનના વિરોધમાં રાજકોટમાં બેનરો લાગ્યા, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો સ્વદેશી વસ્તુઓ અપનાવો

રાજકોટના વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. ત્યારે ચીનના વિરોધમાં શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે

Jun 26, 2020, 03:57 PM IST

જામજોધપુરના MLA ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યસભાની ચૂંટણીમાં કર્યું હતું મતદાન

જામજોધપુર (Jamjodhpur) ના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરાગ કાલરિયાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે. 

Jun 25, 2020, 10:36 AM IST

રાજકોટ: લોકાર્પણના 5 મહિના બાદ આજથી શરૂ થયું નવું બસપોર્ટ 

શહેરમાં નવું બસપોર્ટ શરૂ થયું છે. લોકાર્પણના 5 મહિના બાદ આજથી આ બસપોર્ટ શરૂ થયું છે. નવા બસપોર્ટ ખાતેથી અમદાવાદ સુરત  સહિતના રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી. 

Jun 23, 2020, 01:43 PM IST

લો બોલો ! રાજકોટનો ચેઇન સ્નેચર ભઠ્ઠી સહિતનાં તમામ સાધનો રાખતો, કરી લાખોની ચોરી

શહેરનાં યુનિવર્સિટી પોલીસે રીઢા ચેન સ્નેચરને દબોચી લીધો છે જેને એક બે નહિં પરંતુ 19 જેટલા ચિલઝડપનાં ગુનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહિં પોલીસે તેની પાસેથી પોર્ટેબલ ગેસ ગન, કુલડી અને 70 હજારનો સોનાનો ઢાળીયો કબજે કર્યો છે.

Jun 22, 2020, 10:53 PM IST

રાજકોટમાં માર્ગ અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો થયો પ્રયાસ

શહેરના કુવાડવા જીઆઇડીસી વિસ્તારમાં વૃદ્ધની બાઇકને ઠોકરે ચડાવીને જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક વર્ષ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખીને અકસ્માત સર્જીને જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો અને શા માટે કર્યો હત્યાનો પ્રયાસ. 

Jun 22, 2020, 10:33 PM IST

રાજકોટ: ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટ શહેરમાં ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરેશ ઉર્ફે સુનિલ બાબરીયા નામના રીઢા આરોપીની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

Jun 22, 2020, 05:27 PM IST

રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટના કલાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000 ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 12 માર્ચ 2019ના રોજ એક કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે 20,000 ની લાંચ માંગી હતી. બાદમાં 15,000 ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે એસીબીમાં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે એસીબી તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે એસીબીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Jun 21, 2020, 04:16 PM IST