રાજકોટ

રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજાના પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. મોડી રાત્રે સારવાર બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને ડીસચાર્જ કરવામાં આવી હતી.

Aug 11, 2020, 10:02 AM IST

રાજકોટ: પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. મૃતક જયવીર ધર્મેભાઇનો એકનો એક પુત્ર હોવાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 

Aug 10, 2020, 09:27 PM IST

ગુજરાતના પ્રથમ કોરોના દર્દીએ રાજકોટમાં કર્યું પ્લાઝમા ડોનેટ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરની આ અપીલ ને માન્ય રાખી ગુજરાતમાં પ્રથમ જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી નદીમ કે જેમને પ્લાઝમા ડોનેટ કર્યો છે. કોરોના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા લેતા પહેલા 4 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. 

Aug 9, 2020, 01:40 PM IST

રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો

રાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિવસેને દિવસે રાજકોટમાં કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. આવામાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરાઈ કે, રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પર જાહેર સ્થળ પર ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટના ફરવાલાયક સ્થળો આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસ્કોર્સ સહિતના સ્થળો પર ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સામાન્ય દિવસોમાં પણ લોકો રેસ્કોર્સની પાળી પર બેસીને વાતો નહિ કરી શકે. રેસકોર્સ રોડ પર માત્ર વોકિંગ કરવાની જ છૂટછાટ આપવામાં આવી છે.  

Aug 9, 2020, 11:54 AM IST

રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો

રાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિવસેને દિવસે રાજકોટમાં કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. આવામાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરાઈ કે, રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પર જાહેર સ્થળ પર ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટના ફરવાલાયક સ્થળો આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસ્કોર્સ સહિતના સ્થળો પર ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સામાન્ય દિવસોમાં પણ લોકો રેસ્કોર્સની પાળી પર બેસીને વાતો નહિ કરી શકે. રેસકોર્સ રોડ પર માત્ર વોકિંગ કરવાની જ છૂટછાટ આપવામાં આવી છે.  

Aug 9, 2020, 11:29 AM IST

હત્યારા પિતાનો વલોપાત: જે માગે તે પુત્રીને આપ્યું, ઘરનું પાણી પીવાની ના પાડી અને...

ગઇકાલે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઇ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવતા જણાવ્યું કે, મારી દિકરી જે માંગતી તે હું લાવી આપતો હતો. જો કે છેલ્લે તેણે કહ્યું કે, આ ઘરનું પાણી પણ હું નહી પીવ. આ શબ્દો સાંભળીને મને ખુબ જ ગુસ્સો ચડ્યો અને તેને ઘોકો મારી દીધો.

Aug 7, 2020, 10:59 PM IST

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. 

Aug 7, 2020, 09:10 PM IST

રાજકોટમાં કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે : જયંતિ રવિ

આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિ આજે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા સારુ કામ કરી રહ્યા છે. પરંતુ હજી પણ પગલા લેવા પડશે. જેથી કોરોના (Coronavirus) નું સંક્રમણ ઘટાડી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને તેના ડામવા માટે તંત્ર એક્ટિવ છે. કોવિડ 19ની તાસીર એવી છે કે, તે સંક્રમણથી ફેલાય છે. આપણે જોયું કે, કોરોના વાયરસ ચીનથી ફેલાઈને યુરોપ, ઈટલી, સ્પેન અળગ અળગ દેશોમાં ફેલાયું છે. અને ભારતમાં પણ પહોંચ્યું. છે. કોરોનાના કેસ સૌથી પહેલા વધે છે, અને બાદમાં તેના ઘટાડો થવાની શરૂઆત થાય છે. 

Aug 7, 2020, 12:15 PM IST

અમદાવાદ: રાજકોટ પાસિંગની કારમાં રાજસ્થાનથી લવાતા દારૂનો PCB એ ફિલ્મી ઢબે પીછો કર્યો

સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શક્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે રાજકોટ પાસિંગની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને અટકાવી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.

Aug 3, 2020, 06:58 PM IST

રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ પર કામ કરતા સુપર સ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાનાં આદેશની અવગણના થયા બાદ તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે તપાસમાં 6 ફેરિયાઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 613 માં લક્ષણો જોવા મળ્યા હતા. આ ફેરિયાઓને તત્કાલ દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી છે. 

Aug 2, 2020, 06:41 PM IST

મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા

એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યું બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગે વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનનાં આદેશ રાજકોટનાં વહીવટી વિભાગને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેને બમણા કરવાનાં બદલે ઘટાડવામાં આવ્યા છે. 

Jul 31, 2020, 06:59 PM IST

લવજેહાદ: રાજકોટમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને નોકરીની લાલચ આપી 3 વર્ષ શારીરિક શોષણ કર્યું

રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના નામે હિન્દુ યુવતીને ફસાવીને મુસ્લિમ શખ્શે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ વ્યક્તિએ યુવતીને ફોન કરીને કહ્યું કે, તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળવું પડશે. ત્યાર બાદ યુવતીએ તેના પર વિશ્વાસ મુક્યો હતો.

Jul 30, 2020, 11:37 PM IST

રાજકોટ: દારૂના કેસમાં માર નહી મારવાના બદલ 80 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલને ACB એ ઝડપ્યો

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી 80 હજાર રૂપિયાની લાંચ ACBના રંગે હાથે ઝડપાયો હતો. દારૂના કેસમાં માર નહી મારવાનાં મુદ્દે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જો કે લાંબી રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ સામે છટકુ ગોઠવ્યું હતું. ACB એ છટકું ગોઠવીને પોલીસ કર્મચારીની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી છે. 

Jul 30, 2020, 09:44 PM IST

રાજકોટ અને વડોદરામાં કોરોના ટેસ્ટની સંખ્યા ડબલ કરાશેઃ સરકારનો નિર્ણય

ઓગસ્ટ મહિનામાં આવતા ગણેશોત્સવ-જન્માષ્ટમી-બકરી ઇદ-સંવત્સરી-ભાદરવી પૂનમ જેવા તહેવારોના મેળાવડા-સમારંભો ન યોજવા નાગરિક-સમાજો સ્વયંભૂ આગળ આવે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી છે. 

Jul 29, 2020, 11:00 PM IST

સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 291 કેસ, 11 મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 207 અને ગ્રામ્યમાં 84 કેસનો સમાવેશ થાય છે. તો સુરત જિલ્લામાં વધુ 11 લોકોના મૃત્યુ થયા છે. 

Jul 29, 2020, 08:18 PM IST

કોરોનાનો નવો રેકોર્ડઃ છેલ્લા 24 કલાકમાં 1144 કેસ, 24 મૃત્યુ, રિકવરી રેટ 73.06%

રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 59 હજારને પાર પહોંચી ગયો છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 13 હજાર 535 છે. 
 

Jul 29, 2020, 07:56 PM IST

સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન, કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત છે. ત્યારે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ કહ્યું કે, કોરોનાના કેસ મામલે ગુજરાત બારમા નંબર છે. કોરોનામાં કોઈ દેશ બાકી નથી. પહેલા અમદાવાદ સંક્રમિત હતું, પછી સુરતમાં આવ્યું. હાલ સુરત સ્ટેબ્લ થઇ રહ્યું છે. આજે અમે રાજકોટ અને બરોડાની મુલાકાત છે, સાંજે વડોદરા જઈશું. શહેર અને ગ્રામ્યની પરિસ્થિતિ અગે અમે લાંબી ચર્ચા કરી છે. આઇએમએ અને ડોક્ટર સાથે તમામ ચર્ચા કરી છે. શહેરી વિસ્તારમાંથી અવર જવર જોવા મળે છે. રાજ્યની પરિસ્થિતિ એકંદરે સારી છે. સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે.

Jul 29, 2020, 02:06 PM IST

અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડો.પંકજ શેઠનું કોરોનાથી મોત, એક્ટર પ્રતિક ગાંધીનો પરિવાર કોરોનામુક્ત થયો

ગુજરાતના ફિલ્મ અભિનેતા  પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને તેનો પરિવાર કોરોના મુક્ત થયો છે. 20 દિવસની સારવાર બાદ તેનો પરિવાર કોરોનામુકત થયો છે. ત્યારે ખુદ અભિનેતાએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેનો પરિવાર કોરોનાની સારવાર બાદ રિકવર થયા છે. જોકે, થોડા દિવસો પહેલા ખુદ અભિનેતાએ જ ટ્વિટ કરીને પોતે અને પોતાનો પરિવાર કોરોના (Corona virus) ની ઝપેટમાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. જોકે, અભિનેતાની આ ટ્વિટથી તેના ચાહકો નિરાશ થયા હતા. તેમજ તેની ઝડપી રિકવરી આવે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. 

Jul 29, 2020, 11:30 AM IST

કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત

કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે રાજકોટ પહોંચ્યા છે. પાંચ મહિના બાદ સીએમ રૂપાણી રાજકોટ (Rajkot) પધાર્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક શરૂ થઈ છે. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો (Corona virus) અને મૃત્યુઆંક ચિંતાજનક છે. 

Jul 29, 2020, 11:00 AM IST