રાજકોટ

આજના અપડેટ્સ : રાજકોટમાં 26, બોટાદમાં 5 નવા કેસ નોંધાયા

ગુજરાતના દરેક જિલ્લાની કોરોનાને કારણે પરિસ્થિતિ વકરી રહી છે. આવામાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે સાંજે 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં પોઝિટિવ આંક 528 પહોંચ્યો છે, જે પૈકી 247 દર્દાઓ હાલ સારવાર હેઠળ છે. 

Jul 17, 2020, 02:13 PM IST

ભાણવડના તબીબ સાથે થયેલી 75 લાખ રૂપિયાની છેતરપિંડીમાં આવ્યો ચોંકાવનારો વળાંક

  ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં બેંક ખાતા ધારક ઝડપાયો. અંકલેશ્વરનો આરોપી સાત દિવસના રિમાન્ડ પર અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર તબીબી જગતમાં ચર્ચાસ્પદ એવા ભાણવડના તબીબ સાથે થયેલી રૂપિયા પોણો કરોડ જેટલી છેતરપિંડી પ્રકરણમાં દેવભૂમિ  જિલ્લા પોલીસે અંકલેશ્વરથી એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના બેંક એકાઉન્ટમાં ચોક્કસ રકમ જમા થઈ હતી. જ્યારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે પગેરૂં દબાવ્યું છે.

Jul 14, 2020, 08:28 PM IST

રાજકોટ: પડધરીમાં અઠવાડીયા પહેલા તણાયેલ યુવકનો મૃતદેહ આજે મળ્યો

શહેરમાં એક  અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામમાં વરસાદના કારણે પુલ પરથી પસાર થતી ક્રેટા કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાય હતી. આ ગાડીમાં બેઠેલા ત્રણ યુવકો પણ ગાડી સાથે તણાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ગાડીને કિનારે કાઢી લેવામાં આવી હતી. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે અન્ય એક યુવકનો મૃતદેહ લાંબી શોધખોળ છતા પણ મળ્યો નહોતો. જે આજે એક અઠવાડિયા બાદ ત્રીજા યુવકનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવ્યો હતો. 

Jul 14, 2020, 05:00 PM IST

આરોગ્ય સચિવ રાજકોટની મુલાકાતે, સિસ્ટમ ઈમ્પ્રુવ કરવા માટે સૂચના આપી

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ની સારવારમાં સંલગ્ન ડોક્ટર્સ, નર્સ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3 પુરુષ અને 4 સ્ત્રી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઇકાલ સાંજ 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 424 પર પહોંચ્યો છે. જે પૈકી 194 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટમાં ક્લસ્ટર વિસ્તારને કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

Jul 14, 2020, 02:13 PM IST

રાજકોટ: PIને લાંચકાંડમાં ફસાવી દેવા PSI નું છટકું, CCTV સામે આવતા થયો ઘટસ્ફોટ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેનનાં PI વાળાને લાંચ કેસમાં ફસાવી દેવા PSI જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરૂ રચીને બુટલેગરનાં ભાઇને વચમાં રાખ્યો હતો. જો કે ફોજદારનો કારસો નિષ્ફળ રહ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થતા ફોજદાર સહિતનાઓ સામે અપહરણ, કાવતરાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી અંકિત શાહના CCTV સામે આવ્યા છે. જેમાં PSI અને કોન્સ્ટેબલ જોવા મળ્યા હતા. 

Jul 13, 2020, 10:44 PM IST

મગફળીની આવક વધતા સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

રાજકોટમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 25 નો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થતા ભાવ 2280 પર પહોંચ્યો છે. જુલાઇની શરૂઆતમાં સિંગતેલનો ભાવ 2315 રૂપિયા હતો. જે હવે ઘટીને 2280 પર પહોંચ્યો છે. નાફેડે બજારમાં મગફળી રિલીઝ કરતા મગફળીની આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. મગફળીના પુષ્કળ ઉત્પાદનના પૂર્વ અનુમાનને લઈ તેલના ભાવ ઘટી રહ્યા છે તેવું વેપારીઓનું કહેવું છે. 

Jul 12, 2020, 09:26 AM IST

હવે રાજકોટની 5 ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર, આ રહ્યું લિસ્ટ

રાજકોટમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખી ખાનગી હોસ્પિટલમાં વધુ 148 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 5 ખાનગી હોસ્પિટલમાં 148 બેડની વ્યવસ્થા કોવિડના દર્દી માટે કરવામાં આવી. રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં મંગલમ હોસ્પિટલ, ઉદય હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી હોસ્પિટલ અને શ્રેયસ હોસ્પિટલમાં કોવિડ દર્દીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને હોસ્પિટલના સંચાલક સાથે બેઠક બાદ વધુ 5 હોસ્પિટલમાં કોવિડના દર્દીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 

Jul 11, 2020, 03:34 PM IST

આગામી 3 દિવસ રાજકોટ વાસીઓ નહિ લગાવી શકે ચાની ચૂસકી

રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ટેક અવે સિસ્ટમ લાગુ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં વધતા જતા કોરોના કેસમાં ચા-પાનની દુકાનો પર ક્યાંય સોશિયલ ડિસટન્સનું પાલન ન થતું હોય અને સંક્રમણ વધતું હોવાનું અનુમાન લગાવી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Jul 10, 2020, 07:16 PM IST

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી: ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની તમામ બેઠક બિનહરીફ થશે

આખરે રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગઈકાલે 17 બેઠકો પૈકી બે બેઠક પર અન્ય ઉમેદવારોએ બળવો કરી ફોર્મ ભર્યા હતા. જો કે, ત્યારબાદ થયેલ વાટાઘાટને લઇ આખરે સમાધાન થયું હતું અને બેંકની સ્થાપનાથી આજ સુધીમાં ક્યારે નથી બન્યું તેવું થયું છે. બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે એક પણ બેઠક પર ચૂંટણી યોજાશે નહીં.

Jul 10, 2020, 05:58 PM IST

મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 

Jul 10, 2020, 11:13 AM IST

રાજકોટ: જાહેર નામાનો ભંગ કરનારી રાજકોટની 2 ચાની દુકાનોને સીલ મારી દેવાયા

હાલ કોરોના કાળમાં સરકાર દ્વારા લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને એકત્ર નહી થવા માટે જણાવવામાં આવ્યું છે. ચાની અને પાનની દુકાનોએ પાર્સલ લઇને લોકોને જતા રહેવાની શરત સાથે મુક્તિ આપવામાં આવી હતી. જો કે રાજકોટનાં ફુલછાબ ચોક પાસે આવેલી ખોડિયાર ટી સ્ટોલ અને રૈયા રોડ પર આવેલી કિસ્મત ટી સ્ટોલ પર મોટા પ્રમાણમાં ટોળા એકત્ર થયા હતા.

Jul 9, 2020, 10:44 PM IST

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: ભાવનગરમાં બપોર સુધીમાં 19 કેસ, બોટાદમાં 7 કેસ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં બપોરે 2 વાગ્યા સુધીમાં જ 19 કેસ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 442 કેસ, 13 મોત થયા છે જ્યારે 181 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને લોકોને ક્વોરન્ટાઇનની કામગીરી પણ ખુબ જ સુસ્ત ચાલી રહી છે. જેને પોઝિટિવ આવ્યો હોય તે વ્યક્તિઓ પોતે જ ક્વોરન્ટાઇન થઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ખુબ જ સુસ્ત જોવા મળી રહ્યો છે. 

Jul 9, 2020, 05:40 PM IST

રાજકોટમાં ફૂંફાડા મારતા કોરોનાને કન્ટ્રોલ કરવા કલેક્ટરનો મોટો નિર્ણય, ચા-પાનની દુકાનો પર....

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લોકડાઉન બાદ અનલોક 1 અને હવે અનલોક 2 માં એકાએક કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ ધોરાજી, જસદણ અને ગોંડલ તાલુકામાં જોવા મળી રહ્યા છે. આ માટે વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ ખાસ ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે એક સપ્તાહ સુધી ચા-પાનની દુકાને એકઠા થવા બદલે પાર્સલ સુવિધાને જ છૂટ આપવામાં આવી છે. જ્યારે કે અન્ય વેપાર ધંધા દુકાનો સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

Jul 7, 2020, 07:47 AM IST

જામનગરમાં આફ ફાટ્યું, કાલાવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો: રાજ્યના 210 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના કાલાવડમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જામનગરના ધ્રોલ ખાતે 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

Jul 6, 2020, 10:07 PM IST

રાજકોટમાં વરસાદથી આજી-3 ડેમમાં પાણીની આવક, આસપાસના ગામોને કરાયા એલર્ટ

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પડેલા વરસાદને કારણે ન્યારી-2 ડેમની 20 ફૂટની સાપટી પાર થતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ન્યારી-2 ડેનું પાણી આજી-3 ડેમમાં પહોંચતું હોવાથી ડેમની આસપાસના ગામોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

Jul 6, 2020, 08:39 PM IST

રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં દિવસ દરમિયાન 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના કાલાવડમાં દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

Jul 6, 2020, 03:59 PM IST

દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 12 ઇંચ તો દિવસમાં 17 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે. 

Jul 5, 2020, 09:37 PM IST

રાજ્યમાં જામ્યો ચોમાસાનો માહોલ, આજે 155 તાલુકામાં મેઘરાજાની પધરામણી, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. 

Jul 5, 2020, 07:02 PM IST

વરસાદી માહોલને લઈ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા આપી સૂચના

સ્થાનિકકક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા પંચાયત અને અન્ય કચેરીઓના એન્જિનિયરોની યાદીઓ મંગાવી મકાન નુકસાનની આકારણીની ટીમો પહેલેથી તૈયાર રાખવી. 
 

Jul 5, 2020, 06:34 PM IST

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.
 

Jul 5, 2020, 06:15 PM IST