રાજસ્થાન

સચિન પાયલટ જૂથના ધારાસભ્યોની અયોગ્યતાના મામલે HC ના નિર્ણય વિરૂદ્ધ SC માં અરજી

રાજસ્થાન વિધાનસભા કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ 24 જુલાઇના રોજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોની વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહીને સ્થગિત કરીને રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Jul 31, 2020, 08:05 PM IST

રાજસ્થાન: જેસલમેરના આ પેલેસમાં શિફ્ટ થશે કોંગ્રેસ ધારાસભ્ય, કડક સુરક્ષા વ્યવસ્થા

રાજસ્થાન (Rajasthan)ની આશોક ગેહલોત (Ashok Gehlot) સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. ધારાસભ્યોની ખરીદી રોકવા માટે સીએમ અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોને છેલ્લા કેટલાક દિવસથી જયપુરની હોટલ ફેરમાઉન્ટમાં રાખ્યા હતા. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે, આ ધારાસભ્યો આજે જેસલમેર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Jul 31, 2020, 03:30 PM IST

કોંગ્રેસમાં સામેલ થનાર 6 બસપા ધારાસભ્યોને HC ની નોટિસ, 11 ઓગસ્ટ સુધી માંગ્યો જવાબ

BSPની ટિકીટ્પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતનાર 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતાં રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ જાહેર કરવામાં આવી છે. બસપાના 6 ધારાસભ્યોને રાજસ્થાનની ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિલય કરી લીધું હતું.

Jul 30, 2020, 07:46 PM IST

BSP ધારાસભ્યો ગેહલોત વિરુદ્ધ મત આપશે, કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી: માયાવતી

બસપા (BSP) સુપ્રીમો માયાવતી (Mayawati) એ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાન (Rajasthan) ચૂંટણીના બસપાના ધારાસભ્યોનો વિલય કરી લીધો. અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે. 

Jul 28, 2020, 01:01 PM IST

રાજસ્થાનના રણમાં નવો વળાંક, કોંગ્રેસનો દાવો- પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો સંપર્કમાં

કોંગ્રેસે દાવો કર્યો છે કે પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો તેના સંપર્કમાં છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે, ત્રણ ધારાસભ્યો 48 કલાકની અંદર હોટલમાં પહોંચી જશે. 

Jul 27, 2020, 04:43 PM IST

સ્પીકરે ન કરી BJP MLA મદન દિલાવરની અરજી પર કાર્યવાહી, હાઇકોર્ટમાં ફેંક્યો પડકાર

ભાજપ, ધારાસભ્ય મદન દિલાવર તરફથી બસપાના છ ધારાસભ્યના કોંગ્રેસમાં વિલય વિરૂદ્ધ સ્પીકર સમક્ષ દાયક તેમની ફરિયાદ અરજીમાં ચાર મહિનાથી કાર્યવાહી ન થતાં હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે.

Jul 27, 2020, 02:08 PM IST

રાજસ્થાન વિધાનસભા સ્પીકરે 19 ધારાસભ્યો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી

રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ 19 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે કેસની સુનાવણી થઇ, સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે અરજી પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી.

Jul 27, 2020, 12:04 PM IST

ગાંધીનગર: મંજૂરી વગર દેખાવો કરવાના પ્રયત્નમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધાનાણી સહિત 20ની અટકાયત

લોકશાહી બચાવો હેઠળ ગુજરાત કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને પગલે દેશના તમામ રાજભવન બહાર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતમાં પણ રાજભવન સામે દેખાવો કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સરકીટ હાઉસ પાસે ભેગા થયા હતાં. જો કે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

Jul 27, 2020, 11:40 AM IST

રાજસ્થાન: બાગી ધારાસભ્યોના મામલે સુપ્રીમમાં સુનાવણી આજે, BSP એ કોંગ્રેસને આપ્યો ઝટકો

રાજસ્થાન (Rajasthan) સરકારના બાગી ધારાસભ્યોના મામલે વિધાનસભા સ્પીકરની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સોમવારે સુનાવણી કરશે. આ મામલે સચિન પાયલટ અને અન્ય બાગી ધારાસભ્યની અરજી પર રાજસ્થાન હાઇકોર્ટનો શુક્રવારે ચૂકાદો આવવાનો હતો

Jul 27, 2020, 10:16 AM IST

રાજસ્થાન: સત્તાની જંગમાં જબરદસ્ત વળાંક, BJPએ કોંગ્રેસ વિરુદ્ધ વોટિંગ માટે વ્હિપ બહાર પાડ્યું

રાજસ્થાન(Rajasthan) ના રાજકીય ઘટનાક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. બહુજન સમાજ પાર્ટી (BSP)એ ગત વર્ષે કોંગ્રેસમાં સામેલ થવા માટે પાર્ટી છોડનારા છ ધારાસભ્યોને વિધાનસભામાં શક્તિપરીક્ષણ દરમિયાન સત્તાધારી પાર્ટી કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા માટે રવિવારે વ્હિપ જાહેર કર્યો છે. વ્હિપ બહાર પાડીને તેમણે કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે. 

Jul 27, 2020, 07:25 AM IST

ઉદેપુરની હોટલમાંથી જુગાર રમતા 59 ગુજરાતીઓ ઝડપાયા, રાજસ્થાન જુગારીઓ માટે સ્વર્ગ બન્યું

રાજસ્થાનનું ઉદેપુર ગુજરાતી વેપારીઓ માટે જુગારધામ બની ચુક્યું છે. ગુજરાતમાંથી રમવા પહોંચેલા 69 જુગારીઓને રાજસ્થાન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. આ જુગાર અંગે એટીએસને બાતમી મળતા પોલીસ કાફલો હોટલ પર પહોંચ્યો હતો. જ્યાં હોટલના કિચન તરફથી વેઇટર જોવા મળ્યો હતો. તેની પુછપરછ કરતા મૌલિક પટેલ ઉર્ફે ભુરો પટેલ ગ્રુપ લઇને પરમ દિવસે સાંજે હોટલમાં ચેક ઇન થયો હોવાનું સામે આવ્યું હતું. 

Jul 27, 2020, 12:29 AM IST

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય

રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય સંકટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે અશોક ગેહલોત (Ashok Gehlot)  સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રા (Kalraj Mishra)ને મોકલ્યો છે. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવમાં 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરાઈ છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટને લઈને કોઈ ઉલ્લેખ નથી કરાયો. તેમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. કોરોનાની સાથે સાથે અન્ય બિલો ઉપર પણ ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે. 

Jul 26, 2020, 03:08 PM IST

રાજ્યપાલને થોડીવારમાં મળશે ગેહલોત, ભાજપ પ્રતિનિધિમંડળ પણ કરશે મુલાકાત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટ બેઠક બોલાવી છે. તેમાં વિધાનસભા સત્ર બોલાવવાને લઇને રાજ્યપાલ કલરાજ મિશ્રાને ફરી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા થશે. ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલથી મળવા જશે. જો કે, આ બધા પહેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઇ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે સાંજે 5 વાગ્યે ભાજપ પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાસ સાથે મુલાકાત કરશે.

Jul 25, 2020, 04:45 PM IST

વિધાનસભાનું સત્ર કેમ બોલાવવું? રાજ્યપાલે અશોક ગેહલોત સરકારને પૂછ્યા છ સવાલ

Rajasthan politics news: સીએમ અશોક ગેહલોતે કેબિનેટની સાથે રાજ્યપાલના તે પત્રની ચર્ચા કરી જેમાં તેમણે વિધાનસભા સત્ર બોલાવવાનું કારણ પૂછ્યુ છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ છ પાસાઓ પર સરકાર પાસે જવાબ માગ્યો છે. 

Jul 25, 2020, 07:34 AM IST

રાજસ્થાન HCએ સચિન પાયલટ અને સાથી ધારાસભ્યોને આપી મોટી રાહત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં આજે હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. 

Jul 24, 2020, 11:32 AM IST

રાજસ્થાન કેસ: હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

​રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સીપી જોશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈકોર્ટે 24 જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પહેલા HCનો ચુકાદો આવી જાય, ત્યારબાદ સોમવારે આ મામલે સુનાવણી થશે. 

Jul 23, 2020, 01:02 PM IST

ગેહલોતે PM મોદીને પત્ર લખીને કહ્યું- ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું થઇ રહ્યું છે કાવતરું

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

Jul 22, 2020, 08:58 PM IST

રાજસ્થાન: સ્પીકરે SC માં કહ્યું- મને કારણ દર્શક નોટીસ આપવાનો અધિકાર, પાયલટ- અમારો પક્ષ પણ સાંભળો

રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીનો રાજકીય ડ્રામા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Jul 22, 2020, 04:05 PM IST

સચિન પાયલટને રાજસ્થાન HCથી મળી મોટી રાહત, 24 જુલાઇ સુધી કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર

રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કોર્ટે સચિન પાયલટ (Sachin Pilot)ને રાહત આપતા કહ્યું કે, સ્પીકરની કાર્યવાહી પર શુક્રવાર (24 જુલાઇ) સુધી રોક લગાવવામાં આવી છે.

Jul 21, 2020, 04:57 PM IST

રાજસ્થાન સરકારનું નવું ફરમાન, CBI તપાસ માટે લેવી પડશે મંજૂરી

રાજસ્થાન (Rajasthan) સરકારે રાજકીય સંકટ વચ્ચે CBI તપાસને લઇને મોટો નિર્ણય લીધો છે. પ્રેદશમાં હવે CBI સીધી કોઇ કેસની તપાસ કરી શકશે નહીં. કોઇપણને કેસની તપાસ પહેલા રાજ્ય સરકારની મંજુરી લેવી પડશે. પ્રદેશના ગૃહ વિભાગે આ સંબંધમાં સૂચના જારી કરી છે.

Jul 20, 2020, 08:57 PM IST