રાજસ્થાન

શું છે ભારતમાં ફોન ટેપીંગના નિયમ, કોણની મંજૂરીથી ટેપ થઇ શકે છે ફોન

રાજસ્થાનમાં ઓડિયો ટેપ વાયરલ થવાનો મામલો ખુબ ચર્ચામાં છે. આ ટેપ ધારાસભ્યોની ખરીદી સાથે જોડાયેલો છે. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે કેસ નોંધાવ્યો હતો. જાણો છો ભારતમાં ફોન ટેપીંગના શું નિયમ છે. કોઇપણ વ્યક્તિનો ફોન કયા આધાર પર ટેપ થઈ શકે છે. તેના માટે કોની મંજૂરી લેવી પડે છે.

Jul 20, 2020, 04:31 PM IST

ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?

રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?

Jul 20, 2020, 02:44 PM IST

રાજસ્થાન: આ 3 ધારાસભ્યોએ કર્યું કઈંક એવું....કે પોતાની જ ગેમમાં ફસાઈ ગયા સચિન પાયલટ! 

રાજસ્થાન (Rajasthan) માં રાજકીય ડ્રામા ચાલુ છે. આ રાજકીય ડ્રામાનો અંત ક્યારે થશે તે તો સમય જ જણાવશે. પરંતુ એ પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો આ સમગ્ર મામલે કેન્દ્રમાં આવી ગયા છે. જેમણે છેલ્લી ઘડીએ પોતાની નિષ્ઠા બદલીને સચિન પાયલટના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ. જેના દમ પર તેઓ અશોક ગેહલોતની સરકાર પાડવા માંગતા હતાં. આ બાજુ આદે રાજસ્થાનના રાજકારણમાં રોમાંચક દિવસ બની રહેવાની શક્યતા પણ છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને પક્ષપલટા કાયદા હેઠળ અપાયેલી નોટિસ પર હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. જેને લઈને રાજ્યમાં પાયલટ અને ગેહલોત 'જંગ'નો ક્લાઈમેક્સ ગણવામાં આવી રહ્યો છે. 

Jul 20, 2020, 08:32 AM IST

રાજસ્થાનમાં 'સત્તાના સંઘર્ષ'માં રસપ્રદ વળાંક, 2-3 દિવસમાં ફ્લોર ટેસ્ટ!

રાજસ્થાન (Rajasthan) માં સત્તાનો સંઘર્ષ રસપ્રદ વળાંકે આવી ગયો છે. ઝડપથી બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ સક્રિય થયું છે. ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ પાસે ફોન ટેપિંગ મામલે રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરીને બહુમતનો દાવો પણ કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર બુધવાર કે ગુરુવારે વિધાનસભા સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ ( Floor Test)  કરાવી શકે છે. એટલે કે રાજસ્તાનનું પિક્ચર હજુ બાકી છે. 

Jul 19, 2020, 10:04 AM IST

ગૃહ મંત્રાલયે ફોન ટેપીંગનો માગ્યો રિપોર્ટ, BJP નેતા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળ્યા

રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરીખ વિખવાદ રાજકીય બોર્ડમાં નવો વળાંક લઈ રહ્યો છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાનના પ્રધાન સચિવથી ફોન ટેપીંગ પર રિપોર્ટ માગ્યો છે. આ વચ્ચે સૂત્રોના અહેવાલથી સમાચાર આવી રહ્યાં છે કે રાજસ્થાન ભાજપના બે વરિષ્ઠ નેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પૂનિયા અને રાજેન્દ્ર રાઠોડ હરિયાણાના માનેસરમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળ્યા.

Jul 18, 2020, 11:31 PM IST

રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત

રાજસ્થાન (Rajasthan)માં આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે આવકવેરા વિભાગે (Income Tax)  જયપુર, દિલ્હી અને મુંબઇમાં તાત્કાલીક દરોડા પાડી કરોડોની રોકડ અને જ્વેલેરી જપ્ત કરી છે. વિભાગે રાજીવ અરોરા, સુનીલ કોઠારી અને રતનકાંત શર્માને ત્યાં દરોડા પાડ્યા તે દરમિયાન 12 કરોડની રોડક અને 1.7 કરોડની જ્વેલેરી જપ્ત કરી છે. આ તમામ લોકો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના મિત્રો જણાવવામાં આવી રહ્યાં છે.

Jul 18, 2020, 06:09 PM IST

રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસમાં ગરમાગરમી, હોર્સ ટ્રેડિંગ પર પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન

ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના ખુલાસા બાદથી પાર્ટીની અંદર જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. હકીકતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવે ભાજપ પર ઝારખંડ કોંગ્રેસના ચાર ધારાસભ્યોને પદ અને પૈસાની લાલચ આપીને ખરીદવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

Jul 18, 2020, 05:19 PM IST

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ, પૂર્વ CM વસુંધરા રાજેએ આખરે મૌન તોડી આપ્યું નિવેદન 

રાજસ્થાન (Rajasthan) માં જે રીતે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તેના પર પહેલીવાર ભાજપ (BJP) ના કદાવર નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાની ચૂપ્પી તોડીને નિવેદન આપ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થઆનની જનતાએ કોંગ્રેસના આંતરિક કલેહની કિંમત ચૂકવવી પડી રહી છે. કોંગ્રેસ સંપૂર્ણ દોષ ભાજપના માથે ઢોળવાની કોશિશ કરી રહી છે. 

Jul 18, 2020, 04:38 PM IST

BSP ચીફ માયાવતી CM ગેહલોત પર ભડક્યા, કહ્યું- 'રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો'

રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં વાયરલ ઓડિયોકાંડને લઈને આજે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં અને ત્યારબાદ બસપા ચીફ માયાવતી (Mayawati) એ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. 

Jul 18, 2020, 02:11 PM IST

ખરીદ-વેચાણ કેસમાં પાયલટ ખેમા સાથે પૂછપરછ કરવા પહોંચેલી SOGની ટીમ ખાલી હાથ પરત ફરી

ધારાસભ્યોની ખરીદ વેચાણ કેસમાં પૂછપરછ કરવા પહોંચેલી SOG ની ટીમે ખાલી હાથ પરત ફરવું પરત ફરવું પડ્યું છે. લગભગ અડધા કલાક સુધી હોટલ ITC ભારતમાં SOG એ તપાસ કરી. ધારસભ્ય ભવરલાલનું નામ હોટલના રજિસ્ટરમાં મળ્યું નહી.

Jul 17, 2020, 11:48 PM IST

નોટીસ કેસ: રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાયલટ જુથની અરજી પર સુનાવણી ટળી

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી પી જોશી દ્વારા કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટીસ પર સચિન પાયલટ જુથે રાજસ્થાન હાઇકોર્ટ શરણ લીધી છે.

Jul 16, 2020, 06:00 PM IST

ગેહલોતનો સચિન પાયલટ પર પ્રહાર, કહ્યું- સરકાર વિરૂદ્ધ કાવતરામાં સામેલ

મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સચિન પાયલટનું નામ લઇને અશોક ગેહલોતે કહ્યું કે તે સરકાર વિરૂદ્ધ કાવતરામાં સામેલ છે. ડેપ્યુટી સીએમ અને પીસીસી ચીફ પર રહેતાં ડીલ કરી રહ્યા છે. 

Jul 15, 2020, 05:31 PM IST

26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ

પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યું કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું આપ્યું છે. 
 

Jul 14, 2020, 03:27 PM IST

કોંગ્રેસના એક્શન પર સચિન પાયલટની ટ્વિટ, 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં'

 કોંગ્રેસ (congress) ના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટ (Sachin Pilot) ને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સચિન પાયલટે ટ્વિટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત કરી શકાતું નથી. 

Jul 14, 2020, 02:46 PM IST

કોંગ્રેસે સચિન પાયલટને રાજસ્થાનના ડે.સીએમ પદેથી હટાવ્યા

કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. જેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. 

Jul 14, 2020, 01:50 PM IST

વિધાયક દળની બેઠકમાં ન પહોંચ્યા સચિન પાયલટ, તેમને જોઈએ છે મુખ્યમંત્રી પદ!

રાજસ્થાન (Rajasthan) માં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચેક એન્ડ મેટ ગેમ ચાલુ છે. જેમાં ન તો ગેહલોત કે ન તો પાયલટ પાછળ હટવા તૈયાર છે. કોંગ્રેસ વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે. 

Jul 14, 2020, 11:27 AM IST

પાયલટ જૂથનો દાવો- 13 અપક્ષ MLAs પણ સંપર્કમાં, VIDEOમાં જોવા મળ્યાં આ ધારાસભ્યો

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. ચાલ પર ચાલ જોવા મળી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે ધડા જોવા મળી રહ્યાં છે. એવું લાગે છે કે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આજે ફરીથી વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં નહીં જાય. સચિન પાયલટે ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે. 

Jul 14, 2020, 09:40 AM IST

કોંગ્રેસે સમાધાન માટે સચિનને ફરી મોકલ્યું આમંત્રણ, આવતીકાલે ફરી ધારાસભ્યોની બેઠક

રાજસ્થાન (Rajasthan) પ્રદેશ કોંગ્રેસ (Congress)માં ચાલી રહેલા કલેહ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતા સચિન પાયલટને મનાવવામાં લાગ્યા છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot) અને ગેર હાજર ધારાસભ્યોને સમાધાનની તક આપવામાં આવી છે.

Jul 13, 2020, 11:52 PM IST

સચિન પાયલટ વિરૂદ્ધ કડક પગલાં લઇ શકે છે કોંગ્રેસ, ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)ના બાગી વલણ બાદ અશોક ગેહલોત (Ashok Gahlot)ની સરકાર સંકટમાં મુકાઇ ગઇ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે સચિન પાયલટ વિરૂદ્ધ પાર્ટી કડક પગલાં ભરી શકે છે.

Jul 13, 2020, 05:30 PM IST

રાજસ્થાનના રાજકીય નાટકમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, સચિન પાયલટ સાથે ફોન પર કરી વાત

કોંગ્રેસ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાનનો પ્રયત્ન કરવામાં લાગી છે. રાજસ્થાનના રાજકીય સંકટને ઉકેલવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને મળી છે. પ્રિયંકા વાઢેરાએ સચિન પાયલટને ફોન કરી વાતચીત કરી છે.

Jul 13, 2020, 05:13 PM IST