રાજસ્થાન

કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ હવે રાજસ્થાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે ખટાશના અહેવાલો આવી રહ્યાં છે. આ જ કારણે હવે સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ સચિન પાઈલટ પર બધાની નજર ટકેલી છે. 

Mar 13, 2020, 07:20 AM IST

International Women's Day: મહિલા શક્તિના હાથમાં છે આ રેલવે સ્ટેશનની કમાન, આ રેકોર્ડ જાણીને તમે પણ કરશો સલામ

કોઇપણ દેશ વિકાસના શિખર પર ત્યાં સુધી ન પહોંચી શકે, જ્યાં સુધી તેમાં મહિલાઓ ખભેથી ખભો મિલાવીને ન ચાલે. એટલા માટે મહિલાઓને રાષ્ટ્રની આંખો ગણવામાં આવે છે. રાજસ્થાન રણબાંકૂરોનો પ્રદેશ છે. ઇતિહાસ અહીં વીરોની ગાથાથી ગર્વિત છે. આજે પણ પ્રદેશના વિકાસમાં મહિલાઓ પોતાની ભાગીદારી દર્શાવી રહી છે.

Mar 8, 2020, 10:43 AM IST

યુવતીને કિડનેપ કરી કારમાં ગુજાર્યો સામુહિક બળાત્કાર, માંગી 2 લાખ રૂપિયાની ખંડણી

રાજસ્થાન (Rajasthan)ના ઉદેપુરમાં એક યુવતીની સાથે ગેંગરેપનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. ગેંગરેપની આ ભયાનક ઘટના ઉત્તર પ્રદેશના આગરાની રહેવાસી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરનાર યુવતી સાથે થઇ છે. પોલીસે છોકરીની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Mar 3, 2020, 09:54 AM IST

રાજસ્થાન: બુંદીમાં ભીષણ અકસ્માત, ટાયર ફાટતા બસ નદીમાં ખાબકી, 24 મુસાફરોના મોત

જિલ્લાના લાખેરીમાં એક પેસેન્જર બસ મેજ નદીમાં ખાબકતા 24 લોકોના જીવ ગયા છે. બસ નદીમાં પડવાથી લોકો ડૂબવા લાગ્યા હતાં. આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી. અકસ્માતનું કારણ ટાયર ફાટયુ હોવાનું કહેવાય છે. 

Feb 26, 2020, 01:03 PM IST
hanuman beniwal attack on rajasthan government for dalit youth murder PT1M33S

સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું, મુદ્દો છે દલિતની હત્યા

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું. રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા મામલે તેમણે ગેહલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત કરી હતી. હનુમાન બેનીવાલે કહ્યું કે કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતા અત્યાચાર માટે ગંભીર નથી. હનુમાન બેનીવાલે પીએમ મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું

Feb 23, 2020, 11:45 AM IST

આ રાજ્યની સરકારે બમ્પર નોકરીઓની જાહેરાત કરી, 53,000 નવી ભરતી કરાશે

મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં રાજસ્થાનનું બજેટ રજુ કર્યુ છે. બજેટને લઈને અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ આ બજેટ મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને રજુ કરી રહ્યાં છે.

Feb 20, 2020, 02:39 PM IST
Cylinder Blast In Sikar Of Rajasthan PT5M42S

રાજસ્થાનના સીકરમાં સિલિન્ડર બ્લાસ્ટ, જુઓ Live Video

રાજસ્થાનના સીકરમાં સિલિન્ડર બ્લાસ્ટ, જુઓ Live Video

Feb 13, 2020, 06:15 PM IST

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ, બન્યું દેશનું ચોથું રાજ્ય

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજ્યના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જીએ ગૃહમાં આશરે 2 કલાકે પ્રસ્તાવ રજૂ કર્યો, જે પાસ થઈ ગયો. ત્રણ રાજ્ય- કેરલ, રાજસ્થાન અને પંજાબ- નવા નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પહેલા જ પાસ કરી ચુક્યા છે.

Jan 27, 2020, 06:15 PM IST

CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.

Jan 27, 2020, 08:15 AM IST

બનાસકાંઠા: અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો અકસ્માત, 1નું મોત 10 ઘાયલ

અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. સમરવાડા નજીક ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.

Jan 11, 2020, 08:31 PM IST
deputy chief minister nitin Patel press conference on child death in gujarat PT8M15S

નીતિન પટેલે મીડિયાને કહ્યું, મુખ્યમંત્રીએ રાજીનામું આપવાનું હોવાની વાત ખોટી છે...

નાયબ‌ મુખ્યમંત્રી નીતિન પટેલે બાળકોના મૃત્યુ અંગે મીડિયાને જણાવ્યું કે, રાજસ્થાનના કોટાની ઘટના બન્યા પછી પણ રાજસ્થાન સરકારે કોઈ માહિતી મીડિયાને આપી નથી. રાજ્ય સરકારે તો મીડિયાને અને મેં પોતે જ માહિતી આપી છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને આગેવાનો રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે રાજીનામું આપવાની વાત કરી છે એમાં કોંગ્રેસ અને રાજીનામું માગવાનો કોઈ અધિકાર નથી.

Jan 6, 2020, 11:40 PM IST
Politics on Childs death in gujarat watch video PT9M10S

ગુજરાતમાં બાળકોના મોતના આંકડા સામે આવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ

રાજસ્થાનના કોટા અને બીકાનેર બાદ ગુજરાતમાં બાળકોનાં મોતના આંકડા સામે આવતાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ ગંભીર મુદ્દે કોંગ્રેસ રાજનીતિ કરશે તો જવાબ મળશે.

Jan 6, 2020, 10:30 AM IST
News Room Live: Importance News Of Today PT26M52S

News Room Live: જુઓ આજના મહત્વ પૂર્ણ સમાચાર ન્યુઝ રૂમ લાઈવમાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે. ગુજરાતના પ્રમુખ શહેરની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે.

Jan 5, 2020, 08:15 PM IST

રાજ્યમાં નવજાત બાળકોના મોત મામલે ડે.સીએમએ કહ્યું: મુત્યુદર ઘટ્યો છે, ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે.

Jan 5, 2020, 03:04 PM IST

નવજાત બાળકોના મોત: CM ગેહલોતના નિવેદન પર ડે.CM પાઈલટે વ્યક્ત કરી નારાજગી! જાણો શું કહ્યું?

રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) ના જે કે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોની મોતનો આંકડો રવિવાર સુધીમાં 110 પહોંચી ગયો છે. શનિવારે આ મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

Jan 5, 2020, 10:04 AM IST

રાજકોટમાં રાજસ્થાનવાળી, હવે રાજકોટમાં 1 માસમાં 111 શિશુનાં મોત

રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.

Jan 5, 2020, 09:45 AM IST
Rajkot: 111 Chidren Death in 1 Month PT25M29S

હવે રાજકોટમાં 1 માસમાં 111 શિશુનાં મોત, કોટા કરતાં પણ સ્થિતિ ખરાબ

રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે. 111માંથી 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં, જ્યારે 77નું વજન દોઢ કિલોથી ઓછું હતું. બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ નહીં હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી એમ તબીબી અધીક્ષક ડૉ. મનિષ મહેતા કહી રહ્યા છે.

Jan 5, 2020, 09:10 AM IST
Samachar Gujarat Morning News 05 January 2020 PT24M18S

સમાચાર ગુજરાત: રાજ્યમાં 7-8 જાન્યુઆરીએ માવઠાની અસર

મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટમાં ય એક જ મહિનામાં 101 નવજાત શિશુઓના મોત થયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગ ભલે ગમે તેટલાં બણગાં ફુંકે પણ ગુજરાતમાં બાળમૃત્યુની આ કડવી વાસ્તવિકતા છે. નવજાત શિશુઓના મોતને લઇને ઉત્તર પ્રદેશ અને રાજ્સૃથાન સરકાર ચર્ચામાં રહી છે. જોકે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઘણો મોટો છે.

Jan 5, 2020, 08:45 AM IST

કોટામાં 34 દિવસમાં 107 અને બુંદીમાં પણ એક જ મહિનામાં 10 માસૂમ ભૂલકાઓએ જીવ ગુમાવ્યાં

કોટાની (Kota) જે કે લોન હોસ્પિટલ (J K Lon Hospirtal) માં 34 દિવસમાં બાળકોના મોત ( Death) નો આંકડો 107 સુધી પહોંચી ગયો છે. જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત બાદ શનિવારે આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા  પણ પીડિત પરિવારના ઘરે પહોંચ્યાં અને તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમના દુ:ખ દર્દ જાણ્યાં.

Jan 4, 2020, 01:22 PM IST

કોટા: જેકે લોન હોસ્પિટલમાં મચ્યો હાહાકાર, માસૂમોની સંખ્યા 102ને પાર

જિલ્લાની જેકે હોસ્પિટલમાં માસૂમોના મોત અટકવાનું નામ લઇ રહી નથી. ડિસેમ્બરથી માંડીને અત્યાર સુધી 102 બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં સંશોધનોમાં અભાવ છે તો ચારેય તરફ ગંદકી પણ ફેલાયેલી છે. સંભાગની સૌથી મોટી હોસ્પિટલ વેન્ટીલેટર પર છે તો આ બાળકોના મોત આખા દેશમાં રાજકારણ પણ થઇ રહ્યું છે.

Jan 2, 2020, 02:08 PM IST