રાજસ્થાન

ગાય અને બળદના લગ્ન કરવવાનો અનોખી રસમ, વીડિયો વાયરલ

ગાય અને બળદના લગ્ન કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલ ડુકા ગામનો છે. જ્યાં એક અનોખી પરંપરા મુજબ ગાય અને બળદના વિધીવત રીતે લગ્ન કરવામાં આવે છે. 
 

Sep 7, 2019, 07:02 PM IST
Mahisagar: Locals Marry Off Cow And Buffalo PT2M30S

VIDEO: કોણે કરાવ્યા ગાય અને બળદના લગ્ન?

રાજસ્થાનના ડુંગરપુરમાં ગાય અને બળદના લગ્નનો વીડિયો વાયરલ થયો છે. લગ્ન માટે ગણેશ સ્થાપના, પીઠી, જમણવાર સહિતની રસમો કરાઈ. મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ લગ્ન કરાવ્યા.

Sep 7, 2019, 05:55 PM IST

RSSની પુષ્કર બેઠકમાં અખંડ ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા પર થશે મંથન, ભાજપ નેતા રહેશે હાજર

બેઠક દરમિયાન સંઘ તથા તેના આનુષાંગીક સંગઠન આંધ્રપ્રદેશની બેઠકમાં નક્કી કરેલા ત્રણેય મુદ્દાઓ પર કાર્યનો અહેવાલ આ બેઠકમાં રજુ કરશે

Sep 6, 2019, 10:31 PM IST

4 આતંકીઓ ISI એજન્ટ સાથે ભારતમાં ઘૂસ્યા, રાજસ્થાન-ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ અલર્ટ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સોમવારના રોજ પાકિસ્તાનના ISI એજન્ટ સાથે ચાર સભ્યો રાજસ્થાન ગુજરાતની સરહદમાં દાખલ થયા છે. જાણકારી મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર કરાયો છે. મળતી માહિતી મુજબ આઈએસઆઈ એજન્ટ સાથે ચાર સભ્યો અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર દેશમાં દાખલ થયા છે. ત્યારબાદ રાજસ્થાન ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં હાઈ અલર્ટ જાહેર કરાયો છે. 

Aug 20, 2019, 09:13 AM IST
Video of man hanging at light wire PT1M17S

નીચે પૂર અને ઉપર વીજળીના વાયર સાથે સ્ટન્ટ ! ચોંકાવનારો વીડિયો

રાજસ્થાનના ભીલવાડાના ચોંકાવનારો વીડિયો વાઇરલ થયો છે. રાજસ્થાનમાં ભારે વરસાદ છે જેના કારણે સેંકડો લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. અજમેર, જોધપુર, બીકાનેર, વનસ્થલી, ભીલવાડા અને સીકરમાં ક્રમશ: 104.5 મિમી, 88.2 મિમી, 79 મિમી, 42.1 મિમી, 41 મિમી અને 37.4 મિમી વરસાદ પડ્યો છે.

Aug 19, 2019, 01:05 PM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી નિર્વિરોધ રાજ્યસભામાં ચૂંટાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા છે. મનમોહન સિંહને 19 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે. 
 

Aug 18, 2019, 11:21 PM IST

રાજસ્થાન બોર્ડર પર BSF-વાયુસેના હાઇએલર્ટ પર, પાકિસ્તાનની ઘૂસણખોરીની આશંકા

જેસલમેરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પશ્ચિમ બોર્ડરમાં BSF અને ભારતીય વાયુસેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પાકિસ્તાનથી મુઝાહિદ્દીન બટાલિયન ઘૂસણખોરી કરી શકે છે

Aug 9, 2019, 01:10 PM IST
Flood situation at Maharastra, Karnataka and Madhya Pradesh PT4M17S

મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ

મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.

Aug 9, 2019, 12:05 PM IST

એક બકરાનું વજન છે 220 કિલો અને કિંમત જાણીને નાખશો મોઢામાં આંગળા...!

હમીરપુર જિલ્લામાં કુરબાની માટે આવેલો એક બકરો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તમે આવો બકરો ક્યારેય જોયો પણ નહીં હોય કે તેના વિશે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. આ બકરાની કિંમત રૂ.8 લાખ છે અને તેનું વજન 220 કિલો છે...
 

Aug 7, 2019, 09:44 PM IST
Heavy rain at UP, MP, Rajasthan and Maharastra PT3M49S

વરસાદને કારણે યુપી, એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બેહાલ, લેટેસ્ટ પરિસ્થિતિ જાણો એક ક્લિક પર

વરસાદને કારણે યુપી, એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બેહાલ છે. અહીં ભારે વરસાદ નોંધાયો છે.

Jul 29, 2019, 10:35 AM IST

જયપુરની હોસ્પિટલમાં લાગી આગ, 25 બાળકોનું કરાયું રેસ્ક્યૂ

રાજસ્થાનની રાજધાની જયપુરના જેકે લોન હોસ્પિટલમાં રવિવાર મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આઇસીયૂ વોર્ડમાં ધૂમાડો ઉઠી રહ્યો હતો. જે કારણે ત્યાં આગ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

Jul 29, 2019, 10:33 AM IST
rajasthan rain 28 07 2019 PT1M29S

રાજસ્થાનમાં ભારે વરસાદ 22 લોકોનાં મોત...

રાજસ્થાનમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરસ વરસાદનાં પગલે નદી-નાળા છલકાઇ ગયા છે. અનેક રસ્તાઓ પણ તુટી ગયા છે. જ્યારે વિવિધ ઘટનાઓમાં માત્ર રાજસ્થાનમાં જ કુલ 22 લોકોનાં મોત નિપજ્યા છે.

Jul 29, 2019, 12:05 AM IST
Fire bardoli  28 07 2019. PT49S

ચાલુ વરસાદે બારડોલીની એક દુકાનમાં આગ...

બારડોલમાં હાલ સાર્વત્રીક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે મુખ્ય બજારમાં એક દુકાનની બહાર રહેલા મીટરમાં અચાનક ભડકો થઇને આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. ફાયરે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. તાકીદે પગલા લેવાતા કોઇ મોટુ નુકસાન નિવારી શકાયું હતું.

Jul 28, 2019, 11:50 PM IST
vav rain  28 07 2019 PT1M36S

વાવમાં બે કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ ખાબક્યો...

બનાસકાંઠાના વાવમાં 2 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર પડી છે. જો કે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં અને નાગરિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Jul 28, 2019, 11:50 PM IST
all rain gujarat 28 07 2019 PT2M9S

ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો જાણવા કરો ક્લિક...

ગુજરાતમાં મોટા ભાગનાં જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતનાં 29 જિલ્લાઓનાં 100થી વધારે તાલુકાઓમાંવરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે નહી પરંતુ સામાન્ય વરસાદ પડ્યો હતો. જો કે આ વરસાદનાં પગલે ખેડૂતોમાં રાહતની લાગણી થઇ છે.

Jul 28, 2019, 11:45 PM IST
MP Gadi 28 07 2019 PT57S

મધ્યપ્રદેશમાં ટેમ્પો ડુબવાનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે...

મધ્યપ્રદેશમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશનાં સિહોરમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક છોટા હાથી જ પાણીમાં ગરક થઇ જાય છે. તેનાં માલિકો તેને બચાવવા માટે પ્રયાસો કરે છે પરંતુ તે પાણીમાં સ્પષ્ટ રીતે ગરક થતો જોઇ શકાય છે.

Jul 28, 2019, 11:40 PM IST
Over all rain 28 07 2019 PT3M44S

ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો...

ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. ત્રણ જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગમાં કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા માટે કરો ક્લિક...

Jul 28, 2019, 09:55 PM IST
Rain In Delhi 28 07 201990123 PT37S

દિલ્હીમાં વરસાદ પડતા ધુંધવાયેલા દિલ્હીવાસીઓને હાશકારો...

દિલ્હીમાં છેલ્લા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. પ્રદુષણનાં કારણે હંમેશા ત્રસ્ત રહેતા દિલ્હી વાસીઓને ચોમાસાની સિઝનમાં જ ચોખ્ખી હવા મળતી હોય છે. જો કે ચોમાસુ ચાલુ થયાનો એક સામાન્ય વરસાદ બાદ વરસાદ જ નહી આવતા દિલ્હીવાસીઓ અકળાયેલા હતા. જો કે હવે વરસાદ આવતા તેમને હાશકારો થયો છે.

Jul 28, 2019, 09:35 PM IST
Rain In Nadiad28 07 20199 PT40S

નડિયાદમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ...

સમગ્ર ગુજરાતમાં વરસાદ છે જો કે મધ્યગુજરાત અને ખાસ કરીને અમદાવાદની આસપાસનાં જિલ્લાઓમાં વરસાદની પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. ત્યારે નડિયાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આ વરસાદનાં પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Jul 28, 2019, 09:30 PM IST
Rain In Surat 28 07 2019 PT2M22S

સુરતમાં વરસાદનાં પગલે સુરતીમાં ખુશીનો માહોલ...

સમગ્ર ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદ આવતો રહે છે. જેનાં કારણે જનજીવન પર સામાન્ય અસર પડી છે. જો કે પહેલાથી જ પોતાનાં મસ્ત અંદાજનાં કારણે જાણીતા સુરતીઓ ગેલમાં આવી ગયા છે.

Jul 28, 2019, 09:25 PM IST