રાહુલ ગાંધી

આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે પડી

મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. તેઓ સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ સહિત અલગ અલગ 5 સ્થળોએ  ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. આજે રાહુલ ગાંધી સુરત (Surat) માં આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને પગલે બુધવારે SPG અને ગુજરાત પોલીસે રિહર્સલ કર્યું. એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે. 

Oct 10, 2019, 08:31 AM IST

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા શું ઉખડવા માંડ્યા છે? આ સવાલ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ સતત ઉઠી રહ્યાં છે.

Oct 10, 2019, 07:58 AM IST

આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ વિશે કરી હતી ટિપ્પણી

આવતીકાલે કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે. 

Oct 9, 2019, 05:18 PM IST

રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના સંકટ પર કહ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીમાં ખાલીપણાના સ્થિતિ છે. તેમનું અધ્યક્ષ પદ છોડવું કોંગ્રેસ માટે મોટી સમસ્યા છે. અમારા નેતાઓ ચાલ્યા ગયા

Oct 9, 2019, 10:53 AM IST

રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચારો પર ભાજપનો કટાક્ષ, બચાવમાં આવ્યા અભિષેક મનુ સિંઘવી

સિંઘવીએ ટ્વીટ કર્યું, 'કોઈ વ્યક્તિના અંગત જીવન અને જાહેર જીવન સાથે મિક્સ ન કરવું જોઈએ. તે જરૂરી છે કે આપણે દરેકની અંગતતાને જાળવી રાખીએ. આ કોઈપણ પ્રોગ્રેસિવ અને લિબરલ ડેમોક્રેસી માટે જરૂરી છે.'
 

Oct 6, 2019, 06:05 PM IST

મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણી માથે અને રાહુલ ગાંધી શું ખરેખર બેંગકોક જતા રહ્યાં છે? ભાજપે સાધ્યું નિશાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. આવામાં  એવા અહેવાલો આવી રહ્યાં છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેંગકોક જતા રહ્યાં છે. રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચાર એટલા માટે પણ મહત્વના ગણવામાં આવી રહ્યાં છે કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ પાર્ટી ભયંકર આંતરિક વિખવાદ સામે ઝઝૂમી રહી છે. 

Oct 6, 2019, 09:49 AM IST

'મેરા યાર ઈમરાન ખાન... જીવે જીવે ઈમરાન ખાન,' ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના ભાષણ દરમિયાન કાશ્મીર રાગ આલાપવાની અને પોતાની વાતોના સમર્થનમાં કોંગ્રેસને કોટ કર્યા બાદ ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

Sep 28, 2019, 09:25 AM IST

શું રાહુલ ગાંધી રાજકીય વનવાસ તરફ આગળ વધી રહ્યા છે? માતા-બહેને સંભાળી પાર્ટી

લોકસભા ચૂંટણીમાં(Loksabha Election) પરાજય થયા પછી કોંગ્રેસના(Congress) નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi) રાજકારણમાં સક્રિયતા ઘણી ઓછી થઈ ગઈ છે. કોંગ્રેસના અધ્યક્ષપદેથી(Congress President) રાજીનામું આપ્યા પછી રાહુલ ગાંધી રાજનીતિની મુખ્યધારામાંથી દૂર થતા જઈ રહ્યા છે.

Sep 18, 2019, 10:29 PM IST

આખરે શું કામ રાહુલ ગાંધી કોંગ્રેસની બેઠકોને અવગણી રહ્યાં છે? પાર્ટીએ કરવી પડી સ્પષ્ટતા 

કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections)માં ઉમેદવારો પર નિર્ણય માટે અત્રે પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. જો કે બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ગેરહાજરીને વધુ નોટિસ કરાઈ. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીના કાર્યાલયે કહ્યું કે તેઓ બેઠકમાં સામેલ ન થયા કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી સમિતિના સભ્ય નથી. 

Sep 15, 2019, 09:24 AM IST

ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

Sep 7, 2019, 01:50 PM IST

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી દરમિયાન પાંચ દિવસમાં અમદાવાદમાં ADC બેંકમાં 745 કરોડની નોટ બદલવામાં આવી હતી. આવુ નિવેદન આપવા મામલે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. 

Sep 7, 2019, 11:14 AM IST

MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી, પટવારી પર સર્વસંમતી

મધ્યપ્રદેશનાં રાજનીતિક ગલિયારાઓમાં શુક્રવારે એક સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેના અનુસાર કહેવાઇ રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને અલ્ટીમેટ આપ્યું છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે પોતાનાં અલ્ટીમેટમમાં તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે, જો તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ નહી બનાવવામાં આવે તો તેઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેશે અને પાર્ટી પણ છોડી દેશે.

Aug 30, 2019, 04:32 PM IST

કારમાં બેઠા હતાં રાહુલ ગાંધી, અચાનક એક યુવકે આવીને KISS કરી લીધી, જુઓ VIDEO

કેરળમાં આવેલા પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરવા પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ પહોંચેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બુધવારે અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

Aug 28, 2019, 03:34 PM IST

કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધીએ સૂર બદલ્યા તો પાકિસ્તાનના મંત્રી ભડકી ગયા, આપ્યું 'આ' નિવેદન

રાહુલ ગાંધીએ આજે પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર મુદ્દે જે ફટકા માર્યા તેનાથી પાકિસ્તાન હવે અકળાયું છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ હુસૈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

Aug 28, 2019, 02:31 PM IST

કાશ્મીર મામલે હવે રાહુલના બદલાયા સૂર, પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું- 'તે ભારતનો આંતરિક મુદ્દો'

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદને એટલો હોબાળો મચાવ્યો કે હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે.

Aug 28, 2019, 10:18 AM IST

RBIના ફંડ અંગે રાહુલ ગાંધીના નિવેદન અંગે નિર્મલા સીતારમણનો જવાબ

નાણામંત્રીએ જણાવ્યું કે, દેશના ઉદ્યોગપતિઓએ ડરવાની કોઈ જરૂર નથી, તેઓ નિર્ભય રહીને વેપાર કરે 
 

Aug 27, 2019, 07:30 PM IST

રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક વ્યાપાર સમજી બેઠા. મે કહ્યું હતું કે, જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો ખીણની મુલાકાત લો. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, નજરકેદ લોકો, નેતાઓ અને સેનાને મળીશ. આ અંગે મે કહ્યું કે, આનો સ્વિકાર કરી શકીએ નહી અને તેને તંત્ર પર જ છોડી દઇશ.

Aug 26, 2019, 07:47 PM IST

પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગત્ત શનિવારે (24 ઓગષ્ટ) કાશ્મીર ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત 11 અન્ય વિપક્ષી નેતાઓને શ્રીનગર (Srinagar) હવાઇ મથકથી જ પરત જ મોકલી દેવાયા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વીટ કર્યું. ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના લોકોની સ્વતંત્રતા અને નાગરિક આઝાદી પર અંકુશ લગાવતા 20 દિવસ થઇ ગયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન સામે આવ્યા બાદથી જ તેઓ પાકિસ્તાની મીડિયા (Pakistan) ના પોસ્ટર બોય બની ગયા છે. પાકિસ્તાની મીડિયામાં તેમનું આ નિવેદન સમાચારોમાં છવાયેલું છે અને તેમનાં આ નિવેદનને ચગાવી રહ્યા છે.

Aug 26, 2019, 12:32 AM IST

રાહુલની કાશ્મીર યાત્રા અંગે સત્યપાલ મલિકે કહ્યું અહીં તેમની કોઇ જરૂર નથી

રાજ્યનાં રાજ્યપાલે કહ્યું કે, સદ્ભાવનાથી રાહુલ ગાંધીને સદ્ભાવનાથી આમંત્રીત કર્યા હતા, પરંતુ તેમણે રાજનીતિ શરૂકરી દીધી

Aug 24, 2019, 08:13 PM IST

રાહુલ ગાંધી નીકળ્યા જમ્મુ-કાશ્મીર જવા, જાણો મિનીટ ટુ મિનીટના અપડેટ

જમ્મુ અને કાશ્મીરથી મોદી સરકાર તરફથી હટાવવામાં આવેલ આર્ટિકલ 370 બાદ ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીની સાથે આજે શ્રીનગર જઈ રહ્યું છે. 11 કોંગ્રેસ નેતાઓ સાથેના કોંગ્રેસી પ્રતિનિધિ મંડળની સાથે રાહુલ ગાંધી દિલ્હી એરપોર્ટ પર વિમાનમાં બેસી ગયા છે. પરંતુ સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી બહાર નીકળવા નહિ દેવાય. તેમણે શ્રીનગર એરપોર્ટથી પરત દિલ્હી મોકલી દેવામાં આવશે.

Aug 24, 2019, 12:04 PM IST