રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની હૈયાવરાળ બાદ કોંગ્રેસી નેતાઓ ભોંઠા પડ્યા, કમલનાથે સ્વિકારી હારની જવાબદારી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દુખ વ્યક્ત કરાયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી સ્વિકારી હતી

Jun 27, 2019, 08:27 PM IST
Rahul Gandhi's Statement To Find New Face For Congress Leadership PT3M41S

જુઓ કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષપદને લઈને શું આપ્યું નિવેદન

અધ્યક્ષ પદ પર બન્યા રહેવાની અપીલ બાદ કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષનો નવો ચહેરો જલ્દીથી શોધવામાં આવે.

Jun 26, 2019, 01:45 PM IST

હું કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માંગતો નથી, બિન ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો સાતે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે તેઓ સંગઠનમાં અધ્યક્ષ પદ પર રહેવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે બિનગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ તરીકે હોવા જોઈએ. 

Jun 26, 2019, 12:11 PM IST

અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !

લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા હતા. અધીર રંજન ચૌધીરીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, એનડીએ સરકારને પોતાની પ્રશંસા સાંભળવાનો નશો છો અને તેઓ પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિઓને સ્વિકારવા નથી માંગતી. બીજી તરફ ચૌધરીએ કેન્દ્ર સરકાર પાસે એક અનોખીમાંગ કરતા કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન (abhinandan varthaman) ને પુરસ્કાર મળવું જોઇએ અને તેમની મુછોને રાષ્ટ્રીય મુછ જાહેર કરવામાં આવવી જોઇએ. 

Jun 24, 2019, 06:34 PM IST

મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'

રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે.

Jun 24, 2019, 07:35 AM IST

ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ

યોગ દિવસના અવસરે આખી દુનિયા યોગમય બની ગઈ હતી અને દેશમાં પણ યોગની ધૂમ મચી હતી ત્યારે રાહુલ ગાંધીએ યોગ અને સેનાને લઈને કરેલી ટ્વીટથી ખુબ વિવાદ ઊભો  થયો છે. 

Jun 23, 2019, 01:54 PM IST

કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય લેવામાં આવેલો છે. 

Jun 23, 2019, 10:45 AM IST

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટી માટે અજીબ સ્થિતિ પેદા  કરી છે. સલમાન ખુર્શીદ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અને તેમની પાર્ટીને મળેલી હાર પર બોલી રહ્યાં હતાં. સલમાન ખુર્શીદે પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારતા કહ્યું કે ચૂંટણીમાં પીએમ મોદીના નામની સુનામી આવી હતી, અમે બસ કોઈ રીતે જીવતા બચી ગયાં.

Jun 23, 2019, 07:22 AM IST

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ

ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં.

Jun 22, 2019, 02:58 PM IST

રાહુલના યોગ પ્રસંગ પર વ્યંગ, પરેશ રાવળે કહ્યું તમારા કરતા કુતરાઓ પણ સ્માર્ટ

રાહુલ ગાંધીનો યોગ દિવસ પર કરવામાં આવેલા વ્યંગ અંગે વિવાદ વધી રહ્યો છે. યોગ દિવસના પ્રસંગે રાહુલ ગાંધીએ સેનાનાં જવાનો અને સ્નિફર ડોગ પાસે પણ યોગ કરાવતા હોવાની તસ્વીરો ટ્વીટ કરી હતી. આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. આ તસ્વીરમાં જવાનોની સાથે સેનાનાં ડોગ્સ પણ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ વ્યંગ કર્યો હતો. 

Jun 21, 2019, 09:50 PM IST

રાહુલ ગાંધીએ યોગની સાથે સાથે સેનાનો પણ ઉડાવ્યો મજાક, ટ્વીટર પર લોકો ધુંવાપુંવા

યોગ દિવસ પ્રસંગે રાહુલ ગાંધીએ આ તસ્વીર શેર કરતા જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે

Jun 21, 2019, 07:25 PM IST

રાષ્ટ્રપતિના ભાષણ વખતે એવા તે કયા અઘરા શબ્દોનો અનુવાદ કરી રહ્યાં હતાં રાહુલ ગાંધી?

સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન રાહુલ ગાંધીની નજર સતત મોબાઈલ પર હોવાના મુદ્દે હવે રાજકારણ રમાઈ રહ્યું છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ અને બાબુલ સુપ્રીયોએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું. પરંતુ તેના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જે તર્ક આપ્યો તે વિચિત્ર લાગે તેવો છે. 

Jun 21, 2019, 10:30 AM IST

રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !

કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં બદલે કોઇ બીજા નેતાની પસંદગી મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે પુછવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીદો હતો. સંસદ ભવન પરિસરમાં આ અંગે પુછવામાં આવતા સોનિયાએ પત્રકારોને કહ્યું કે, નો કોમેન્ટ (કોઇ ટીપ્પણી નહી). બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના આગામી પગલા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે, તેઓ પોતાના અંગે કોઇ નિર્ણય નહી લે. 

Jun 20, 2019, 05:36 PM IST

સંસદમાં રાષ્ટ્રપતિએ કહ્યું- જલદી મળશે રાફેલ વિમાન, રાહુલ બોલ્યા-ડીલમાં થઈ છે ચોરી 

સંસદના બંને સદનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશને પહેલું રાફેલ વિમાન અને અપાચે હેલિકોપ્ટર મળશે.

Jun 20, 2019, 02:55 PM IST

VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં

સંસદના જોઈન્ટ સત્રને જ્યારે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું ત્યારે સમગ્ર સદન તેમને ગંભીરતાથી સાંભળી રહ્યું હતું ત્યારે જે સમયે કેમેરાની નજર  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ફરી તો તેઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં.

Jun 20, 2019, 02:11 PM IST

‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ

પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી ‘એક દેશ, એક ચૂંટણી’વાળી બેઠકમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થશે નહીં. કોંગ્રેસનું કહેવું છે કે, અમે તેમના સેટ કરેલા એજન્ડા પર કેમ આગળ જઇએ. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી સુધારા અંગે અમાર ઘણા સૂચનો છે, જેવા કે, EVM અને બેલેટ પેપરનો મામલો.

Jun 19, 2019, 12:43 PM IST

PM મોદીની અધ્યક્ષતામાં આજે થશે સર્વદળીય બેઠક, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે થશે ચર્ચા

વડાપ્રધાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દા પર અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકથી પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ વખતે ઘણા નવા ચહેરા છે અને લોઅર હાઉસના પહેલા સત્રના નવા ઉત્સાહ અને વિચારની સાથે શરૂ થવું જોઇએ.

Jun 19, 2019, 08:55 AM IST

ઉત્તરપ્રદેશઃ લોકસભા ચૂંટણીની હારની ઠીકરો સ્થાનિક નેતાઓ ટોચના નેતાઓ પર ફોડ્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતા હેઠળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના થયેલા પરાજય અંગે ચર્ચા-વિચારણા કરવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચે એકબીજા પર આરોપબાજી શરૂ થઈ ગઈ હતી 
 

Jun 12, 2019, 11:16 AM IST

પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !

નર્સ રાજમ્માએ જણાવ્યું કે, તેમને સારી રીતે યાદ છે કે જ્યારે સોનિયા ગાંધીને લેબર રૂમમાં લઇ જવાયા ત્યારે રાજીવ ગાંધી અને સંજય ગાંધી લેબર રૂમની બહાર હતા

Jun 9, 2019, 06:19 PM IST

રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી

વાયનાડ લોકસભા સીટ જીત્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય વિસ્તારમાં ગયેલા રાહુલ ગાંધીએ શનિવારે રોડ શો બાદ કાલપેટા, કમબલકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

Jun 8, 2019, 07:25 PM IST