રાહુલ ગાંધી
જેમણે અમને જીતાડ્યા તેઓ પણ અમારા, જે જીતાડવામાં ચૂક્યા તેઓ પણ અમારા: પીએમ મોદી
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.
Jun 8, 2019, 01:09 PM ISTLIVE: પીએમ મોદી માલદીવ પહોંચ્યા, બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ
વડાપ્રધાન મોદી શનિવારે કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણા મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી ગુરુવાયુર શ્રી કૃષ્ણ એચએસ ગ્રાઉન્ડમાં જાહેર સભાને પણ સંબોધન કરશે. ગુરુવયુરનું કૃષ્ણ મંદિર ખૂબ પ્રાચીન છે
Jun 8, 2019, 11:08 AM ISTઆ પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા તૈયાર છું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હાર બાદ પાર્ટીનું સૌથી મોટું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે પાર્ટીને અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવાનું કહ્યું છે.
Jun 7, 2019, 08:33 PM ISTકોંગ્રેસની મુશ્કેલી વધી: તેલંગણામાં પક્ષપલટો; પંજાબ સહિત આ રાજ્યોમાં ભારે આંતરિક વિખવાદ
લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. હકીકતમાં તેલંગણા રાજ્યમાં પાર્ટીના 18 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ સભ્યોએ આજે સત્તાધારી ટીઆરએસમાં પોતાના સમૂહના વિલય અંગે સ્પીકરને અરજી આપી છે. જ્યારે પંજાબમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું અને કેબિનેટની મહત્વની બેઠકથી દૂર રહ્યાં. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની અંદર અસંતોષની જ્વાળા પ્રગટી રહી છે. જ્યારે ગુજરાત પણ તેમાથી બાકાત નથી. ગુજરાત કોંગ્રેસમાં પણ બેચેની સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
Jun 6, 2019, 11:18 PM ISTલોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ
સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે
Jun 4, 2019, 01:23 PM ISTકારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે
ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.
Jun 2, 2019, 04:25 PM ISTઅમેઠીમાં રાહુલના પરાજયનું કારણ આવ્યું સામે, સમિતિએ કહ્યું સપા-બસપા છે મુખ્ય કારણ
અમેઠીમાં રાહુલ ગાંધીનો સ્મૃતિ ઈરાની સામે જે રીતે પરાજય થયો તેનાથી કોંગ્રેસ હચમચી ગઈ છે, કેમ કે આ સીટ 1980થી કોંગ્રેસનો ગઢ કહેવાય છે
આજનો સમય બ્રિટિશ રાજ જેવો, બધા અમારી વિરુદ્ધ BJPને વોક ઓવર નહી આપીએ: રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તે સમયે પણ કોંગ્રેસ પાર્ટી માટે લડ્યા જ્યારે તેના 44 સાંસદ હતા, ગત્ત વખતે મને લાગ્યું હતું કે સમય ખુબ જ આકરો ચાલી રહ્યો છે
Jun 1, 2019, 08:45 PM ISTલોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ
સોનિયા ગાંધીને સીપીપીની બેઠકમાં સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે, આ અગાઉ પણ તેઓ સંસદીય દળના નેતાની ભૂમિકામાં જ હતા
ભાજપ માટે કોંગ્રેસના 52 સાંસદ પુરતા છે, અમે ઈંચ-ઈંચની લડાઈ લડીશું: રાહુલ ગાંધી
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું કે, પાર્ટીના પરાજય પછી દરેક કાર્યકર્તાએ એ યાદ રાખવું જોઈએ કે તે બંધારણ અને દેશના દરેક નાગરિક માટે લડી રહ્યો છે
કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી
નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની પ્રથમ બેઠક શનિવારે યોજાઈ હતી, જેમાં સોનિયા ગાંધીને કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 52 લોકસભા સાંસદ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યોએ પણ હાજરી આપી હતી.
Jun 1, 2019, 12:06 PM ISTશરદ પવારે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, NCPનો કોંગ્રેસમાં થઈ શકે વિલય: સૂત્ર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચીફ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે.
May 30, 2019, 06:35 PM ISTNCPનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઈ શકે છે, જુઓ વીડિયો
NCPનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઈ શકે છે, રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે કરી છે મુલાકાત, શરદ પવારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય: સૂત્ર
May 30, 2019, 05:45 PM ISTકોંગ્રેસમાં માથાપચ્ચી...પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કોણ નુકસાન પહોંચાડી રહ્યા છે? ખાસ વાંચો અહેવાલ
લોકસભા ચૂંટણી પરિણામ બાદ દેશમાં બે રાજકીય ઘટનાઓ ચર્ચામાં છે. એકબાજુ જ્યાં પ્રચંડ બહુમત સાથે ફરીથી સત્તામાં આવેલા એનડીએમાં એ વાતની અટકળો છે કે કયા નેતાને મોદી કેબિનેટમાં જગ્યા મળશે અને કોનું પત્તું કપાશે.
May 30, 2019, 04:55 PM ISTઆ એક પત્રએ 1 મહીના સુધી પ્રતિબંધ કરી દીધી કોંગ્રેસ પ્રવક્તાઓની ટીવી ડિબેટ
લોકસભા ચૂંટણી 2019માં હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે અને આગામી 1 મહિના સુધી પાર્ટી પ્રવક્તાઓને ટીવી ચેનલમાં યોજાતી ડિબેટમાં મોકલવામાં આવશે નહીં. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જાણકારી આપી અને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે
May 30, 2019, 10:55 AM ISTPM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી
લોકસભા ચૂંટણીમાં ભલે એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવ્યા હોય પરંતુ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી પણ જોડાશે
May 29, 2019, 08:53 PM ISTરાહુલની જીદ્દ યથાવત્ત: OBC/દલિત નેતાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવાની ફોર્મ્યુલા
રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવાનાં તમામ પ્રયાસો કરી લેવાયા છે, જો કે તે પોતાની રાજીનામાની જીદ્દ પર યથાવત્ત છે
May 29, 2019, 07:32 PM ISTરાહુલ ગાંધીની રાજીનામું આપવાની ઇચ્છા સામે કોંગ્રેસના ધરણાં
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીની રાજીનામું આપવાની ઇચ્છા સામે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના ધરણા, પ્રદેશ અધ્યક્ષ શિલા દીક્ષિતના નેતૃત્વમાં રાહુલના ઘર બહાર કાર્યકરો 'હમે રાહુલ ચાહીયે'ના બેનરો સાથે ઉમટ્યા
May 29, 2019, 06:35 PM ISTરાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચે, મનમોહન જેવા મોટા નેતાને મળશે કાર્યભાર
સૂત્રો અનુસાર પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાને કોંગ્રેસ અધ્યક્ષ અને ચાર કાર્યકારી અધ્યક્ષના ફોર્મ્યુલા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામાં અંગે આપ્યું નિવેદન,જુઓ વિડીયો
કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યાં છે. રાહુલ ગાંધી, પરેશ ધાનાણી બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી જોકે અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાત લોકસભામાં હારની જવાબદારી સ્વીકારવી એ મારી નૈતિક ફરજ છે.
May 29, 2019, 12:15 PM IST