રિવરફ્રન્ટ

અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ

શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. 
 

May 15, 2019, 11:05 PM IST

અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

જમાલપુર શાક માર્કેટ અને એનઆઇડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Mar 24, 2019, 02:10 PM IST

વેલેન્ટાઈન ડે : બજરંગ દળના ખૌફથી પોલીસે રિફરફ્રન્ટ પર ગોઠવ્યો ‘ચોકીપહેરો’

 આજે પ્રેમીઓનો વેલેન્ટાઈન ડે છે. ત્યારે અમદાવાદમાં વેલેન્ટાઈન ડેને લઈ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજરંગ દળ દ્વારા મોડી રાત્રે જાહેર ચેતવણી લગાવીને વિરોધ કરાયો હતો. ત્યારે હવે આજે જાહેર સ્થળો તેમજ ગાર્ડનમાં પણ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે પોલીસે અગમચેતીના ભાગ રૂપે રિવરફ્રન્ટ ગાર્ડન પાસે ચુસ્ત બંદોબસ્ત ખડી દીધો છે. 

Feb 14, 2019, 11:16 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સી-પ્લેનની સુવિધા શરૂ થશે

 સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ 7 જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો.

Dec 22, 2018, 10:36 AM IST

રિવરફ્રન્ટમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકતી સરકાર તાજિયા વિસર્જન કેવી રીતે કરવા દે છે: VHP

વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અશોક રાવલના પત્ર બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી દ્વારા ભાજપ પર ધર્મને રાજકારણ સાથે જોડવાનો આરોપ લગાવાતાં વિવાદ વકર્યો 

Sep 23, 2018, 12:16 AM IST