લોકડાઉન 4 0

રાજ્યોને વધુ અધિકારો સાથે આજથી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ, ક્યાં છૂટછાટ, શેના પર પ્રતિબંધ ખાસ જાણો

દેશમાં ચાલી રહેલા લોકડાઉનને 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સોમવારે એટલે કે આજે લોકડાઉન 4.0નો પહેલો દિવસ છે. ચોથા તબક્કાના લોકડાઉનનો અર્થ છે કે કુલ 68 દિવસ સુધી દેશમાં સામાન્ય ગતિવિધિઓ પર રોક રહેશે. ગૃહ મંત્રાલયે આ અંગે વિસ્તૃત દિશા નિર્દેશ પણ બહાર પાડ્યા છે. કેન્દ્ર સરકારે આ વખતે રાજ્યોને વધુ અધિકાર આપ્યા છે. જેની માગણી ખાસ કરીને ભાજપની જ્યા સત્તા નથી તે રાજ્યો સતત માગણી કરી રહ્યાં હતાં. 

May 18, 2020, 06:50 AM IST

લોકડાઉન 4.0 માં બનશે પાંચ ઝોન, જાણો કયા બફર અને કંટેનમેન્ટ ઝોન એટલે શું?

 કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકારે દેશ વ્યાપી લોકડાઉનમાં વધારો કર્યો છે. આ વખતે કોરોના વાયરસ મુદ્દે સમગ્ર દેશમાં 5 ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન ઉપરાંત બફર ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

May 17, 2020, 11:56 PM IST

લોકડાઉન 4.0 અંગે આજે સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક

આજે લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ છે. લોકડાઉન પાર્ટ 4 અંગે મહત્વનો નિર્ણય લેવા માટે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાવવાની છે. સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. 

May 17, 2020, 03:46 PM IST

કોઈપણ સમયે જાહેર થઈ શકે છે Lockdown-4, જાણો શું હશે ફેરફાર

કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે દેશમાં લોકડાઉન (Lockdown)ના ત્રીજા તબક્કાની અવધિ 17 મેના રોજ સમાપ્ત થાય છે. અત્યાર સુધી, કેન્દ્ર સરકાર તરફથી સંકેત મળી રહ્યા છે કે લોકડાઉનનો ચોથો તબક્કો 18 મેથી શરૂ થશે. જે 31 મે સુધી લાગુ કરવામાં આવી શકે છે.

May 16, 2020, 09:45 PM IST

આજે થઈ શકે છે Lockdown 4.0ની જાહેરાત, દુકાનોને ખોલવા સહિત મળી શકે છે આ રાહત

કોરોના (Coronavirus)ને લડત આપવા માટે લોકડાઉન 4.0 (Lockdown 4.0)ની જાહેરાત આવતી કાલે થઈ શકે છે અને આ છેલ્લા ત્રણ લોકડાઉનથી એકદમ અલગ હશે. લોકડાઉન 4.0 આ કારણે પણ અલગ હશે કે તેની જાહેરાત માટે પ્રધાનમંત્રી દેશને સંબોધિત નહીં કરે. પરંતુ માત્ર નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલય (MHA) શનિવારના લોકડાઉનના ચોથા ચરણની જાહેરાત કરી શકે છે.

May 15, 2020, 11:43 PM IST

PM નરેન્દ્ર મોદીએ જે આર્થિક પેકેજ આપ્યું, તે GDPનું 10% હશે

PMએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિભિન્ન વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી સપોર્ટ મળશે. તેમણે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.

May 12, 2020, 11:25 PM IST

લોકલ પર વોકલનો આવ્યો નવો નારો, અહીં સમજો, શું કહેવા માંગે છે PM મોદી

કોરોના વાયરસ (Coronavirus) મહામારીએ આખા વિશ્વની દિગ્ગજ અર્થવ્યવસ્થાઓને ધ્વસ્ત કરી દીધી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ સમયને પણ ભારત માટે એક તકની માફક જોઇ રહ્યા છે.

May 12, 2020, 10:42 PM IST

PM મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની કરી જાહેરાત, Lockdown 4.0 ના હશે નવા નિયમો

વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે રાત્રે 8 વાગે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. 

May 12, 2020, 08:13 PM IST