close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

NDA સરકારના નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે નવા ચહેરા, આ નામ પર સૌની નજર

અરૂણ જેટલી નાદુરસ્ત તબિયતને કારણે શનિવારે નવા મંત્રીમંડળમાં સામેલ થવા ઈનકાર કર્યો છે, સુષમા સ્વરાજ ચૂંટણી પહેલા જ નવી સરકારમાં ન રહેવા અંગે જણાવી ચૂક્યા છે, આથી નવા મંત્રીમંડળમાં નરેન્દ્ર મોદી ભાજપની બીજી કેડર તૈયાર કરવા માટે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે 

May 25, 2019, 08:28 AM IST

દિલ્હીમાં આજે NDAની બેઠક, સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો પર વિજય મેળવ્યો છે અને તેના નેતૃત્વવાળા ગઠબંધને કુલ NDAએ 354 સીટ મેળવી છે
 

May 25, 2019, 08:13 AM IST

રાજનીતિના ચાણક્ય હવે ચલાવશે 'સરકાર', કોણ બનશે ભાજપનો 'નાથ'?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. લાભના પદના નિયમ મુજબ હવે જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે તો તેમણે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપવું પડશે 

May 24, 2019, 04:04 PM IST

BIG NEWS: જાણો નરેન્દ્ર મોદીનો બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો 'સ્પેશિયલ પ્લાન'

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવી ગયા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શુક્રવારે એટલે કે 24 મેના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની અંતિમ બેઠક સાંજે યોજાવાની છે. આ બેઠક સાંજે 5.00 કલાકે પ્રસ્તાવિત છે. નરેન્દ્ર મોદી પણ કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરાશે.

May 24, 2019, 02:48 PM IST

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી આગામી 100 દિવસમાં આ 10 પડકારનો કરવો પડશે સામનો

લોકસભા ચૂંટણી 2019માં આટલો પ્રચંડ વિજય મેળવ્યા પછી વડાપ્રધાનની ખુરશી પર બેસતાની સાથે જ નરેન્દ્ર મોદીને અનેક પડકારોનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય ચે કે, 2014માં પ્રથમ વખત ચૂંટાયા પછી વડાપ્રધાન મોદી 100 દિવસનો પ્રોગ્રામ લઈને આવ્યા હતા. આ વખતે પણ પીએમ મોદીની આગેવાની એનડીએ સરકારને આગામી 100 દિવસમાં આ પડકારોનો સામનો કરવાનો રહેશે 
 

May 24, 2019, 12:42 PM IST

પરિણામ પછી પોક મુકીને રડ્યો આ ઉમેદવાર, મળ્યા 5 વોટ, 9 સભ્યોનો છે પરિવાર!

આ વીડિયો પંજાબનો છે, જ્યાં લોકસભા ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારને પરિણામ જોયા પછી રડવાનું આવી ગયું, તેના રડવાનું કારણ પરિવારે પણ તેને આપેલો દગો હતો 
 

May 24, 2019, 12:01 PM IST

લોકસભા ચૂંટણીમાં વિજય પછી PM મોદીએ લીધા અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ

લોકસભા ચૂંટણી 2019માં મળેલા પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાર્ટીના સ્થાપક સભ્ય એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા 
 

May 24, 2019, 11:41 AM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ 'મોદી લહેર' છતાં દેશભરમાંથી આટલા મુસ્લિમ ચૂંટાઈને પહોંચ્યા સંસદ

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં સંપૂર્ણપણે મોદી લહેર જોવા મળી છે અને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પણ તેની સામે ટકી શકી નથી, તેમ છતાં આ વખતે સંસદમાં પહોંચેલા મુસ્લિમોની સંખ્યા ગયા વર્ષ કરતાં થોડી વધી છે 
 

May 24, 2019, 11:06 AM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા લોકસભા ચૂંટણી 2019માં ભાજપના વિજય પછી મુસલમાનોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેનું મથાળું મારવામાં આવ્યું છે કે, "મુસલમાનો પોતાના અંદર હિંમત, વિશ્વાસ અને આત્મવિશ્વાસ પેદા કરે"
 

May 24, 2019, 10:25 AM IST

Lok Sabha Election Result 2019 : 'મોદી લહેર'માં કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'પ્રચંડ લહેર' પર સવાર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ, હિન્દુ ગૌરવ અને 'ન્યૂ ઈન્ડિયા'ના મુદ્દા પર લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને બીજી વખત કેન્દ્ર સરકાર બનાવવા જઈ રહી છે. 'મોદી લહેર'માં કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય થયો છે 

May 24, 2019, 08:56 AM IST

Lok Sabha Elections Result 2019 : ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ, 16 રાજ્યમાં ખાતું જ ન ખુલ્યું

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ફરી એક વખત ભાજપની આંધી ચાલી છે. ભાજપ અને એનડીએ દ્વારા અનેક મોટા કિલ્લા ધ્વસ્ત કરી દેવાયા છે. ખાસ કરીને કોંગ્રેસની હાલત દૈશમાં સૌથી વધુ ખરાબ થઈ છે. દેશના 16 રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસનું એક પણ ખાતું ખુલી શક્યું નથી 

May 24, 2019, 08:11 AM IST
speed news 24 may 2019 PT25M6S

સ્પીડ ન્યૂઝ, જુઓ તમામ મહત્વના સમાચાર એક ક્લિકે

સ્પીડ ન્યૂઝ, જુઓ તમામ મહત્વના સમાચાર એક ક્લિકે

May 24, 2019, 12:45 AM IST

દિલ્હીમાં ફરી ખીલ્યું કમળ, કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો, ઝાડુ ચાલ્યું નહીં

પશ્ચિમ દિલ્હી સીટ પર ભાજપના વર્તમાન સાસંદ પ્રવેશ સાહિબ સિંહ વર્મા કોંગ્રેસના પોતાના નજીકના હરીફ મહાબલ મિશ્રાથી 3,03,317 વોટથી આગળ ચાલી રહ્યા છે 
 

May 23, 2019, 04:48 PM IST

લોકસભા ચૂંટણી પરિણામ 2019: આઝમગઢ- ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆનો જાદુ ચાલ્યો નહીં

આ લોકસભા બેઠક રમાકાંત યાદવની પરંપરાગત કહેવાય છે અને 2014માં અહીંથી મુલાયમ સિંહ યાદવ ચૂંટણી જીત્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેષ યાદવ અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ વચ્ચે અહીં કાંટાની ટક્કર છે, અખિલેષ યાદવ હાલ અહીં 1 લાખથી વધુ વોટ સાથે લીડ કરી રહ્યા છે 

May 23, 2019, 04:12 PM IST

લોકસભા ચૂંટણી પરિણામ 2019: કોંગ્રેસનો રાયબરેલીનો ગઢ સાચવી રાખતા સોનિયા ગાંધી

રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત સીટ છે અને સોનિયા ગાંધી અહીં 2004થી સતત વિજય મેળવતા આવ્યા છે
 

May 23, 2019, 03:31 PM IST

BJPની ટિકિટ પર સીતા અને રાવણ સાથે હનુમાન પહોંચ્યા હતા પાર્લામેન્ટ, હવે છે 'આ' હાલત 

હાલમાં લોકસભાની ચૂંટણીમાં અનેક સેલિબ્રિટી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે પણ આ કલાકારોને સૌથી પહેલાં જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી

May 23, 2019, 09:17 AM IST

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે.

May 22, 2019, 10:50 PM IST

લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 

May 22, 2019, 09:25 PM IST

જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે. 

May 22, 2019, 08:28 PM IST

ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ

ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22  પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે. 

May 22, 2019, 06:31 PM IST