close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019: સોશિયલ મીડિયાના દુરૂપયોગની 900 અને પેઈડ ન્યૂઝની 647 ઘટના

લોકસભા ચૂંટણી 2019: ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પેઈડ ન્યુઝના 647 કેસ જોવા મળ્યા છે, જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી 909 પોસ્ટને દૂર કરવામાં આવી હતી
 

May 20, 2019, 12:01 PM IST

ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં એક્ઝીટ પોલ અનુસાર ભાજપને સૌથી વધુ સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ રાજ્યોમાં ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાછળ રાખીને કોંગ્રેસે સરકાર બનાવી હતી

May 20, 2019, 11:21 AM IST

એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઈએ, 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે 
 

May 20, 2019, 08:35 AM IST

Video ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. 

May 19, 2019, 09:07 PM IST

મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવી વાત એક્ઝિટ પોલમાં કરાઈ છે. એનડીએને 300 બેઠકો મળી શકે છે. અનેક રાજ્યોમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.

May 19, 2019, 07:31 PM IST
Bejan Daruwala Predicts The Future of Lok Sabha Elections and Narendra Modi PT4M33S

ગુજરાતના જાણીતા જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલાએ લોકસભાના પરિણામને લઈને શું કહ્યું?

જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત. લોકસભા ચૂંટણી વિશે કરી અનેક રસપ્રદ વાતો.

May 19, 2019, 06:30 PM IST

EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો

રાજકારણમાં થોડી અમથો પણ રસ ધરાવનારા લોકો હવે આજ સાંજને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હશે કારણ કે લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે પૂરું થઈ રહ્યું છે. ત્યારબાદ તમામ ન્યૂઝ ચેનલ એક્ઝિટ પોલના સર્વે બહાર પાડશે. 

May 19, 2019, 03:46 PM IST

Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...

Lok Sabha Exit Poll 2019 : કઈ પાર્ટીને કેટલી સીટ મળી રહી છે, વિજયી રથ પર કોણ સવાર થશે તે એક્ઝીટ પોલ દ્વારા સ્પષ્ટ થઈ જતું હોય છે. જોકે, બધા જ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે એવું પણ નથી બનતું. 
 

May 19, 2019, 03:11 PM IST

તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો

RJDના નેતા તેજ પ્રતાપ યાદવની વોટ આપ્યા પછી મીડિયા કર્મચારીઓ પ્રતિક્રિયા લેવા માટે તેની પાસે પહોંચ્યા હતા, પરંતુ તેના પહેલા જ તેજ પ્રતાપના બાઉન્સર્સ રિપોર્ટર અને કેમેરા જોઈને ભડકી ગયા હતા 
 

May 19, 2019, 12:59 PM IST

બિહાર: મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો બહાર આવ્યો

આજે થઈ રહેલા 7મા તબક્કાના મતદાનમાં બિહારની નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદમાં લોકો વોટ આપી રહ્યા છે
 

May 19, 2019, 12:10 PM IST
PM Modi Reaches Badrinath PT7M54S

બદ્રીનાથ પહોંચ્યા શિવભક્ત મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પૂરી કરીને બદ્રીનાથ પહોંચ્યા. બાબાના શરણમાં શિવના ભક્ત.

May 19, 2019, 12:05 PM IST

UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી

ઉત્તરપ્રદેશના ચંદોલીના કલેક્ટર કુમાર હર્ષે જણાવ્યું કે, આવી એક ઘટના જોવા મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીઓને મતદાન કરવા દેવામાં આવશે
 

May 19, 2019, 11:37 AM IST
PM Modi Speaks about Development in Kedarnath PT22M3S

PM મોદીએ કરી કેદારનાથના ડેવલ્પ્મેન્ટની વાત. પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનની થીયરી પર મુક્યો ભાર.

કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા અને ગુફામાંથી બહાર નિકળ્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી ઉત્તરાખંડમાં સરકાર બની છે. અહીં ત્રણ-ચાર મહિના વિકાસકાર્યો ચલાવી શકાય છે. બાકીનો સમય તો બરફ રહે છે. આ ધરતી સાથે મારો એક વિશેષ સંબંધ રહ્યો છે. વિકાસ મારું મિશન છે, પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન. આસ્થા અને શ્રદ્ધા સૌથી મોટી બાબત છે. કપાટ ખુલતા પહેલા અસંખ્ય લોકોએ અહીં કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાન પાસે ક્યારેય કશું પણ માગતો નથી. માગવાની પ્રવૃત્તિ સાથે હું સહમત નથી. પ્રભુએ આપણને માગવા નહીં પરંતુ આપવાને લાયક બનાવ્યા છે. આ સાથે જ બે દિવસના આરામની મંજૂરી માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.

May 19, 2019, 09:55 AM IST
PM Modi Attends Morning Aarti At Kedarnath Temple PT14M41S

ગુફામાં રાત્રિ રોકાણ બાદ ફરી કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચ્યા PM મોદી

લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.

May 19, 2019, 09:35 AM IST
PM Modi Completes His Sadhna At Kedarnath's Gufa PT33M3S

કેદારનાથની ગુફામાં PM મોદીની સાધના પૂર્ણ, હવે જશે બદ્રીનાથ

લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.

May 19, 2019, 09:20 AM IST

લોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ: 23મી તારીખે ભારત ભાગ્ય વિધાતાનો નિર્ણય થશે

આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે. 

May 19, 2019, 07:36 AM IST

23મીએ પરિણામ, મતગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે ખાસ કાર્ય શિબિરનું આયોજન

 લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આવતી કાલે 19મી મેના રોજ છે. તથા તારીખ 23મી ના રોજ મત ગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત આજે તમામ મતગણતરીમાં જોડાયેલા સ્ટાફ જે પણ લોકો તે દિવસે કામગીરી કરવાના છે તેમને મતગણતરીની તાલીમ આપવામાં આવી હતી. 

May 19, 2019, 12:05 AM IST
Will PM Modi's Kedarnath Visit Yield Him Win in LS Polls 2019? PT16M37S

શું મહાદેવ અપાવશે PM મોદીને મહાવિજય, જુઓ ઝી ૨૪ કલાકની વિશેષ રજૂઆત

લોકસભા ચૂંટણી પરિણામોનાં ગણતરીનાં દિવસો પહેલા કેદારનાથ મંદિરનાં દર્શને ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની એવી તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી ધ્યાન ધરીને બેઠા હોય તેવું નજરે પડે છે. આ તસવીરોમાં પીએમ મોદી ભગવા ચાદર ઓઢીને એક ગુફામાં ધ્યાનની મુદ્રામાં બેઠા છે.શું મહાદેવ અપાવશે PM મોદીને મહાવિજય, જુઓ ઝી ૨૪ કલાકની વિશેષ રજૂઆત.

May 18, 2019, 08:35 PM IST
PM Modi meditates in Kedarnath's Gufa PT11M44S

લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે કેદારનાથમાં PM મોદી ધરવા બેઠા ધ્યાન

લોકસભા ચૂંટણી પરિણામોનાં ગણતરીનાં દિવસો પહેલા કેદારનાથ મંદિરનાં દર્શને ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની એવી તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી ધ્યાન ધરીને બેઠા હોય તેવું નજરે પડે છે. આ તસવીરોમાં પીએમ મોદી ભગવા ચાદર ઓઢીને એક ગુફામાં ધ્યાનની મુદ્રામાં બેઠા છે.

May 18, 2019, 06:50 PM IST

આ કેદી નંબર 3351, જેલની કોટડીમાં રહીને BJP માટે ઊભી કરે છે 'પારાવાર' મુશ્કેલીઓ 

આ ચૂંટણીમાં બિહારના રાજકારણમાં એક એવા રાજનેતાએ ભાજપ માટે અડચણો પેદા કરી જે જેલમાં સજા કાપી રહ્યાં છે.

May 18, 2019, 04:33 PM IST