close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', આગચંપી, પથ્થરમારાના બનાવ

આગામી 19મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019 માટેના છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પોતાની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્યો. રોડ શો  દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ  કર્યો. 

May 14, 2019, 07:33 PM IST

PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ ઘમંડી, રાષ્ટ્ર કહે છે કે 'હવે બહુ થયું'

સામ પિત્રોડાની ટિપ્પણી 'થયું તે થયું'ને લઈને કોંગ્રસ પર સતત પ્રહાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સંબંધિત ટિપ્પણી પાર્ટીના અહંકારનું પ્રતિક છે અને તેના દ્વારા તેઓ તેમના શાસનકાળ દરમિયાન થયેલા ખરાબ કાર્યો પર ઢાંકપિછોડો કરી રહી છે.

May 14, 2019, 07:21 PM IST

સની દેઓલે વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ, કહ્યું - હું ફ્લોપ છું તો તેમને ડર કઈ વાતનો?

લોકસભા ચૂંટણી 2019ના હવે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે જે 19મી મેના રોજ છે. છેલ્લા અને સાતમા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થવાનું છે.

May 14, 2019, 07:04 PM IST

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ: નવજોતસિંહ સિદ્ધુના પ્રચાર નહીં કરવા અંગે પત્નીએ કર્યો મોટો ખુલાસો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાના જ ગૃહ રાજ્ય પંજાબમાં ચૂંટણી પ્રચાર નહીં કરે.

May 14, 2019, 05:36 PM IST

PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં.

May 14, 2019, 04:45 PM IST

આર્ટિકલ મુદ્દે સ્પષ્ટતાની જરૂર નથી, આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેશેઃ મણીશંકર અય્યર

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી વિશે પોતાના બ્લોગમાં લખેલા આર્ટિકલ અંગે કહ્યું કે, આ મુદ્દે તેમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી. મને કહેવાયું છે કે, મારા આર્ટિકલ મુદ્દે કોંગ્રેસ પોતાનું નિવેદન આપી ચૂકી છે. આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેવાની છે. નેહરુના યુગ અને આજના યુગની સરખામણી કરી શકાય નહીં, તેમ છતાં લોકશાહીના માર્ગે ચાલવા માટે નેહરુ યુગ જરૂરી છે 

May 14, 2019, 02:58 PM IST

VIDEO: પ્રિયંકા ગાંધીએ કર્યું કંઈક એવું કે ભાજપના કાર્યકરો જોતા જ રહી ગયા....!

પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા, અહીં તેમનો કાફલો પસાર થાય ત્યારે મોદી-મોદીના નારા લગાવવા માટે રસ્તામાં ઊભા હતા, પરંતુ પ્રિયંકા ગાંધીએ આગળ રસ્તામાં ઊભેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે જ કાફલો થંભાવી દીધો અને નીચે ઉતરીને તેમને મળવા લાગ્યા હતા 

May 14, 2019, 02:36 PM IST

મમતા બેનરજીનો 'મીમ' બનાવનાર ભાજપની નેતા પ્રિયંકા શર્માને સુપ્રીમમાં મળ્યા જામીન

પ્રિયંકા શર્માની તૃણમુલ કોંગ્રેસના નેતા વિભાસ હજારાની ફરિયાદના આધારે પશ્ચિમ બંગાળની પોલિસે ભારતીય દંડસંહિતાની ધારા-500 (માનહાની) અને માહિતી-ટેક્નોલોજી કાયદા અંતર્ગત 10 મેના રોજ ધરપકડ કરી હતી
 

May 14, 2019, 01:04 PM IST

Viral Video : સમર્થકોને મળવા માટે પ્રિયંકા ગાંધીએ બેરિકેડ પરથી લગાવ્યો કૂદકો

પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશના રતલામમાં પાર્ટીના પ્રચાર માટે ગયા હતા, અહીં તેમને એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનતાનો આટલો બધો પ્રેમ જોઈને પ્રિયંકા ગાંધી અચાનક જ તેમને મળવા માટે સાડા ત્રણ ફૂટ ઊંચા બેરિકેડ્ પર ચઢીને બીજી તરફ કૂદકો મારી સીધા જ પ્રજાની વચ્ચે પહોંચી ગયા હતા
 

May 14, 2019, 11:12 AM IST
Priyanka Gandhi Jumps Barricade to Greet People PT57S

ચૂંટણી પ્રચાર કરતી વખતે પ્રિયંકા ગાંધી બેરિકેડ કેમ કૂદ્યા?

મધ્ય પ્રદેશના રતલામમાં પ્રિયંકા ગાંધી સુરક્ષા તોડીને લોકોને મળ્યા.લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી રતલામમાં હતા ત્યારે જનતાને મળવા માટે અને લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ બેરિકેડ કૂદ્યા હતા.

May 14, 2019, 08:55 AM IST

કમલ હાસનના વિવાદિત નિવેદનથી ભાજપ નારાજ, ચૂંટણી પંચને કમલ પર પ્રતિબંધ મુકવા કર્યું સુચન

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કમલ હાસને બળવો પોકારવાના હેતુ સાથે કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાવાય તેવું નિવેદન આપ્યું છે 
 

May 14, 2019, 07:35 AM IST

BJPએ મમતા બેનર્જી પર લગાવ્યો આરોપ, પ્રશાસને સ્મૃતિ ઈરાની અને યોગીની રેલીઓ રદ્દ કરી 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની રેલીઓને છેલ્લી ઘડીએ મંજૂરી ન આપી. ભાજપના નેતા સુનીલ દેવધરે સોમવારે આ જાણકારી આપી. 

May 13, 2019, 11:54 PM IST

ધર્મેન્દ્રનું મોટું નિવેદન, જો 'આ' વાતની ખબર હોત તો સની દેઓલને ચૂંટણી ન લડવા દેત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાએ પુત્ર સની દેઓલ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે તે અંગે મોટું નિવેદન આપ્યું છે.

May 13, 2019, 11:03 PM IST

EXCLUSIVE: મોદીએ 4 વર્ષ મસ્તી કરી, છેલ્લા છ મહિના બધાને ગાળો આપતા ફરે છે-મમતા બેનર્જી 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લા તબક્કાની ચૂંટણી અગાઉ આક્રમક પ્રહાર કર્યા છે. Zee Newsની સહયોગી ચેનલ 24 ઘંટાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ 4 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. તેમની સરકારના દરેક પગલાથી લોકોને તકલીફ થઈ.  મમતા  બેનર્જીએ જીએસટી અને નોટબંધીને પણ સરકારની નિષ્ફળતા ગણાવ્યાં. આ ઉપરાંત તેમણે બંગાળની ચૂંટણીઓમાં કેન્દ્રીય સુરક્ષાદળોની વધુ તહેનાતીને પણ કેન્દ્ર સરકારની મનમાની ગણાવી. 

May 13, 2019, 09:47 PM IST

VIDEO: પિત્રોડાના નિવેદનને રાહુલ ગાંધીએ શરમજનક ગણાવતા PM મોદીએ કર્યો કટાક્ષ

સિખ રમખાણો પર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે ગળાનું હાડકું બની ચૂક્યું છે. ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ માટે ખુબ મુસીબતો આવી રહી છે.

May 13, 2019, 09:03 PM IST

સિખ રમખાણો પર નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ પિત્રોડાને કહ્યું- તમને શરમ આવવી જોઈએ

સિખ રમખાણો પર કોંગ્રેસના નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે મુસિબત બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ આવેલા આ નિવેદને કોંગ્રેસને હેરાન પરેશાન કરી દીધુ છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદનને શરમજનક ગણાવી દીધુ છે. તેમણે કહ્યું કે સિખ રમખાણોના દોષિતોને સજા મળવી જોઈએ. 

May 13, 2019, 07:26 PM IST

માયાવતીએ તમામ હદો પાર કરી PM મોદી પર કર્યો વ્યક્તિગત પ્રહાર, જેટલીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરનાર માયાવતીની આકરી ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. જેટલીએ ટ્વિટ કર્યાના ગણતરીના  કલાકો પહેલા જ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓ પીએમ મોદીને મળે તેનાથી ડરે છે. તેમને એ ડર સતાવે છે કે ત્યાંક તેઓ પણ તેમની પત્નીઓને છોડી ન દે...

May 13, 2019, 05:58 PM IST

ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ફટકો, ફાયરબ્રાન્ડ નેતા સિદ્ધુ નહીં કરી શકે ચૂંટણી પ્રચાર

લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ થયું છે.

May 13, 2019, 05:36 PM IST

અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ 'જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં. 

May 13, 2019, 04:54 PM IST

'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની 1984ના સિખ રમખાણો પરની કથિત ટિપ્પણી 'થયું તે થયું'  પર આકરા પ્રહારો કરતા આજે પીએમ મોદીએ કહ્યું કે પોતાના તમામ કૌભાંડો, કારનામાઓ ઉપર દેશની જનતા પ્રતિ પણ કોંગ્રેસનું આ જ વલણ છે. તેમણે કહ્યું કે આ ફક્ત ત્રણ શબ્દ નથી પરંતુ આ તો કોંગ્રેસનો અહંકાર છે. આ કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ જનતા હવે આ મહામિલાવટી લોકોને કહી રહી છે કે "હવે બહુ થયું...ઈનફ ઈઝ ઈનફ."

May 13, 2019, 04:18 PM IST