close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર 62.27% મતદાન, બંગાળમાં રેકોર્ડ 80.16 % મતદાન

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર મતદાન કરવામાં આવ્યું. આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને બિહાર આઠ-આઠ દિલ્હીના સાત અને ઝારખંડની ચાર સીટો પર મતદાન

May 12, 2019, 08:00 PM IST

યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ

મતદાન દરમિયાન ગરપડ થવાની આશંકા વચ્ચે રવિવારે ચાલી રહેલા લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીને પ્રતાપગઢમાં નજરકેદ કરી દેવાયા છે 
 

May 12, 2019, 03:45 PM IST

પશ્ચિમ બંગાળમાં એક નહીં પરંતુ બે વખત થયો ભાજપના ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારકીએ આ ઘટનાઓ અંગે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ માગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાઓના એક ટોળાએ જ્યારે ભારતી ઘોષ પર હુમલો કર્યો ત્યારે તેઓ સામાન્ય ઘાયલ થયા હતા 
 

May 12, 2019, 02:49 PM IST

ઉત્તર પ્રદેશઃ મછલીશહરમાં મુસ્લિમ મહિલાઓનો આરોપ, 'અમને મતદાન કરતાં અટકાવાઈ રહ્યાં છે'

લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, અહીં મછલીશહેર લોકસભા બેઠકના કબુલપૂર મતદાન મથકમાં સવારથી જ મતદાન થઈ શક્યું નથી 
 

May 12, 2019, 11:37 AM IST

લોકસભા ચૂંટણી 2019: બિહારના શિવહરમાં બૂથ પર હોમગાર્ડથી ચાલી ગોળી, મતદાન કર્મી ઘાયલ

શિવહરમાં ડુમરી કટસરીના 275 નંબરના બૂથમાં એક જવાન પોતાની બંદૂક સંભાળવા ગયો એવામાં તેનાથી ગોળી ચાલી ગઈ હતી, જે એક પોલીંગ અધિકારીના પેટમાં વાગી હતી. 
 

May 12, 2019, 10:51 AM IST

લોકસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં હિંસા, ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો, બેનાં મોત

લોકસભા ચૂંટણી 2019માં આ વખતે પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કામાં હિંસા જોવા મળી છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક મતદાન મથકો પર મારા-મારીની ઘટનાઓ બની છે. ગઈકાલે શનિવારે રાત્રે ભાજપ અને તૃણમુલના કાર્યકર્તાઓ વચ્ચે ભાગબાનપુર અને પૂર્વ મિદનીપૂર એમ બે જગ્યાએ થયેલી હિંસાક ઘટનામાં ગોળીબાર થયો હતો. 

May 12, 2019, 08:41 AM IST

લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન, પ્રણવ મુખરજીએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 59 બેઠક પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા 1.3 લાખ મતદાન મથક ઊભા કરાયા છે 
 

May 12, 2019, 07:23 AM IST

કોંગ્રેસી નેતાઓના 'વિવાદીત' નિવેદનોની ભરમાળ, હવે સેમ પિત્રાડાએ કર્યો ભડકો...

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ 1984 શીખ રમખાણો પર એક નિવેદન આપીને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે, ભાજપ અત્યારે આ નિવેદનને એવી રીતે ઉછાળી રહ્યું છે, જેવી રીતે તેમણે 2014માં મણિશંકર અય્યરના નિવેદનને ઉછાળ્યું હતું. દિલ્હી અને પંજાબમાં મતદાન છે તેના કારણે ભાજપ અત્યારે આ મુદ્દે ફ્રન્ટફૂટ પર રમી રહી છે 

May 10, 2019, 03:59 PM IST

ભાજપ ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી ન હોઈ શકે: નીતિન ગડકરી 

ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી બની જવાની ધારણાને ફગાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે. 

May 10, 2019, 03:51 PM IST

કોંગ્રેસ લોકો પ્રત્યે અસંવેદનશીલ, પોતાના પાપ માટે કહે છે 'હુઆ તો હુઆ': PM મોદીનો વળતો પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ નેતા ગાંધી પરિવારનો સૌથી મોટો રાઝદાર છે, તે રાજીવ ગાંધીનો સારા મિત્ર અને રાહુલ ગાંધીના ગુરુ છે. તેમના માટે જીવનની કોઈ કિંમત નથી, મોદીએ કહ્યું કે, તમારે કોંગ્રેસ અને તેના સાથીદારો સાથે સાવધ રહેવાની જરૂર છે 
 

May 10, 2019, 03:21 PM IST

ભાજપના એક નેતાના વિવાદિત બોલ, પૂર્વ પીએમ રાજીવ ગાંધી માટે ન બોલવાના શબ્દ કહ્યા

પ્રિયંકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન કહ્યા પછી ભાજપના એક નેતા જીતુ જરાતીએ કહ્યું કે, 'પ્રિયંકા ગાંધી પીએમ મોદીને દુર્યોધન કહી રહી છે, જ્યારે તેના પિતા રાવણ હતા, જેમણે દેશને વેચવાનું કામ કર્યું છે'
 

May 10, 2019, 12:45 PM IST

ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા, આતિશીને મોકલી 'માનહાનિ'ની નોટિસ, કહ્યું માફી માગો

તેના પહેલા ગૌતમ ગંભીરે આરોપોનો જવાબ આપતા કહ્યું કે જો તેની સામેના આરોપો સાચા સાબિત થશે તો તે લોકસભા ચૂંટણીની પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે
 

May 10, 2019, 09:06 AM IST

પ્રિયંકાએ પ્રથમ વખત મેનકા સામે કર્યો પ્રચાર, રોડ શો દરમિયાન આવ્યા સામ-સામે

સુલતાનપુરમાં પ્રથમ વખત એવી ઘટના ઘટી જ્યારે રાહુલ અને પ્રિયંકાએ પોતાના પરિવારિક સભ્યની વિરુદ્ધમાં પ્રચાર કર્યો, આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરૂવારે સામ-સામે આવી ગયા હતા 
 

May 10, 2019, 07:39 AM IST

PM મોદીનો 'શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યુ', જૂઓ ZEE News પર આજે રાત્રે 8 કલાકે

લોકસભા ચૂંટણી 2019ના પરિણામથી બરાબર 15 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝી ન્યૂઝ (Zee News)ને એક વિશેષ ઈન્ટરવ્યૂ આપ્યો છે
 

May 9, 2019, 02:22 PM IST

VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'

વિરોધ પક્ષના અનેક નેતાઓએ તેમના સામે 'ગાલી ગેન્ગ' બનાવી રાખી છે, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાની અનેક રેલીઓમાં કર્યો છે. વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પીએમ મોદી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ અનેક વખત કરવામાં આવી રહ્યો છે 
 

May 9, 2019, 01:09 PM IST

તેજ બહાદ્દુરને સુપ્રીમનો ઝટકો, ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની અરજી અદાલતે ફગાવી

વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું. આથી, તેજ બહાદ્દુરે સર્વોચ્ચ અદલાતનો દરવાજો ખટખટાવ્યો હતો, સુપ્રીમો તેજ બહાદ્દુરની અરજી ફગાવી દેતાં પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું તેજ બહાદ્દુરનું સ્વપ્ન રોળાઈ ગયું છે 
 

May 9, 2019, 12:42 PM IST

મમતાની મુશ્કેલી જૂઓ, હવે તેઓ મારા માટે પથ્થર-થપ્પડની વાત કરે છેઃ PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદીએ પહેલા પશ્ચિમ બંગાળને બરબાદ કર્યું છે, પોતાની સત્તાના નશામાં તેઓ હવો બંગાળને વધુ બરબાદ કરવા મથીરહ્યા છે, તેમને પોતાની સત્તા જવાનો ડર છે 
 

May 9, 2019, 11:30 AM IST

પાણીના ટીપે-ટીપા માટે તરસ્યું રહેશે પાકિસ્તાન, ભારતની પાણી રોકવાની ચેતવણી

પાકિસ્તાનના કરાચીમાં 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ ઐયુબ ખાન વચ્ચે સિંધુ જળ કરાર થયો હતો 
 

May 9, 2019, 11:17 AM IST

આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના 3G અને ભાજપના 3G વચ્ચે જંગ છે: અમિત શાહ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે અહીં દાવો કર્યો કે લોકસભા ચૂંટણીની લડાઈ "કોંગ્રેસના થ્રીજી અને ભાજપના થ્રીજી" વચ્ચે છે. જ્યાં કોંગ્રેસના થ્રીજી ગાંધી પરિવાર છે અને ભાજપના થ્રીજી છે ગામ, ગૌમાતા અને ગંગા. તેમણે અહીં ચૂંટણી રેલીઓને સંબોધતા કહ્યું કે ગરીબોની સ્થિતિ સુધારવા માટે જે કામ કોંગ્રેસ સરકારો 55 વર્ષોમાં ન કરી શકી તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ફક્ત પાંચ વર્ષમાં કરી બતાવ્યું. 

May 8, 2019, 10:30 PM IST

રેલી ગમે તે પક્ષની હોય પરંતુ ચિક્કાર ભીડ તો આ ગામમાંથી જ જાય છે... જાણો શું છે આ મામલો

શું તમે રાજકીય રેલી આયોજિત કરવાના છો. શું તમારા આ માટે ભીડ જોઈએ છે. આ માટે તમારે કયા પ્રકારના પેકેજ જોઈએ છે. પંજાબ-હરિયાણા સરહદે આવેલા ગુલ્હા ચીકા ગામમાં એકમાત્ર ટેક્સી સ્ટેન્ડ પર જનારી કોઈ પણ વ્યક્તિએ સૌથી પહેલા તો આ જ સવાલનો સામનો કરવો પડે છે. કુરુક્ષેત્ર લોકસભા ક્ષેત્રમાં આ ટેક્સી સ્ટેન્ડ પર કેબ ઓપરેટરોન માટે ચૂંટણીનો સમય વધારાના પૈસા કમાવવાનો પણ છે. તેમણે કેબ ચલાવવાનું બંધ કર્યુ છે અને હાલ તો તેની જગ્યાએ રેલીઓ માટે વાહનો અને ભીડ પૂરી પાડીવાનું કામ કરી રહ્યાં છે. જરૂરિયાત મુજબ ગ્રાહક અલગ અલગ પેકેજ લે છે. 

May 8, 2019, 09:21 PM IST