વડાપ્રધાન મોદી

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST
 PM Narendra Modi Watch Garba at GMDC PT14M5S

પીએમ મોદીએ જીએમડીસીમાં ગરબા નિહાળ્યા

એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચોના સંમેલનમાં સંબોધન કર્યાં બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાસે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો. પીએમે માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબા પણ નિહાળ્યા હતા.

Oct 2, 2019, 10:25 PM IST
 Prime Minister Narendra Modi offers prayers at a Navratri event in Ahmedabad PT10M2S

જીએમડીસીમાં આયોજીત નવરાત્રિ મહોત્સવમાં વડાપ્રધાને કરી આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

Oct 2, 2019, 09:55 PM IST
 Today rural India and its villages have declared themselves 'odf: PM PT32M27S

દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં જોડાવા પીએમનું આહ્વાન

રૂ. 150 ની કિંમતનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો. દેશના વિવિધ સ્વચ્છાગ્રહીઓ ને મોદી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને એવોર્ડ કરાયા એનાયત. દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન

Oct 2, 2019, 09:45 PM IST
 PM Modi at Sabarmati Rivarfrant PT15M8S

પીએમ મોદીએ સ્વચ્છતા સેનાનીઓને એવોર્ડ એનાયત કર્યાં

ભારતના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ધરે ધરે શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત થયો છે. જેનો તમામ શ્રેય ભારતના નાગરિકો અને વડાપ્રધાન મોદીને જાય છે. પ્રજાના સાથ અને સહકાર વિના ગાંધી બાપુનું આ સ્વપ્ન પૂર્ણ ન થાત. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત અગ્રણી રહ્યું છે. ગુજરાત સરકાર ગુજરાતમાં 33.50 લાખ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Oct 2, 2019, 09:05 PM IST
 Swachhata is an ongoing process: CM Vijay Rupani PT10M9S

સ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા છેઃ મુખ્યપ્રધાન રૂપાણી

આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના ખુણે ખુણેથી આવેલા સરપંચોનુ ગાંધીજીની જન્મભૂમી પર સ્વાગત કર્યું હતું. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, તમામ સરપંચોએ ગાંધી આશ્રમ, સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સાબરમતી નદીનો કિનારો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સાક્ષી પુરાવે છે. ગાંધી બાપુ પણ સાબરમતીના સંત તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા થયા હતા. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને પીએમ મોદીએ અભિયાન બનાવ્યું છે. આઝાદીના સાત દાયકાઓ પછી હાથમાં ઝાડુ લઇને દેશને સ્વચ્છ કરવાનો નિર્ણય કર્યો અને બાપુના સપનાને સાકાર કર્યું હતું.

Oct 2, 2019, 08:25 PM IST
 Prime Minister Narendra Modi at the Sabarmati Riverfront PT15M5S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સ્વચ્છ ભારત દિવસ-2019નું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે.

Oct 2, 2019, 08:00 PM IST

'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ

ગાંધીજયંતી નિમિત્તે પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. 

Oct 2, 2019, 07:59 PM IST
 Prime Minister Narendra Modi at the Sabarmati Ashram in Ahmedabad PT14M4S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત, જુઓ Video

એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર સભાને સંબોધન કરી હતી. અને તેમાં કહ્યુ હતું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈષ્ણવ જન ગીત 150 દેશથી વધુ દેશના ગાયકોએ ગાયુ હતું. હાથમાં કાગળ લીધા વિના વૈષ્ણવ જન ગીત ગાતા હતા. અને તેઓ આ ગીતનો અર્થ પણ જાણતા હતા.

Oct 2, 2019, 07:30 PM IST
 Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at the Sabarmati Ashram in Ahmedabad PT1M9S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં બાપુને કર્યા નમન

વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે.

Oct 2, 2019, 07:10 PM IST
Mahatma Gandhi's 150th anniversary has been marked at the United Nations with immense enthusiasm PT15M35S

આજે વિશ્વમાં ભારતના પાસપોર્ટની તાકાત વધી છેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા ઓછા સમયમાં ફરીવાર ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો છે.
PMએ કહ્યું કે ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો.
યુએનના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.

Oct 2, 2019, 07:00 PM IST
 Prime Minister Narendra Modi arrives in Ahmedabad PT8M23S

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મ જયંતિ છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી એરપોર્ટ પર 10 હજાર જેટલા લોકોનું સંબોધન કરશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવ માટે પહોંચ્યા હતા.

Oct 2, 2019, 06:40 PM IST

ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત

ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે. 
 

Oct 2, 2019, 04:11 PM IST

ગાંધી જયંતીઃ તમને જાણીને આશ્ચર્ય થશે ભારત પછી અમેરિકામાં છે બાપુની સૌથી વધુ પ્રતિમાઓ

એટલાન્ટામાં આવેલા 'ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ'ના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં ગાંધીજીની અનેક પ્રતિમાઓની સ્થાપના કરવાનું કામ કરે છે. તેમનું વર્ષ 2013માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માન પણ કરાયું હતું. 
 

Oct 2, 2019, 12:14 AM IST

ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...

17મી સદીમાં જાપાનના શહેર નિક્કોમાં પ્રથમ વખત આ ત્રણ વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશો-ગુ-મઠના એક દરવાજા પર લગાવાઈ હતી. તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી. આ મઠ શિન્ટો સંપ્રદાયનાછે. આ સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે. 
 

Oct 1, 2019, 11:55 PM IST

ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 
 

Oct 1, 2019, 10:11 PM IST

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે રસપ્રદ સ્ટોરી, જાણો શું છે સમગ્ર બાબત...

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોય, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોય, સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે 

Oct 1, 2019, 09:36 PM IST

"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 

Oct 1, 2019, 09:25 PM IST

વિદેશમાં ડંકો વગાડ્યા બાદ PM મોદી આવશે ગુજરાત, થશે ભવ્ય સ્વાગત: જીતુ વાઘાણી

2જી ઓક્ટોબરના રોજ ગાંધીજયંતી હોવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ગુજરાતની મુલાકાતે આવશે. જેને લઇને સુરતની મુલાકાતે આવેલા ભાજપ(BJP)ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી(Jitu Vaghani) પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમ મોદીના ગુજરાત પ્રવાસને લઇને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનું અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ ખાતે ભવ્ય સ્વગાત કરવામાં આવશે. 
 

Oct 1, 2019, 06:53 PM IST
PM_Modi_Road_show_In_delhi_Airport PT12M35S

અમેરિકાથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીએ યોજ્યો રોડ-શો

વડાપ્રધાનને અમરિકાથી પરત ફર્યાબાદ રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રર્તાઓ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા. પીએમ મોદીએ લોકોનું અભિવાન પણ કર્યું હતું. ત્યાર બાદ પરેડ રોડતી ગુરુગ્રામ થઇને વડાપ્રધાનનો કાફલો સીધો વડાપ્રધાન આવાસ પહોંચ્યો હતો.

Sep 28, 2019, 10:00 PM IST