વડાપ્રધાન મોદી

લોકસભા 2019: PM મોદી મુદ્દે કર્ણાટકનાં CM કુમાર સ્વામીએ મીડિયા પર કાઢી ભડાશ

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસનાં નેતા એચડી કુમારસ્વામીએ મંગળવારે વડાપ્રધાન મોદી મુદ્દે મીડિયા પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા, તેમણે આરોપ લગાવ્યો કે, મીડિયા માત્ર મોદીને જ શા માટે જુએ છે ? તેમણે કહ્યું કે, મોદી દરરોજ સવારે ઉઠે છે ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે અને કેમેરાની સામે આવી જાય છે. કુમારસ્વામીએ કહ્યું કે, અમે સવારે ઉઠીને  માત્ર નહાય છે અને પોતાનો ચહેરો ત્યાર પછીનાં દિવસે જ ધુએ છે. એટલા માટે મીડિયા માત્ર મોદીને જ દેખાડે છે. 

Apr 9, 2019, 06:19 PM IST

લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે

Apr 9, 2019, 05:48 PM IST

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પહેલા કોંગ્રેસ નેતાઓએ સમજદારીથી કામ કર્યું હોત તો 1947માં પાકિસ્તાન બન્યું જ ન હોત

Apr 9, 2019, 04:07 PM IST

નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રનાં નાંદેડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાયનાડ સીટ પરથી રાહુલના લડવા અંગે સવાલ ઉઠાવ્યા

Apr 6, 2019, 09:54 PM IST

રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા

લોકસભા ચૂંટણી 2019માં પ્રચાર જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ભાષાની મર્યાદાઓ તુટી રહી છે

Apr 6, 2019, 07:09 PM IST

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં વસતા મૂળ પાકિસ્તાની કરશે મતદાન

કચ્છમાં વસવાટ કરનારાં 89 લોકોને 2019માં પહેલીવાર સાંસદને મત આપવાનો અધિકાર મળ્યો છે. ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની દર વખતે કોઈને કોઈક રીતે ચૂંટણી પ્રચારમાં ‘પાકિસ્તાન’નું નામ ઉછળતું રહે છે. પાકિસ્તાનનું નામ પડે એટલે સરહદી કચ્છવાસીઓના કાન સરવા થાય તે સહજ છે.

Apr 4, 2019, 07:40 PM IST

PM 'મિશન શક્તિ' ભાષણ આચાર સંહિતાનુ ઉલ્લંઘન નહી: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન મુદ્દે વડાપ્રધાન મોદીને ક્લિન ચીટ આપી દીધી છે

Mar 29, 2019, 11:29 PM IST

ભાજપે લોકસભા ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો મોદી-શાહ ક્યાંથી લડશે ચૂંટણી?

ભાજપમાં ટીકિટ માટે મેરેથોન મંથન ચાલી રહ્યું હતું, જો કે લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચુકી છે

Mar 21, 2019, 07:33 PM IST

લોકસભા ચૂંટણી 2019: હવે પ્રચારમાં મીમીક્રી કરવી પણ આચરસંહિતાનો ભંગ ગણાશે

લોકસભા ચૂંટણીમાં હવે તમને લાલુપ્રસાદ યાદવ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મીમીક્રી કરતાં કોઈ રાજનેતાઓ કે સ્ટાર ચૂંટણીપ્રચારક નહીં જોવા મળે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રગટ કરીને ચૂંટણી પ્રચારમાં મીમીક્રી કરવી તે આચારસંહિતા ભંગ ગણાવ્યુ છે.

Mar 19, 2019, 08:21 PM IST

મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ

અત્યાર સુધી રાહુલ ગાંધીએ સીધો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જે કોગ્રેસ દ્વારા અત્યાર સુધી ચલાવવામા આવી રહ્યુ છે. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. 
 

Mar 16, 2019, 08:06 PM IST

નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
 

Mar 16, 2019, 06:40 PM IST

આ દિવસે રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી', જોવા મળશે 2014ની ચૂંટણીની ઐતિહાસિક જીત

ફિલ્મમાં પીએમ મોદીના ગુજરાતના મુખ્યપ્રધાનથી લઈને 2014ની ઐતિહાસિક જીતને દેખાડવામાં આવશે. 
 

Mar 15, 2019, 03:44 PM IST

પીએમ મોદીની સિતારાઓને વોટ કરવાની અપીલ, આમિર ખાને ટ્વીટ કરી આપ્યો જવાબ

વડાપ્રધાને આમિર ખાનને ટેગ કરતા તેમને આગ્રહ કર્યો કે, તે પોતાના ફેન્સને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. 

Mar 13, 2019, 06:11 PM IST

રંગોળીના રંગોમાં ભારતીય સેનાના પરાક્રમની સાથે ભળ્યો શૌર્યનો રંગ

પુલવામામાં બનેલી આતંકવાદી ઘટના બાદ સેનાએ શૌર્ય બતાવી પાકિસ્તાન સહિત પીઓકેના 3 આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. લોકો પોતપોતાની રીતે ભારતીય સેનાના પરાક્રમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે સુરત ખાતે રંગોલી આર્ટિસ્ટ દ્વારા એક-બે નહીં પરંતુ 17 જેટલા રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી છે. 

Mar 13, 2019, 05:31 PM IST

મોદીજી બોલીવુડના એક્ટર જેવા છે, લોકો પર મનની વાત થોપી રહ્યા છે: આશોક ગેહલોત

કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં હાજર રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદીજી બોલીવુડના એક્ટર જેવા છે. 2014માં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ કર્યા નથી. મોદીજીએ આપેલા વાયદાઓનો જવાબ આપવો પડશે. જનતા જવાબ માંગી રહી છે. 

Mar 12, 2019, 06:47 PM IST

માયાવતીનો વ્યંગ: અચ્છે દિન ભુલીને રાષ્ટ્રવાદ મુદ્દે ધમપછાડા કરી રહ્યું છે BJP

માયાવતીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહી કરાવવી મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતાનું દ્યોતક છે

Mar 11, 2019, 04:05 PM IST

ઇતિહાસ બનાવવામાં રહેનારાઓ તેની સાથે છેડછાડ કરે છે: PM મોદી

જે લોકો ઇતિહાસ નથી રચી શકતા તેઓ ઇતિહાસને પોતાના રંગે રંગવાનો પ્રયાસ કરતા હોય છે

Mar 7, 2019, 11:54 PM IST

આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ, 10 દિવસ કરો મફત મુસાફરી

આજથી જાહેર જનતા માટે આ રૂટ પર આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. જે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી દોડશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ સુધી મેટ્રો ટ્રેનમાં સામાન્ય લોકોને મફત મુસાફરી કરવા દેવામાં આવશે.

Mar 6, 2019, 10:11 AM IST

રાજભવનમાં યોગ કર્યા બાદ ફાફડા-જલેબી-ગાઠિયાનો નાસ્તો કરવાનું ન ભૂલ્યા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમના આ પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી વિશ્વના ગમે તે ખૂણામાં હોય, દિવસભર ગમે તેટલા વ્યસ્ત રહ્યા હોય, અને રાત્રે મોડે સુધી કામ કર્યું હોય, તેમ છતાં પણ વહેલી સવારે ઉઠીને યોગ કરવાનું ભૂલતા નથી. 

Mar 5, 2019, 08:30 AM IST

દિવસભર કાર્યક્રમો બાદ પીએમ માતા હિરાબાને મળ્યા, લીધા આશીર્વાદ

વડાપ્રધાન મોદી દિવસભરના અનેક કાર્યક્રમો અને ઉદ્દઘાટનો કર્યા બાદ ગાંધીનગર ખાતે માતા હિરાબાના નિવાસ સ્થાને પહોચ્યાં હતા. મહત્વનું છે, કે જ્યારે જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવે છે. ત્યારે અચુક પણે માતા હિરાબાના આશીર્વાદ લે છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા મતાના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા. માતા સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રાજભવનમાં પહોચ્યાં હતા. 

Mar 4, 2019, 10:18 PM IST