વડાપ્રધાન મોદી

VIDEO: UNGA ના મંચથી PM મોદીને વિશ્વને ચેતવ્યું, વાંચો 11 મહત્વની વાતો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) મંચ પરથી વિશ્વમાંથી આતંકવાદ વિરુદ્ધ એક થવાનું આહ્વાન કર્યું

Sep 27, 2019, 09:38 PM IST
 10 big point of PM Modi addressing at UNGA PT7M58S

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન કલ્યાણથી જગ કલ્યાણનો મંત્ર વિશ્વની સામે રાખ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં લોકતાંત્રિક ચૂંટણીથી લઈને, સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિક સહિત જલ સરંક્ષણ પર પણ ભાર આપ્યો હતો.

Sep 27, 2019, 09:05 PM IST
 Prime Minister Narendra Modi at UNGA PT19M37S

UNGAના સત્રમાં પીએમ મોદીએ આપ્યો જન કલ્યાણથી જગ કલ્યાણનો મંત્ર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન કલ્યાણથી જગ કલ્યાણનો મંત્ર વિશ્વની સામે રાખ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં લોકતાંત્રિક ચૂંટણીથી લઈને, સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિક સહિત જલ સરંક્ષણ પર પણ ભાર આપ્યો હતો.

Sep 27, 2019, 08:35 PM IST

ન પાકિસ્તાન ન કાશ્મીર PM મોદીએ કરી આ વાત અને થવા લાગ્યો તાળીઓનો ગડગડાટ

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનુ સંબોધનની શરૂઆત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના નામ સાથે કરી હતી

Sep 27, 2019, 08:29 PM IST
 Special Debate On PM Speech In UNGA PT52M32S

યૂએનમાં પીએમ મોદીના સંબોધન પહેલા ઝી 24 કલાકની ખાસ ચર્ચા

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ગિન્નાયેલા પાકિસ્તાનનાં પ્રોપેગેન્ડાને હવે ભારત વિશ્વનાં સૌથી મોટા મંચ પર ઉઘાડુ પાડવાની તૈયારીમાં છે. વડાપ્રધાન મોદી હવે થોડા જ સમયમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ભાષણ આપશે. જ્યાં તેમનાં એજન્ડામાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને આતંકવાદનો મુદ્દો હોઇ શકે છે. બીજી વખત સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીનું સંયુક્ત રાષ્ટ્રમાં અહીં પહેલું ભાષણ હશે. વૈશ્વિક સંસ્થાની 74મી સામાન્ય સભામાં વડાપ્રધાન મોદીના ભાષણ પર ભારત અને પાકિસ્તાન જ નહી પરંતુ સમગ્ર વિશ્વનાં રાજનીતિક અને રણનીતિક વિશ્લેષણો પર નજર ટકેલી છે.

Sep 27, 2019, 07:50 PM IST

2જી ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત, સરપંચ સંમેલનમાં લેશે ભાગ

આગામી 2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે છ વાગ્યાની આસાપાસ વડાપ્રધાન(PM Modi) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે આડધો કલાક સાબરમતી આશ્રમમાં વિતાવીને રિવરફ્રન્ટ ખાતે યોજવનારા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અને રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જશે. 

Sep 25, 2019, 10:51 PM IST

પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

'સ્વચ્છ ભારત અભિયાન'(Swacch Bharat Mission) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'(Global Goalkeeper Award) એનાયત કરાયો છે. આ પુરસ્કાર બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Milinda Gates Foundation) તરફથી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં ભાગ લેવા યુએસ પહોંચેલા પીએમ મોદીનું બિલ ગેટ્સ(Bill Gates) દ્વારા આ એવોર્ડથી સન્માન કરાયું હતું. 

Sep 25, 2019, 09:02 PM IST

કેન્દ્ર સરકાર ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લાવશે: પુરષોત્તમ રૂપાલા

કેન્દ્ર સરકાર(Central Government) ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ (Kisan Credit Card)યોજના લાવી રહી છે. આ યોજના થકી દેશના ખેડુત(Farmers)ને દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂપિયા 1.60 લાખ લોન સ્વરૂપે મળશે. નડિયાદ(Nadiad) ખાતે આવેલા કૃષી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મોદી સરકાર દ્વારા અર્થતંત્રને સધ્ધર લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. 
 

Sep 25, 2019, 07:51 PM IST
Modi trump 24092019 PT23M54S

દ્વિપક્ષીય વાટાઘાટોઃ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહી કરી ભરપૂર પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પત્રકારોના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહીને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીના મહાન નેતા છે.

Sep 24, 2019, 11:25 PM IST
X RAY 24092019 PT25M45S

માત્ર ઉપર છલ્લા સમાચારો નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ...

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે થયેલી ઇમરાન ખાનની ફજેતીનું સચોટ વિશ્લેષણ. અમેરિકામાં ઇમરાન ખાનને ફરી એકવાર નીચુ જોવુ પડે તેવી સ્થિતીનું નિર્માણ.

Sep 24, 2019, 10:35 PM IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ‘રો-રો ફેરી અનિશ્ચિત કાળ સુધી થઇ બંધ’

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી(Ro-Ro Ferry) આમ તો શરુ થઇ ત્યારથી જ અનેક વિવાદો, સંઘર્ષો વચ્ચે શરુ થી હતી અને બંધ થવાના વાંકે ચાલી રહી હોય તેમ હતું ત્યારે હવે રોરો ફેરીના સંચાલકો દ્વારા જાહેરાત કરી અને રોરો ફેરી ને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન(Prime Minister) જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના લોકોનું સ્વપ્ન રોળાઈ ગયું છે.

Sep 24, 2019, 04:51 PM IST
PM_Modi_speech_Us PT50M

'હાઉડી મોદી' કાર્યક્રમમાં જાણો શું બોલ્યા પીએમ મોદી

હાઉડી મોદીના (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) મંચ પરથી પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન મોદીએ સીધો પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાનાં દેશ પહેલા સંભાળે, ત્યાર બાદ હું બીજી વખત વાત કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વડાપ્રધાન મોદીએ ખુબ જ મજબુત અવાજમાંક હ્યું કે, જે પોતાનો દેશ સંભાળી શકે તેમ નથી તેમને 370 સામે સમસ્યાઓ છે. રસપ્રદ વાત છેકે વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાંપાકિસ્તાનનું નામ એક પણ વખત લીધું નહોતું.

Sep 23, 2019, 01:15 AM IST

PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરી રહ્યા છે

Sep 22, 2019, 11:28 PM IST

હ્યુસ્ટનમાં લાગ્યા જય શ્રીરામ, રામલલા અમે આવીશું મંદિર ત્યાં જ બનાવીશુંના નારા

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં હાઉડી મોદી સમારંભના રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે.

Sep 22, 2019, 10:09 PM IST

ભાજપ તમામ નેતાઓએ ટ્વીટર પર હાઉડી મોદીનાં પ્રોફાઇલ પિક્ચર મુક્યા

રામ વિલાસ પાસવાને પણ પોતાનું પ્રોફાઇલ પીક્ચર બદલીને કહ્યું કે ઐતિહાસિક પળના સાક્ષી બનવા તેઓ ઉત્સુક

Sep 22, 2019, 07:26 PM IST

હાઉડી મોદી: સ્ટેડિયમની બહાર કિલોમીટર લાંબી લાઇન, ટ્રમ્પ એરફોર્સ વનમાં રવાના

વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમમાં રાત્રે 9 વાગ્યાથી હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં પહોંચશે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન અગાઉથી જ ઓવર થઇ ચુક્યું છે. અહીં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ અને ભારતીય લોકો એકત્ર થવાનાં છે. આ કાર્યક્રમમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેવાનાં છે. 

Sep 22, 2019, 07:06 PM IST

Howdy Trump: ટ્રમ્પે સંબોધનમાં PMનો આભાર વ્યક્ત કર્યો, મોદીને કહ્યું હેપ્પી બર્થ ડે

હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી 50 હજાર ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત કરશે

Sep 22, 2019, 05:40 PM IST

નાસિક રેલી: PM મોદીએ કહ્યું, રામ મંદિર અંગે કેટલાક વાણીશુરાઓ બકવાસ કરી રહ્યા છે

મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરૂવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાના સમાપન પ્રસંગે એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમના નિશાન પર વિપક્ષી દળ કોંગ્રેસ-એનસીપીનાં નેતાઓ રહ્યા. મોદીએ પોતાનાં ભાષણમાં કાશ્મીર સહિત રામ મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. બીજી તરફ મહારાષ્ટ્રનાં વિકાસ ઉપરાંત પ્રસ્તાવિત કેન્દ્રની યોજનાઓને પણ જનતા સમક્ષ મુક્યું હતું.

Sep 19, 2019, 04:11 PM IST
 X-Ray 17092019 PT26M34S

પીએમ મોદીએ કર્યા નર્મદાના વધામણાં, જુઓ X-Ray

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 વર્ષ પહેલાં સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે 2 વર્ષ પછી 2019માં પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ત્યારે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી. સાધુબેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના વખાણ કર્યા. સાથે જ જણાવ્યું કે તે હવે દેશ અને દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

Sep 17, 2019, 10:20 PM IST
PM Narendra Modi Leave Delhi form Ahmedabad PT1M40S

ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના

પોતાના જન્મદિવસ પર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ કાર્યક્રમમાં હાજરી આપી માતા હિરાબા સાથે મુલાકાત કરી દિલ્હી જવા રવાના થયા હતા.

Sep 17, 2019, 09:50 PM IST