વડાપ્રધાન મોદી

G-20 સમિટ: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે યોજાઇ બેઠક, આ 4 મુદ્દા પર થઇ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અહીં G-20 શિખર સમિટ શરૂ થવાથી પહેલા શુક્રવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. G-20 શિખર સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ.

Jun 28, 2019, 09:43 AM IST

મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી

યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી અંગેનું એક બિલ સરકાર લોકસભામાં પાસ કરવા જઇ રહી છે. કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થા (શિક્ષક સંવર્ગ માટે અનામત) બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. બિલ પાસ થયા બાદ યુનિવર્સિટીમાં આશરે ખાલી પડેલા 7 હજારથી વધારે ખાલી પદ ભરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 7 હજારથી વધારે પદ ખાલી છે. 

Jun 27, 2019, 06:20 PM IST

જાપાનથી PM LIVE: ડિજિટલ લેવડદેવડ રેકોર્ડ સ્તર પર, સોશિયલ સેક્ટર પ્રાથમિકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનનાં ઓસાકા પહોંચી ચુક્યા છે. બુધવારે મોડી રાત્રે વડાપ્રધાન નવી દિલ્હીથી ઓસાકા માટે રવાના થયા હતા. ગુરૂવારે સવારે ઓસાકા પહોંચ્યા  હતા. વડાપ્રધાને આજે અહીં સૌથી પહેલા જાપાની વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઉપરાંત ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કર્યાહ તા. શુક્રવારે જી20 સમિટની બેઠક ચાલુ થશે. આ ઉપરાંત તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાનાં છે. 

Jun 27, 2019, 04:40 PM IST

PM મોદી અને ટ્રમ્પ જ વિશ્વનાં એવા નેતા જે જરૂર પડ્યે જોખમ ખેડી શકે: અમેરિકા

અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, હાલનાં સમયમાં માત્ર બે નેતાઓ એવા છે ,જે જરૂર પડ્યે જોખમ ઉઠાવતા નથી ગભરાતા. તેમણે કહ્યું કે, આપણે બંન્ને દેશોએ એક બીજાને નવી દ્રષ્ટીએ જોવું જોઇએ. પોમ્પિઓએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, થોડા અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદી તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ લડવાનું આહ્વાન કરી રહ્યા હતા. અમે તે જોઇને ખુશ થયા કે સંયુક્ત રાષ્ટ્રપ્રતિબંધ સમિતીએ મસુદ અઝહરને ગત્ત અઠવાડીયે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. 

Jun 26, 2019, 10:24 PM IST

આ સ્માર્ટફોન યુઝ કરે છે PM મોદી અને અમિત શાહ, તમારી પાસે કયો છે ?

કોણ કહે છે કે માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે સ્માર્ટપોન રાખે છે અને ટ્વીટરને પોતાનાં ટાઇપ રાઇટરની જેમ ઉપયોગ કરે છે ?

Jun 23, 2019, 09:34 PM IST
PM Modi meet higher officials due to budget session PT4M16S

બજેટ સેશનને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

બજેટ રજુ થવા જઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ નાણા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાંતેમણે બજેટ સહિતનાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Jun 22, 2019, 10:00 PM IST

PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

રાત્રીભોજન માટે બંન્ને સદનમાં આશરે 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું

Jun 20, 2019, 10:31 PM IST

નીતિ પંચની બેઠકમાં ન્યુ ઇન્ડિયાનો રોડમેપ તૈયાર, 5 ટ્રિલયન ડોલરની ઇકોનોમિનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતી પંચની બેઠક ચાલુ થઇ ચુકી છે. નીતિ પંચની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્યાંક નિશ્ચિત કર્યું છે. તેમણે કહ્યું કે, આ ખુબ જ પડકારજનક છે પરંતુ તેને પ્રાપ્ત કરી શકાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ પુર્ણ કરવામાં નીતિ પંચની મહત્વની ભુમિકા છે. આવક અને રોજગાર વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપુર્ણ છે. રાજ્યને નુકસાન પ્રોત્સાહન પર ધ્યાન આપવું જોઇએ. 

Jun 15, 2019, 06:37 PM IST

મેટ્રો મેનનો PMને પત્ર: દિલ્હીમાં મહિલાઓની મફત મેટ્રો મુસાફરીનો નિર્ણય ખોટો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ દિલ્હી મેટ્રોમાં મહિલાઓ માટે ફ્રી રાઇડની જાહેરાત કરી હતી. જો કે આ નિર્ણય અંગે મેટ્રોનાં પૂર્વ ચીફ ઇ. શ્રીધરે સવાલ ઉઠાવ્યા છે અને આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. દિલ્હી સરકારે મહિલાઓને મફત મેટ્રો સેવાનાં નિર્ણય અંગે મેટ્રોનાં પૂર્વ ચીફ ઇ.શ્રીધરે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. શ્રીધરે વડાપ્રધાનને દિલ્હી સરકારનાં નિર્ણયને નુકસાનકારક લેખાવ્યો છે અને તેને લાગુ થતો અટકાવવા માટે અપીલ કરી છે. 

Jun 14, 2019, 09:43 PM IST

તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી

કોલંબોથી તિરુપતીની નજીક રેનીગુંટા હવાઇ મથક પર પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યું

Jun 9, 2019, 09:23 PM IST

PMનો નાયડૂ પર વ્યંગ, કહ્યું કેટલાક હજી ચૂંટણી ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા

કોલંબોથી તિરુપતિ નજીકનાં રેનીગુંટા હવાઇ મથક પર પહોંચેલા વડાપ્રધાને કાર્યકર્તાઓને રાહ જોવી પડી તે બદલ માફી માંગી હતી

Jun 9, 2019, 08:00 PM IST

રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી

વાયનાડ લોકસભા સીટ જીત્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય વિસ્તારમાં ગયેલા રાહુલ ગાંધીએ શનિવારે રોડ શો બાદ કાલપેટા, કમબલકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

Jun 8, 2019, 07:25 PM IST

LIVE: PM મોદીને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન, કહ્યું મિત્રતા અમર રહો

નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પદ પર ચૂંટાયા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ મોદીનું પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. તેમના સન્માનમાં માલદીવની મહિલાએ પારંપારિક નૃત્ય રજુ કર્યું. માલદીવની રાજધાની માલદીવમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 

Jun 8, 2019, 05:25 PM IST
Mega Debate On PM Narendra Modi s Ministers PT49M53S

મોદી સરકારના મંત્રી મંડળમાં કોણ બનશે વિદેશ મંત્રી, કોને મળશે ક્યું ખાતુ, જુઓ મેગા ડિબેટ

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લેવાની સાથે તેમની સાથે 58 જેટલા નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા છે. હવે ક્યાં મંત્રીને ક્યું ખાતુ ફાળવવામાં આવે છે તે અંગેની માહિતી મેઘા ડિબેટમાં જુઓ....

May 31, 2019, 12:00 AM IST

ગુજરાતના ત્રણ નેતાઓનો મોદી સરકારના મંત્રી મંડળમાં થયો સમાવેશ

લોકસભાની ચૂંટણીમાં જંગી વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા મંત્રીઓના શપથવિધી સમારોહમાં મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના ત્રણ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિતશાહનો પણ સમાવેશ થાય છે. 

May 30, 2019, 09:40 PM IST

ગુજરાતના આ સાંસદ સાયકલ લઇને પહોંચ્યા શપથવિધી સમારોહમાં

નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પથના સપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ત્રણ સાંસદો મંત્રી પદના સપથ લેશે જેમાં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, અને મનસુખ માંડવિયાને મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુડબુકમાં સામેલ એવા મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને શપથ લેવા માટે રાષ્ટ્ર્પતિ ભવન પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. 

May 30, 2019, 07:25 PM IST

PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ સદીઓ જુના ગુરૂ નાનક મહેલને કથિત રીતે તોડવાની ઘટનાની ગહન તપાસ કરાવવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે દાવો કરાયો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂ નાનક મહેલને ઉપદ્રવી તત્વોએ આંશિક રીતે તોડી દીધો અને આ મહેલની કિંમતી બારી અને દરવાજાઓ વેચી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમ પણ જણાવ્યું કે, જો મોદી સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી માંગે તો પંજાબ સરકાર ગુરૂનાનક મહેલને ફરી બનાવવા માટે પણ તૈયાર છે. 

May 29, 2019, 06:54 PM IST

સુપરસ્ટાર રજનીકાંત-કમલ હાસનને મળ્યો PM મોદીના શપથગ્રહણ સમારોહનું આમંત્રણ

નરેન્દ્ર મોદીનાંવ ડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં તમિલ સિનેમા દિગ્ગજ અભિનેતા રજનીકાંત અને કમલ હાસનને આમંત્રિત કરવામાં આવ્યા છે. અભિનેતા સાથે જોડાયેલા સુત્રોએ તેની માહિતી આપી. હાસનની મક્કલ નીધિ મય્યમ પાર્ટીએ પહેલીવાર લોકસભા ચૂંટમીમાં ભાગ લીધો હતો અને રજનીકાંતે ડિસેમ્બર 2017માં રાજનીતિમાં આવવા અંગે કરવામાં આવેલી જાહેરાતને કરી ચુક્યા છે. 

May 27, 2019, 11:42 PM IST

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી. 

May 26, 2019, 09:43 PM IST

હોંગકોંગમાં પણ છવાયું 'મૈં ભી ચોકીદાર', 'NAMO' રેસ્ટોરન્ટમાં મોદીની જીતનો જશ્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં નથી પરંતુ વિદેશોમાં પણ છે. લોકસભા ચૂંટણીમાં મળેલી શાનદાર જીતનો જશ્ન દેશ નહીં પરંતુ વિદેશોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે. 

May 26, 2019, 06:33 PM IST