વરસાદ

Impact of Maha Cyclone In Gujarat, Two Days Of Rain Forecast PT5M4S

મહા વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘટી, બે દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે. 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો.

Nov 5, 2019, 04:00 PM IST

Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.

Nov 5, 2019, 03:41 PM IST

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે. 

Nov 5, 2019, 02:33 PM IST
6 NDRF Teams Deployed In Jamnagar PT3M13S

જામનગરના દરિયા કિનારાના 25 ગામો એલર્ટ પર, NDRFની 6 ટીમ કરાઈ તૈનાત

મહા વાવાઝોડાના પગલે જામનગરમાં આજે NDRFની 6 ટીમોનું આગમન થશે. ત્યારે જામનગરના દરિયાકાંઠાના 25થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.

Nov 5, 2019, 10:25 AM IST
Gujarat Government Prepares For Maha Cyclone PT4M56S

ગુજરાત પર મંડરાતા મહા વાવાઝોડાને લઇને તંત્ર કેટલું સજ્જ, જુઓ ખાસ અહેવાલમાં

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

Nov 5, 2019, 10:25 AM IST

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે. 

Nov 5, 2019, 08:53 AM IST
 Maha cylcone Bhuj Rain Satart PT4M19S

‘મહા’ની અસર: કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો શરૂ, જુઓ વીડિયો

‘મહા’ની અસર: કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો શરૂ

Nov 4, 2019, 08:00 PM IST
Government Alert For Maha Cyclone, Know In Which Area Rainfall Is Forecast PT4M2S

મહા વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, જાણો કયા વિસ્તાર પડશે વરસાદ

ગુજરાત પર વાવાઝોડા મહા નો ખતરો યથાવત છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું વેરાવળથી 660 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં છે. દિવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયકલોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી મધરાતે ગુજરાતના કાંઠે ટકરાશે. આખા ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવશે.

Nov 4, 2019, 03:15 PM IST
31 Thousand Farmers Application For Crop Loss In Ahmedabad PT3M6S

અમદાવાદમાં 31 હજાર ખેડૂતોએ પાક નુકસાનને લઇ કરી અરજી

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે અમદાવાદમાં 31 હજાર ખેડૂતોએ નુકસાન થયા અંગે અરજી કરી છે. પાક વિમો ધરાવતા 31 હજાર ખેડૂતોએ અરજી કરી છે. વિમા કંપનીના અધિકારીઓ સાથે આજે ખેતીવાડી વિભાગના અધિકારી બેઠક કરશે. 31 હજાર અરજીની સ્ક્રુટીની કર્યા બાદ આવતીકાલથી નુકસાનીનો સર્વે હાથ ધરાશે. વિમાકંપનીના કર્મચારી અને ખેતીવાડી વિભાગના કર્મચારી સાથે મળી કરશે સર્વે. વિમો ન ધરાવતા ખેડૂતોનો ખેતીવાડી વિભાગ સર્વે કરશે.

Nov 4, 2019, 02:50 PM IST
Early Morning Rains In Morbi PT4M29S

મોરબીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ

મહા વાવાઝોડાની અસર મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક, આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

Nov 4, 2019, 12:30 PM IST
Forecasts Of Heavy Wind With Rainfall In Many Dioceses Of Saurashtra PT3M4S

‘મહા’ વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:15 PM IST
Damage To Groundnut Crop In Rajkot PT6M40S

રાજકોટમાં મગફળીના પાકને નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ

રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. પડધરી તાલુકાના દેપાડીયા, ખાખળાબેલા, ગોવિંદપર સહિત અનેક ગામમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થયું છે. ગઈકાલે 1.5 ઇંચ જેટલો વરસાદ પડધરી તાલુકામાં પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. ગોવિંદપર ગામમાં કુલ 1000 વીઘા જેટલી મગફળીનો પાક હતો જે ફેલ થઈ ગયો છે. પડધરી તાલુકાના મોટા ભાગના ગામમાં મગફળીનો પાક ફેલ થયો છે. મગફળીની સાથે સાથે માલ ઢોરને ખવાળાવવામાં આવતા પાલામાં પણ નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવાંમાં આવી રહી છે.

Nov 4, 2019, 10:20 AM IST
Damage To Pomegranate Crop Due To Unseasonal Rainfall In Banaskantha PT6M

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી દાડમના પાકને નુકસાન

બનાસકાંઠામાં પડેલ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં કપાસ,જુવાર અને એરંડાના પાકો સહિત દાડમના પાકમાં પણ મોટું નુકસાન થયું છે જિલ્લાના લાખણી અને થરાદ પંથકના મોટા ભાગના ખેડૂતો દાડમનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે ત્યારે આ વર્ષે પણ થરાદ પંથકના ખેડૂતોએ 6 મહિના પહેલા મોંઘા બિયારણો અને ખાતર નાખીને પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં દાડમનું વાવેતર કર્યું હતું બસ હવે થોડા દિવસોમાં દાડમનો પાક તૈયાર થવાનો હતો પરંતું કમોસમી વરસાદ પડતાની સાથે દાડમમાં રોગ આવી જતા દાડમ કાળા પડીને ટપોટપ છોડ પરથી નીચે પડી રહ્યા છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

Nov 4, 2019, 09:20 AM IST

Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો

રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.

Nov 3, 2019, 09:25 AM IST
Gamdu jage che Morbi PT3M53S

ગામડું જાગે છે: જુઓ કમોસમી વરસાદથી મોરબીના ખેડૂતોની પરિસ્થિતિ

ગામડું જાગે છે: જુઓ કમોસમી વરસાદથી મોરબીના ખેડૂતોની પરિસ્થિતિ

Nov 2, 2019, 11:00 PM IST

Breaking : મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવતા ધીમે ધીમે નબળું પડશે

લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે. 

Nov 2, 2019, 01:14 PM IST

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે. 

Nov 2, 2019, 08:55 AM IST

મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ

તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 

Nov 2, 2019, 08:25 AM IST
rain in tharad of banaskantha PT5M59S

થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ

રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે 'મહા' વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.

Nov 1, 2019, 07:45 PM IST

દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આથી ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

Nov 1, 2019, 07:41 PM IST