વરસાદ

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

Oct 8, 2019, 06:20 PM IST

અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ

જિલ્લામાં 130 ટકા વરસાદ બાદ મગફળી,કપાસના પાક ભારે નુકશાન ખડૂતો વેઠી રહ્યા છે, ત્યારે હવે અડદના પાકમાં પણ અડદ કાળા પડી જતા ખેતી અધવચ્ચેથી પુરી કરી દેવાની ફરજ પડી છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં બે લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. 

Oct 7, 2019, 07:03 PM IST
car fell down in river PT1M37S

નદીમાં તણાઈ કાર, જુઓ Video

નદીમાં તણાઈ કાર, જુઓ Video

Oct 7, 2019, 06:05 PM IST
 Rain in Next Two Days PT25M11S

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, જુઓ Big News

રાજ્યના અલગ-અલગ જિલ્લામાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી,,, દશેરા મનાવ્યા પછી જ વરુણ દેવ લેશે વિદાય...

Oct 6, 2019, 08:45 PM IST
Water logging at highway PT1M52S

નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી!

ભારે વરસાદ (Heavy Rain)ને કારણે ગુજરાત (Gujarat)માં રોડ રસ્તાઓની હાલત બીમાર બની ગઈ છે. ખાડાને કારણે રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, તો ગટરના પાણી ઉભરાઈ ગયા છે. ત્યારે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત (Surat)માં આ મામલે અનોખા અંદાજમાં તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી દોડતી થઈ છે.

Oct 6, 2019, 06:25 PM IST
Rain at Jamnagar PT1M34S

જામનગરમાં વરસાદ, વિગતો જાણવા કરો ક્લિક

જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના ભણગોર ગામે પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાના નવાગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય જામજોધપુર તાલુકાના વાસજણીયા ગામમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. તો આ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં લીલા દુષ્કાળની ભીતી સેવાઈ રહી છે.

Oct 6, 2019, 06:20 PM IST
Rain Prediction in Gujarat PT1M30S

વરસાદ વિશે હવામાન ખાતાએ કરી મહત્વની આગાહી

રાજ્ય ભરમાં બે દિવસના આછાપાતળા વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી. 10 ઓક્ટોબર પછી ચોમાસાની વિદાય થશે. હાલ હવામાન ખાતાએ આગાહી કરી છે કે બે દિવસ ગુજરાતમાં ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટા થશે.

Oct 6, 2019, 01:30 PM IST
rian in Gujarat PT1M49S

અરવલ્લી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યમાં આમ તો વરસાદે વિરામ લીધો છે. છતાં પણ મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Oct 5, 2019, 10:20 PM IST
Rainfall in most parts of Ahmedabad PT2M57S

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે એસ.જી હાઇવે,પ્રહલાદ નગર, ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Oct 5, 2019, 07:40 PM IST
Gir Somnath Rain Falling PT1M42S

ગીરસોમનાથ અનરાધાર વરસ્યો વરસાદ

ગીરસોમનાથ જિલ્લાના અનેક પંથકોમાં વરસ્યો વરસાદ પડ્યો છે. તાલાલા, સેમળિયા, પીખોર, રાતીધાર અને જમાલપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથની શિંગોડા નદીમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. વરસાદ પડતા શિંગોડા ડેમમાં પાણીની આવક થઇ છે. ત્રણ કલાક સુધી કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા, બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Oct 5, 2019, 01:30 PM IST
Samachar Gujarat 04102019 PT21M28S

સમાચાર ગુજરાત: રાજ્યના અનેક જિલ્લામં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદ (heavy rain) ને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યાં સામાન્ય નાગરિકો ત્રાસી ગયા હોય, ત્યાં ખેડૂતોની શુ દશા થઈ હશે તે વિચારી શકાય છે. એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા, ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દક્ષિણ ગુજરાત (Gujarat) માં ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લીલા દુકાળને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાક ઉગવતા ખેડૂતોને અંદાજે 60 કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Oct 4, 2019, 10:20 AM IST
Tragic situation from satalpur PT3M18S

પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં સર્જાયા તારાજીના દ્રશ્યો

પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગામમાં પાણી ઘૂસી જવાથી ગામલોકો રોડ પર આવી ગયા છે અને 1000થી વધુ એકરમાં ઉભા પાકને નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોએ પાકવીમો ભર્યો હોવા છતા ખેડૂતોને સહાય ન મળતી હોવાની ફરિયાદ ઉઠી છે.

Oct 3, 2019, 11:45 AM IST
Grond report from Abiyana PT7M46S

અબિયાણાના લોકોની ભારે દયાજનક છે હાલત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ પાસેના 12 ગામોને જોડવા માટે બનાવવામાં આવી રહેલ પુલનું કામ અધૂરું રહેતા અને નદી માં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગ્રામજનો માટેનો અવર જવર કરવાનો માર્ગ બંધ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ 12 ગામના લોકો માટે જરૂરી પુલની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા આધુરી મુકાતા ગામ લોકોની દયનીય હાલત બનવા પામી છે.

Oct 3, 2019, 11:15 AM IST

ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયાઓને મળ્યા સારા સમાચાર

સતત વરસાદ (Heavy Rain) થી કંટાળેલા નાગરિકો મોટા સમાચાર મળ્યા છે. તો બીજી તરફ, ખેડૂતો અને ગરબા (Garba)ના આયોજકો માટે રાહતના સમાચાર છે કે, ગુજરાત (Gujarat) પરથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાઈ ગઈ છે. જેથી હવે રાજ્યમાં આગામી 24 કલાક માત્ર છુટોછવાયો વરસાદ જ રહેશે. જેથી હવે ખેડુતોના પાકને નુકશાન નહિ થાય, અને ખેલૈયા (Navratri 2019) ઓ પણ મન મૂકીને ગરબા રમી શકશે. તો સાથે જ સામાન્ય નાગરિકોને પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે. 

Oct 1, 2019, 03:58 PM IST
Heavy Loss To Farmers Due To Rain PT4M38S

વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કૃષિવિભાગના સર્વે બાદ ચૂકવાશે સહાય

વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન જેને લઇને કૃષિવિભાગના સર્વે કરવામાં આવી રહ્યો છે.

Oct 1, 2019, 03:45 PM IST
Rain System Removed From Gujarat PT44S

ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી રહી છે. રાજ્યમાં 24 કલાક છૂટો છવાયો જોવા મળી શકે છે. વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ફંટાઇ છે.

Oct 1, 2019, 03:10 PM IST
7 Inches Of Rainfall In Vijayanagar Of Sabarkantha PT1M20S

સાબરકાંઠાના વિજયનગરમાં 7 ઇંચ વરસાદ

સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે. ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

Oct 1, 2019, 01:25 PM IST
Rainfall In 207 Talukas Of The Gujarat PT2M40S

આફત અનરાધાર: રાજ્યના 207 તાલુકામાં વરસાદ

ગુજરાત (Gujarat)માં સીઝનના અંતિમ પડાવમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્ર (Saurastra) ની સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજ બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતના અરવલ્લી (Arvalli) અને સાંબરકાંઠા (Sabarkantha) જિલ્લાને ધમરોળ્યું હતું. હિંમતનગર (Himmatnagar) માં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ તો અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં રાત્રિના બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. જેને લઈને બંને જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે જ અરવલ્લીના મોડાસાના કુશ્કીના લાલપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું છે.

Oct 1, 2019, 11:45 AM IST

નવરાત્રીના બીજા દિવસે પણ વરસાદી માહોલ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબા રદ્દ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આસો મહિનામાં અષાઢી વાતાવરણ છવાયું છે. દરમિયાન ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ગરબા મેદાનો પર ભરાઈ જતાં મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહીતના મોટા ગરબા રદ થયા છે. 

Sep 30, 2019, 11:34 PM IST
Rankg bhang 30092019 PT11M26S

અમદાવાદના ખેલૈયાઓના રંગમા આવ્યું વરસાદનું વિઘ્ન...

અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદને પગલે પહેલા દિવસ બાદ હવે બીજા દિવસે પણ આયોજકો દ્વારા ગરબા રદ્દ કરવામાં આવ્યા હતા. ક્યાંક છુટી છવાઇ જગ્યાએ ચાલુ રાખ્યા હતા જો કે ભારે પવનનાં કારણે ખેલૈયાઓએ બહાર જવાનું ટાળ્યું હતું.

Sep 30, 2019, 11:05 PM IST