વિધાનસભા ચૂંટણી 2019 News

મહારાષ્ટ્ર: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી
Maharashtra News Live Update: મહારાષ્ટ્રમાં ડગલે ને પગલે રાજકીય ઘટનાક્રમમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી દીધી છે. રાજભવન દ્વારા આ ખબરને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી. રાજભવન દ્વારા કહેવાયું કે મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકાર ચાલી શકે તેમ નથી આથી રાજ્યપાલે રિપોર્ટમાં રાજ્યમાં કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આ બધા વચ્ચે શિવસેના રાષ્ટ્રપતિ શાસનની ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
Nov 12,2019, 17:33 PM IST

Trending news