ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Gujarat Weather Forecast: IMDએ આ વર્ષે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવ આગાહી કરી છે. એપ્રિલથી જૂન દરમિયાન ગંગાના મેદાની વિસ્તારો સહિત દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી પડવાની શક્યતા છે.
Gujarat Weather Forecast: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાત પર ફરી એકવાર આકાશી આફતની ઘાત તોળાઈ રહી છે! એકબાજુ આકરો ઉનાળો અને બીજીબાજુ માવઠાનો માર. જગતનો તાત હવે કુદરતના બેવડા પ્રહાર વચ્ચે ફસાયો છે. ત્યારે શું આ વખતે ઉનાળો શરૂ થતા જ પૂરો થઈ જશે? ચાલો જાણીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું કરી છે નવી આગાહી.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આ આકરી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરી છે. તો એકતરફ લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ બીજીતરફ ભરઉનાળે માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, માર્ચ મહિનામાં ગુજરાતમાં હવામાન પલટાવાની પૂરી શક્યતા છે. 8 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ, 14 થી 20 માર્ચ દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે.
Ambalal Patel Forecast: હાલ ઠંડી અને ગરમી બન્નેનો અહેસાસ ગુજરાતમાં થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે દિવસે કાળઝાળ ગરમીમાં શેકાવું પડે છે. ગરમી અને ઠંડી વચ્ચે સૌથી વધુ પરેશાન હોય તો તે ખેડૂતો છે. કારણ કે વાતાવરણ પાકને માફક નથી આવી રહ્યું. ત્યાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. શું કરી આગાહી? કેવી છે જગતના તાતની સ્થિતિ? ચાલો જાણીએ.
Gujarat Weather: વસંત ઋતુના આગમન સાથે ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 12 રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી 48 થી 72 કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. તેવી રીતે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે.
Gujarat Weather Forecast: હોળીના દિવસો નજીક આવી રહ્યા છે. સૂર્યદેવ અત્યારથી જ લોકોને આકરી ગરમીનો પરચો દેખાડી રહ્યા છે. તેવા સમયે વગર સિઝને આવેલા વરસાદે ચિંતા વધારી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના માથે સંકટના વાદળ છવાયા છે. બીજી તરફ હવામાન વિભાગે તો હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે.
Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળે શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો કે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
Ambalal Patel Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. એક તરફ જ્યાં ઠંડીમાં ઘટાડો થવાની આશા છે, ત્યાં બીજી તરફ પશ્ચિમ વિક્ષેપને કારણે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
Weather Update News: હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડી વર્તાઈ રહી છે. સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન સાથે નલીયા ઠંડુંગાર બન્યું છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવી આગાહી કહે છે કે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 29 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જેનાથી જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં જઈ શકે છે.
Ambalal Patel Agahi: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જણાવ્યું છે કે, આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં તાપમાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડાની અસર દેખાઈ રહી છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે. 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને દેશનાં ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 27 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે અને ફરી હવામાન પલટાશે. જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે. પરંતુ 11 જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે. જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયુ વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા રહેશે.
Ambalal Patel Agahi: હાલમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. ચાલો જાણીએ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Gujarat Weather Forecast: ગુજરાત રાજ્ય હાલમાં કમોસમી વરસાદની ઝપેટમાં છે, જેને પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અરબસાગરમાં બનેલા ડિપ્રેસનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather Update: હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Gujarat Rain Forecast: નવરાત્રિના તહેવારમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. બીજી તરફ અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે.
Gujarat Rain Forecast: આજે સવારથી રાજ્યના વિવિધ ભાગો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન વરસી રહેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. વરસાદના પગલે ગ્રાઉન્ડમાં કિંચડ થઇ જવાથી ગરબા રમતી વખતે હાલાકી ભોગવવી પડી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 29મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પણ આગાહી આપવામાં આવી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઓછું થયું છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સાથે એક મોન્સૂન ટ્રફ લાઈન પણ છે. જેના કારણે બે દિવસ બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, 13મી જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે છે.