વ્યાજમુક્તિ News

આજે ખેડૂત દિવસ : જગતના તાતની આવક વિશે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો
 એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે. પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા  ઉતરવું પડી રહ્યું છે. દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. 23 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ. 
Dec 23,2018, 7:15 AM IST

Trending news