સચિન પાયલટ

શશિ થરૂરે સચિન પાયલની કોંગ્રેસ વિદાય પર વ્યક્ત કર્યું દુ:ખ, ટ્વિટ કરી જણાવી આ વાત

કોંગ્રેસમાં બળવો કરનાર સચિન પાયલટને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીમ પદથી હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજકિય જંગમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી બધુ જ છીનવી લીધું, જે છેલ્લા 6-7 વર્ષમાં સખત મહેનત કરી તેમણે હાંસલ કર્યું હતું. જો કે, કોંગ્રેસે હજુ સુધી સચિન પાયલટને પાર્ટી કાઢવામાં આવ્યા નથી. ના સચિન પાયલટે હજુ સુધી પાર્ટી છોડવાની વાત કરી છે. સચિન પાયલટ પર કોંગ્રેસે જે કાર્યવાહી કરી છે, તેનાથી પાર્ટી કેટલાક નેતાઓએ અંસતોષ જાહેર કર્યો છે.

Jul 15, 2020, 09:49 AM IST

બુધવારે દિલ્હીમાં સચિન પાયલટની પત્રકાર પરિષદ, રાજસ્થાનના ઘટનાક્રમ પર તોડશે મૌન

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ સચિન પાયલટ બુધવારે સવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે. 

Jul 14, 2020, 09:59 PM IST

સિંધિયાનો કોંગ્રેસ પર કટાક્ષ, બોલ્યા- પાર્ટીમાં યોગ્યતાની કોઈ જગ્યા નથી

Jyotiraditya Scindia on Congress: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટક પર ભાજપના રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાં યોગ્યતાને કોઈ સ્થાન નથી.

Jul 14, 2020, 08:04 PM IST

26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ

પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યું કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું આપ્યું છે. 
 

Jul 14, 2020, 03:27 PM IST

કોંગ્રેસના એક્શન પર સચિન પાયલટની ટ્વિટ, 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં'

 કોંગ્રેસ (congress) ના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટ (Sachin Pilot) ને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સચિન પાયલટે ટ્વિટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત કરી શકાતું નથી. 

Jul 14, 2020, 02:46 PM IST

કોંગ્રેસે સચિન પાયલટને રાજસ્થાનના ડે.સીએમ પદેથી હટાવ્યા

કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. જેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. 

Jul 14, 2020, 01:50 PM IST

વિધાયક દળની બેઠકમાં ન પહોંચ્યા સચિન પાયલટ, તેમને જોઈએ છે મુખ્યમંત્રી પદ!

રાજસ્થાન (Rajasthan) માં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચેક એન્ડ મેટ ગેમ ચાલુ છે. જેમાં ન તો ગેહલોત કે ન તો પાયલટ પાછળ હટવા તૈયાર છે. કોંગ્રેસ વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે. 

Jul 14, 2020, 11:27 AM IST

પાયલટ જૂથનો દાવો- 13 અપક્ષ MLAs પણ સંપર્કમાં, VIDEOમાં જોવા મળ્યાં આ ધારાસભ્યો

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. ચાલ પર ચાલ જોવા મળી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે ધડા જોવા મળી રહ્યાં છે. એવું લાગે છે કે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આજે ફરીથી વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં નહીં જાય. સચિન પાયલટે ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે. 

Jul 14, 2020, 09:40 AM IST

કોંગ્રેસે સમાધાન માટે સચિનને ફરી મોકલ્યું આમંત્રણ, આવતીકાલે ફરી ધારાસભ્યોની બેઠક

રાજસ્થાન (Rajasthan) પ્રદેશ કોંગ્રેસ (Congress)માં ચાલી રહેલા કલેહ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતા સચિન પાયલટને મનાવવામાં લાગ્યા છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot) અને ગેર હાજર ધારાસભ્યોને સમાધાનની તક આપવામાં આવી છે.

Jul 13, 2020, 11:52 PM IST

સચિન પાયલટ વિરૂદ્ધ કડક પગલાં લઇ શકે છે કોંગ્રેસ, ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)ના બાગી વલણ બાદ અશોક ગેહલોત (Ashok Gahlot)ની સરકાર સંકટમાં મુકાઇ ગઇ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે સચિન પાયલટ વિરૂદ્ધ પાર્ટી કડક પગલાં ભરી શકે છે.

Jul 13, 2020, 05:30 PM IST

રાજસ્થાનના રાજકીય નાટકમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, સચિન પાયલટ સાથે ફોન પર કરી વાત

કોંગ્રેસ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાનનો પ્રયત્ન કરવામાં લાગી છે. રાજસ્થાનના રાજકીય સંકટને ઉકેલવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને મળી છે. પ્રિયંકા વાઢેરાએ સચિન પાયલટને ફોન કરી વાતચીત કરી છે.

Jul 13, 2020, 05:13 PM IST

રાજસ્થાન સંકટ: ધારાસભ્યો તૂટવાનો ખતરો, MLAs સાથે હોટલમાં શિફ્ટ થયા ગેહલોત

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ.

Jul 13, 2020, 04:28 PM IST

હવે રાજસ્થાનની બાગડોર સંભાળનાર અશોક ગેહલોતની આ જૂની તસવીરો તમે પહેલા ક્યાંય નહિ જોઈ હોય

 રાજસ્થાનના ભાવિ સીએમના નામ પર મહોર લાગી ગઈ છે. સત્તાની બાગડોર કોંગ્રેસના જાદુગર કહેવાતા અશોક ગેહલોતના હાથમાં ફરી એકવાર આપવામાં આવી છે. ગત ચાર દાયકાઓથી રાજનીતિમાં છવાયેલા આ નેતા લોખંડી નેતા ગણાય છે. અશોક ગેહલોતને મરુધરામાં કોંગ્રેસના કદાવર નેતા માનવામાં આવે છે. રાજસ્થાનના જોધપુરમા ફેમસ જાદુગર લક્ષ્મણસિંહ ગેહલોતના ઘરમા જન્મ લેનારા કોંગ્રેસના અશોક દિગ્ગજ નેતાઓમાંના એક રહ્યાં છે. 

Dec 15, 2018, 09:25 AM IST

શાળામાં જાદુ બતાવતા હતા રાજસ્થાનના નવા નિમાયેલા CM અશોક ગેહલોત

 રાજસ્થાનમા મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોતના નામ પર મહોર વાગી છે. આમ પણ આ પદ માટે અશોક ગેહલોતનું નામ જ પહેલેથી ચર્ચાતું હતું. ગેહલોતનું નામ ફાઈનલ કરવા પાછળ મોટું કારણ એ છે કે, તેમનો પ્રશાસનિક અનુભવ બહુ જ લાંબો છે અને તેઓને આડા ફાટે તેવા નેતાઓને કાબૂ કરતા બહુ જ સારી પેઠે આવડે છે. તેમના વિશેની અનેક બાબતો વચ્ચે એક માહિતી એવી પણ છે, જે બધા જાણતા નથી. બહુ જ ઓછા લોકો આ વાત જાણે છે કે રિયલ જિંદગીમાં તેઓ જાદુગર હતા. તેમના પિતા દેશના જાણીતા જાદુગર હતા. 

Dec 14, 2018, 04:21 PM IST

રાજસ્થાનઃ CMના નામની જાહેરાતમાં મોડું થતાં પાયલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે આપ્યું રાજીનામું

રાજસ્થાનમાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બનતી જઈ રહી છે, કોંગ્રેસના હાઈકમાન્ડ પર દબાણ બનાવવાની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે
 

Dec 13, 2018, 05:53 PM IST

રાજસ્થાનમાં હાલ મોટા પડકારનો સામનો કરી રહેલા આ કોંગ્રેસી નેતાની પર્સનલ લાઈફ પણ હતી પડકારજનક

રાજસ્થાન ચૂંટણીમાં હાલ એક નામ ખુબ ચર્ચામાં છે. તે છે સચિન પાયલટ. દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજેશ પાયલટના પુત્ર અને હાલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ માટે આવનારા દિવસો ખુબ જ પડકારભર્યા છે.

Dec 1, 2018, 02:57 PM IST

રાહુલ ગાંધીના ભાષણ સમયે ડાફોળીયા મારી રહ્યા હતા તેમના 3 ‘માનીતા’ નેતા

 આગામી રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ઉદયપુર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે યુવાઓ, વેપારીઓ તથા અન્ય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મોજૂદ હતા. જ્યારે રાહુલ ગાંધી પોતાના ભાષણના માદ્યમથી બીજેપી પર નિશાન સાધી રહ્યા હ તા, ત્યારે ક્લિક કરાયેલી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, એક તરફ રાહુલ ગાંધી બહુ જ ગંભીરતાથી ભાષણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓનું ધ્યાન ક્યાંક બીજે જ છે.

Dec 1, 2018, 02:18 PM IST