સરકારી નોકરી

#saveGujratstudents: ટ્વિટર પર ટ્રેન્ડ થયો મુદ્દો, રૂપાણી સરકાર પર માછલા ધોવાયા

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાના મામલે હાલ સમગ્ર ગુજરાતના ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો છે. ન્યાય માંગવાની આશાએ આજે ગાંધીનગર (Gandhinagar) પહોંચેલા ઉમેદવારોને જવાબમાં અટકાયત મળી હતી. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પર થયેલા દમનના પડઘા સોશિયલ મીડિયા પર પડ્યા છે. હાલ ટ્વિટર પર બિનસચિવાલય પરીક્ષાનો એક મુદ્દો સૌથી વધુ ટ્રેન્ડ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારને લોકો વખોડી રહ્યા છે. ટ્વિટરાઈટ્સ રૂપાણી સરકાર (Vijay Rupani) ના આ અત્યાચારના આકરા ટીકા કરી રહ્યાં છે. ટ્વિટર પર પણ એક જ અવાજ ઉઠ્યો છે કે, ’We want justice...’

Dec 4, 2019, 03:07 PM IST
Candidates Outrage Against Bin Sachivalay Exam Malpractice PT16M58S

બિન સચિવાલયની પરિક્ષા ગેરરીતિ સામે ઉમેદવારોનો આક્રોશ

બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

Dec 4, 2019, 02:55 PM IST

બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’

‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી... બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ.....’ આ શબ્દો છે એ હજ્જારો ઉમેદવારોનો, જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. 

Dec 4, 2019, 02:28 PM IST

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: પરીક્ષાર્થીઓનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું છે. 

Dec 4, 2019, 12:02 PM IST
Result Announcement Of LRD Exam PT3M31S

LRDની પરીક્ષાનું પરિણામ જાહેર, 8,135 ઉમેદવારોને લાગી નોકરી

બિન હથિયારી, હથિયારી અને જેલ સિપાહીની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 8,135 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે. બિન હથિયારીમાં 2620 ઉમેદવાર, હથિયારીમાં 4998 ઉમેદવારો અને જેસ સિપાહીમાં 517 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને જે-તે જિલ્લામાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. જેના બાદ જ 8135 યુવક યુવતીઓની તાલીમ શરૂ થશે અને ત્યાર બાદ રાજ્યની સુરક્ષામાં આ ઉમેદવારો જોડાશે.

Dec 1, 2019, 11:10 AM IST

આજના સૌથી મોટા સમાચાર : લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું....

જેની રાજ્યભરના યુવકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આજે આવી ગઈ છે. 1 ડિસેમ્બરે આજના સૌથી મોટા સમાચાર અને ખુશખબર એ છે કે, લોકરક્ષક દળ (LRD Exam) ની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. બિન હથિયારી, હથિયારી અને જેલ સિપાહીની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 8,135 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે. બિન હથિયારીમાં 2620 ઉમેદવાર, હથિયારીમાં 4998 ઉમેદવારો અને જેસ સિપાહીમાં 517 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને જે-તે જિલ્લામાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે. જેના બાદ જ 8135 યુવક યુવતીઓની તાલીમ શરૂ થશે અને ત્યાર બાદ રાજ્યની સુરક્ષામાં આ ઉમેદવારો જોડાશે.

Dec 1, 2019, 10:26 AM IST

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા છતાં મંડળે કહ્યું-પરીક્ષા પૂર્ણ પારદર્શિતાથી લેવાઈ છે

બિનસચિવાલય પરીક્ષા (Bin Sachival Clerk) માં થયેલી ગેરરીતિના થઈ હોવાનો ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) અને એનએસયુઆઈ (NSUI) દ્વારા સીસીટીવી સાથે પુરાવા આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પરીક્ષાને રદ કરવાનો તથા ઉમેદવારોને ન્યાય આપવાની વાત કરવાની સાથે પગલા નહિ લેવાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે,  તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવી છે. હજુ સુધી આવું કોઈ બનાવ બન્યો નથી. જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું. 

Nov 29, 2019, 04:24 PM IST

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી

તાજેતરમા જ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk)ની પરીક્ષામાં અનેક સ્થળો પર ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અનેક સ્થળો પર વિરોધો અને ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતી મુદ્દે મહત્વનો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યના અનેક સેન્ટરો પર કેવી રીતે ચોરી અને ગેરરીતિ થઈ હતી તેના સીસીટીવી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા બતાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ નિરીક્ષકની સામે જ ચોરી કરી રહ્યા છે તેમ છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યાં. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આ વીડિયો (CCTV) ગુજરાત સરકાર (Vijay Rupani) પર મોટી લપડાક છે. 

Nov 29, 2019, 11:56 AM IST

સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ

પોતાની ઓળખ નાયબ કલેકટર અને પત્નીની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં સરકારી નોકરી હોવાનું કહી અન્ય યુવાનને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી રૂ 8 લાખ પડાવી લેનાર બનટી બબલીની જોડી પકડાઇ

Nov 28, 2019, 08:43 PM IST

બિન સચિવાલય પરીક્ષા ફરીથી લેવાની માંગ ઉઠી, રાજ્યભરમાં વિદ્યાર્થીઓનુ વિરોધ પ્રદર્શન

તાજેતરમાં લેવાયેલ બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk Exam)ની પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં પેપરનું સીલ તૂટેલું નીકળ્યું હતું. તો બીજી તરફ, ગૌણ સેવાએ ખુદ પેપર ફૂટ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે રાજ્યભરમાંથી લેવાયેલી પરીક્ષાને કેન્સલ કરવાની માંગ ઉઠી છે. તેમજ પરીક્ષા ફરીથી લેવા માટે પણ એકસૂર ઉઠ્યો છે. આજે રાજ્યના વિવિધ શહેરોના ઉમેદવારો દ્વારા આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે જ આજે વડોદરામાં પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. 

Nov 21, 2019, 04:37 PM IST
100 Gaam 100 Khabar 18 November 2019 PT22M43S

100 ગામ 100 ખબર: બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા ફરી વિવાદમાં

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.

Nov 18, 2019, 08:15 AM IST
secretarial clerks Exam In Gujarat PT17M23S

અનેક વિવાદો બાદ અંતે બિન સચિવાલયની પરીક્ષા થઇ પૂર્ણ, જુઓ વીડિયો

આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.

Nov 17, 2019, 06:10 PM IST

વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા

આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. 

Nov 17, 2019, 02:49 PM IST

આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, કેન્દ્રો બદલીને મંડળે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનો જીવ ઉંચો રાખ્યો

બબ્બે વાર પરીક્ષા રદ કરીને વિવાદોમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે આજે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination)ની પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો (Exam center) પર પરીક્ષા લેવાશે. બપોરે 12 વાગ્યાથી 2 વાગે સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. 

Nov 17, 2019, 09:26 AM IST

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર

રાજ્યભરમાં 17 નવેમ્બરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination) ની પરીક્ષા માટે અમદાવાદના 515 માંથી 18 પરીક્ષા કેન્દ્રો (Exam center) માં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. 

Nov 13, 2019, 02:59 PM IST

12 પાસ માટે ઈન્ડિયન ઓઇલની સાથે નોકરીની મોટી તક, આ રીતે કરો અરજી

ઈન્ડિયન ઓઇલના એપ્રેંટિસના 380 પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરી છે. પસંદગી થયા બાદ ઉમેદવારોને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. 

Nov 12, 2019, 05:10 PM IST
Assam BJP Government's Big Decision On Population Control PT41S

2થી વધુ બાળકો ધરાવનારને હવે નહીં મળે સરકારી નોકરી

વસ્તી નિયંત્રણને લઈ અસમની ભાજપ સરકારનો મોટો નિર્ણય કર્યો છે. 2થી વધુ બાળકો ધરાવનારને હવે સરકારી નોકરી મળશે નહીં. 1 જાન્યુઆરી 2021થી આ નિયમ અસમમાં લાગૂ થશે.

Oct 23, 2019, 10:45 AM IST

આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય, હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી

આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે નિર્ણય લીધો છે કે હવે રાજ્યમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી મળશે નહીં. આસામી સોનોવાલ સરકારના મંત્રીમંડળે સોમવારે નિર્ણય લીધો  કે એક જાન્યુઆરી 2021 બાદ 2થી વધુ બાળકવાળા વ્યક્તિઓને કોઈ સરકારી નોકરી મળશે નહીં. સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. 

Oct 22, 2019, 02:08 PM IST

‘પતિ-પત્ની ઓર વો’: સરકારી નોકરી મળતા જ યુવકે કર્યા બીજા લગ્ન, પત્ની-બાળકોને તરછોડ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ‘પતિ-પત્ની ઓર વો’નો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાંય એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Sep 14, 2019, 08:34 AM IST

23 વર્ષમાં ગુજરાતની વસ્તી 3.5 કરોડ વધી, પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ રહ્યાં, એવું કેવી રીતે?

આજે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે બેરોજગારી તથા સરકારી નોકરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમા કોંગ્રેસે સરકારી નોકરી મામલે કહ્યું હતું કે, વર્ષ 1996માં રાજ્યની જનસંખ્યા 3 કરોડ હતી, ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ હતા. અને જ્યારે આજે જનસંખ્યા 6.5 કરોડ થઈ ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ છે. તેમજ બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરી હતી.

Jul 17, 2019, 02:16 PM IST