સરકાર

Government Lifts Ban On Onion Exports PT3M21S

ખેડૂતોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, ડૂંગળી નિકાસ કરવાની આપી છૂટ

થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકો ને રડાવી રહી છે. ૧૨૦૦ રૂ. મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦ થી ૪૦૦ રૂ.મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત ના પગલે ડુંગળીના ભાવો માં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાય શકે છે.

Feb 27, 2020, 04:30 PM IST
Congress Ready To Surround Government In Budget Session PT2M18S

અમદાવાદ: બજેટ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસ તૈયાર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની આજે બેઠક મળશે. સર્કીટ હાઉસ ખાતે બેઠક મળશે. વિધાનસભા બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનિતિ નક્કી કરવામાં આવશે. 1 ઓગસ્ટ 2018નો ઠરાવ મુખ્ય મુદ્દો રહેવાની શક્યતા છે. ઠરાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. ખેડૂતો બે રોજગારી અને પાક વિમો વગેરે મુદ્દે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે.

Feb 25, 2020, 06:50 PM IST
High Court Demands Response From The Government On LRD Recruitment PT3M35S

LRD ભરતી અંગે હાઇકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ

બિન અનામત વર્ગની 254 મહિલા ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી મામલે રાજ્ય સરકાર પાસે નિમણુંક પત્રની માંગણીને લઈને પિટિશન કરવામાં આવી હતી. 1578 પૈકીની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણુંક પત્ર આપવામાં આવે એવી અરજીમાં રજુઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. વધુ સુનાવણી 11મી માર્ચે હાથ ધરાશે.

Feb 19, 2020, 05:15 PM IST
Agitator Angrey On Government's Response To High Court PT5M1S

HCમાં સરકારના જવાબથી અનામત આંદોલનકર્તા નારાજ

હાઇકોર્ટમાં સરકારે રજૂ કરેલા જવાબથી એલઆરડી અનામત આંદોલન કર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે. પોતાનું આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સરકાર કોર્ટને પણ છેતરી રહી હોવાની વાત કરી હતી. 1-8-2018નો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Feb 18, 2020, 08:25 PM IST
Fatafat News: Government Responds On LRD Recruitment Issue PT23M15S

ફટાફટ ન્યૂઝ: LRD ભરતીમાં 1-8-18ના પરિપત્ર મુદ્દે સરકારનો જવાબ

LRD ભરતી મુદ્દે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ આપ્યો હતો. સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, પરિપત્રનો અમલ નહીં થયા.

Feb 18, 2020, 07:35 PM IST
Government Responds To Gujarat High Court On LRD Recruitment Issue PT7M22S

LRD ભરતી મુદ્દે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં આપ્યો જવાબ, જાણો શું કહ્યું...

LRD ભરતી મુદ્દે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ આપ્યો હતો. સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, પરિપત્રનો અમલ નહીં થયા.

Feb 18, 2020, 06:05 PM IST

કેવડિયા: સરકાર આદિવાસીઓને હોમસ્ટે હેઠળ તમામ રાસ રચીલું વસાવી આપશે

 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં આવતા પ્રવસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફંડમાંથી આ આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની સુવિધા  બનાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલની વાત કરીયે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000 થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમના રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.

Feb 17, 2020, 11:49 PM IST

સુરત: કોર્પોરેટરની ગાંધીગીરી, સ્થાનિક પ્રશ્નો મુદ્દે પોસ્ટકાર્ડ અભિયાન ચાલુ કરાયું

શહેરના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા ઉપરાંત શહેરની કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગ સાથે સરકાર સામે પોસ્ટ -કાર્ડ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. વરાછા અને પુનાગામ સોસાયટીમાં આવેલ ઘરે ઘરે પોસ્ટ- કાર્ડ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પચીસ હજાર જેટલા પોસ્ટ -કાર્ડ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને આગામી દિવસોમાં રજુવાત કરવામાં આવશે. આ સાથે સુરત મનપા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નો અંગેનો પણ પોસ્ટ - કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Feb 16, 2020, 08:59 PM IST
government will meet political leaders of the reserved classes watch video on zee 24 kalak PT1M50S

અનામત વર્ગના રાજકીય અગ્રણીઓ સાથે સરકાર કરશે બેઠક

અનામત વર્ગના રાજકીય અગ્રણીઓ સરકાર સાથે કરશે બેઠક. શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના આગેવાનો મુખ્યમંત્રીને મળે તેવી શક્યતા છે. અનામતને લાગતા મુદ્દાઓ અંગે સરકાર સાથે કરશે ચર્ચા. 69 દિવસના આંદોલનમાં પ્રથમ વાર અનામત વર્ગ સાથે થશે બેઠક. અલ્પેશ ઠાકોરે વિવાદિત પરિપત્ર રદ કરવા આપી છે ચીમકી. અલ્પેશ ઠાકોરે કાલે ગાંધી આશ્રમથી ગાંધીનગર કુચ કરવા કર્યું છે એલાન. કુચ કરે એ પહેલાં સરકાર સાથે મંત્રણામાં જોડાશે.

Feb 16, 2020, 05:35 PM IST
Pravin ram says we have not received invitation for talk watch video on zee 24 kalak PT1M46S

પરિપત્ર બાબતે બંને પક્ષકારો સાથે મંત્રણા મામલો, પ્રવિણ રામે કહ્યું-અમને આમંત્રણ મળ્યું નથી

પરિપત્ર બાબતે સરકાર દ્વારા બંને પક્ષકારો સાથે મંત્રણા કરવા મામલે પ્રવિણ રામે કહ્યું કે અમને મંત્રણા માટે હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. સરકારની મંત્રણાની વાતનું ખંડન કરાયું. તેમણે કહ્યું કે સરકાર આમંત્રણ આપશે તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિની ટીમ મંત્રણા માટે જશે.

Feb 16, 2020, 05:10 PM IST
Non Reservation Class Meeting Completed In Gandhinagar PT25M17S

ગાંધીનગરમાં બિન અનામત વર્ગની બેઠક પૂર્ણ

LRD વિવાદ મામલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના નિવસ્થાને બિન અનામત વર્ગની મધ્યસ્થી માટે બેઠક બોલવાઈ હતી. બેઠકમાં વરુણ પટેલ તેમજ બિન અનામત સમિતિના હોદેદારો હાજર રહ્યા હતા.

Feb 16, 2020, 12:05 AM IST
Reservation and Non Reservation Meeting Convened By Government PT3M5S

અનામત અને બિન અનામત વર્ગની સરકારે બોલાવી બેઠક

બિન અનામત વર્ગ અને રાજ્ય સરકાર વચ્ચેના મધ્યસ્થી વરૂણ પટેલે ટ્વિટ કરી બંને પક્ષો અનામત અને બિન અનામત સાથે સરકાર બેઠક કરી નિર્ણય જાહેર કરશે.

Feb 15, 2020, 10:30 PM IST

સવર્ણ આંદોલન: જો સરકાર રાત સુધીમાં જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલનની બાંભણીયાની ચિમકી

બિન અનામત સંકલન સમિતિ દબાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. બપોરે વાતચીત બેઠક અથવા નિર્ણય જણાવવામાં આવશે. સરકાર સાથે મીટિંગ થયા બાદ થી માત્ર ગઈ કાલથી વાયદા કરવામાં આવી ર્હાય છે. જે લોકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમને જવાબ આપ્યા નથી. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સરકાર બંન્ને સમુદાયને લોલીપોપ આપીને હાલ આંદોલન સમેટિ લેવાનાં મુડમાં છે.

Feb 15, 2020, 08:31 PM IST
Samachar Gujarat: Alpesh Thakor's Threat In LRD Circular Issues PT21M21S

સમાચાર ગુજરાત: એલઆરડી પરિપત્ર મામલે અલ્પેશ ઠાકોરની ચીમકી

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને LRD મામલે ઉકેલ લાવવા અપીલ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, 48 કલાકમાં 1 ઓગસ્ટ 2018ના ઠરાવ અંગે યોગ્ય નિર્ણય નહી લેવાય તો 17 તારીખે સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે.

Feb 14, 2020, 09:15 PM IST
Alpesh Thakor Gives 48 Hours Ultimatum To Government For Reservation PT6M56S

અનામત મામલે અલ્પેશ ઠોકોરે સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને LRD મામલે ઉકેલ લાવવા અપીલ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, 48 કલાકમાં 1 ઓગસ્ટ 2018ના ઠરાવ અંગે યોગ્ય નિર્ણય નહી લેવાય તો 17 તારીખે સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે.

Feb 14, 2020, 07:20 PM IST

LRD વિવાદ: બિન અનામત વર્ગના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, પણ ગૂંચવાડો હજુ પણ યથાવત

LRD ભરતીમાં 1-8-18નાં પરિપત્રનાં કારણે ભારે વિવાદ પેદા થયો છે. હાલ આ લડાઇ અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિગ્રહનો મુદ્દો બન્યો છે. 64 દિવસનાં ઉપવાસ બાદ આખરે અનામત વર્ગની મહિલાઓને અન્યાય નહી થાય તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે હવે સરકારનાં આ નિર્ણય બાદ સવર્ણ વર્ગની મહિલાઓ ઉપવાસ પર બેસી ગઇ છે. બ્રહ્મ સમાજ, રાજપુત સમાજ પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા સમગ્ર મુદ્દે દબાણ કરવામાં આવતા આખરે સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.

Feb 13, 2020, 08:36 PM IST

અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી

શહેરમાં ચારથી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPC ની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂધ અને અરાજકતાની સ્થિતી પેદા થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે. તેમજ રાજ્ય સરકારે 2002નાં રમખાણો, પાટીદાર અનામત આંદોલન, NRC અને CAA વિરોધમાં નિકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોનાં કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે.

Feb 6, 2020, 11:53 PM IST

હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી. 

Jan 30, 2020, 12:56 PM IST
BJP Leader Annoyed, MP Mansukh Vaswas Blames The Government PT10M49S

ભાજપના વધુ એક નેતા નારાજ, સાંસદ મનસુખ વસાવાનો સરકાર પર આક્ષેપ

કેતન ઈનામદાર (Ketan Inamdar), મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) બાદ હવે ભાજપના વધુ એક નારાજ નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હવે ભાજપ સરકારથી નારાજ છે. મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર જેની પણ હોય આદિવાસીઓ માટે અમે લડી લઈશું. આ માટે રાજ્યના તમામ આદિવાસીઓએ ભેગા થવુ પડશે. સરકારને અમે ખુલ્લા પાડીશું.

Jan 28, 2020, 05:20 PM IST

Budget 2020: ઇંશ્યોરન્સ સેક્ટરમાં જીવ ફૂંકવાની થઇ રહી છે તૈયારી, નાણામંત્રી આપી શકે છે ભેટ

દેશના વીમા ક્ષેત્ર આગામી બજેટમાં સરકાર પાસેથી ખૂબ આશાઓ લગાવીને બેઠા છે. ઇંશ્યોરન્સ સેક્ટર ગત કેટલાક મહિનાથી સરકારે પોતાની સમસ્યાઓથી માહિતગાર કરાવી રહ્યો છે. આ ક્ષેત્રના દર્દને સમજવા માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ઘણી જાહેરારો કરી શકે છે. સરકાર ઇંશ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઇ (FDI)ની સીમા 49% થી વધારીને 74% કરી શકે છે.

Jan 24, 2020, 05:13 PM IST