સરકાર

બળાત્કારના કેસના ઝડપી નિકાલ માટે ગુજરાતમાં 35 ફાસ્ટ્રેક કોર્ટ બનશે: રવિશંકર પ્રસાદ

મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોચાડવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતમાં આવ્યા છે. તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જે માટે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળ્યું છે. આ નિર્ણય બાદ પીએમ મોદીને યુએઈ અને બહેરીન નું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. 

Sep 11, 2019, 03:23 PM IST

રાજકોટ: ઊંઝા એપીએમસીના બંધના વિરોધને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડનો ટેકો

ઊંઝા સહિત ગુજરાતના માર્કેટ યાર્ડના વેપારીઓએ 1 કરોડથી વધુ રકમ પર 2% લાગતા TDSના વિરોધમાં યાર્ડ બંધ રાખવા એલાન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દ્વારા ટેકો જાહેર કરી આવતા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ યાર્ડ બંધની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ગેરસમજના કારણે યાર્ડના વેપારીઓ અને દલાલોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. 

Sep 1, 2019, 05:29 PM IST

રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’

રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો. 

Aug 29, 2019, 08:14 PM IST

સરકારના આ નિર્ણયથી એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડના વેપારીઓમાં રોષ, પાળશે બંધ

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડના વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાની ધંધા રોજગારથી દુર રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર જે 2 ટકા TDs લાવવામાં આવ્યો છે, તે અંગે યોગ્ય સમજણ અને માહિતી નહિ આપવામાં આવે ત્યાં સુધી અચોક્કસ દિવસ માટે આ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખશે.

Aug 28, 2019, 10:38 PM IST
State Govt. Allots Funds For Developement of Cities PT4M7S

શહેરોના વિકાસ માટે સરકારે આપ્યા 2 હજાર કરોડ રૂપિયા, જુઓ વિગત

શહેરી વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકારે આપી રકમ. ન.પા., મ.ન.પા. અને શહેરી સત્તામંડળને 2,000 કરોડ આપ્યા. CM વિજય રૂપાણીની હાજરીમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Aug 20, 2019, 03:25 PM IST

સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન

જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

Aug 14, 2019, 10:01 PM IST
State Govt. Gives Controversial Statement In HC About Crop Insurance PT1M53S

ખેડૂતોને પાક વીમા વળતર ચૂકવવાનો મામલો, હાઈકોર્ટમાં સરકારનું મોટું નિવેદન આવ્યું સામે

હાઈકોર્ટમાં સરકારનું મોટું નિવેદન આવ્યું સામે, કહ્યું 'સરકારે સબસીડી આપી પણ વીમા કંપની વળતર નથી ચૂકવતી'

Aug 14, 2019, 01:15 PM IST

ઓટો સેક્ટરમાં વધુ મંદીની સંભાવના, લાખો લોકો પર રોજગારનું સંકટ

ઓટો ઉદ્યોગના વેચાણમાં ઘટાડો ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે દેશના મેન્ચુફેક્ચરિંગ સેક્ટરના જીડીપીમાં તેનું યોગદાન લગભગ અડધુ છે અને જીએસટીથી થતી આવકમાં તેનું યોગદાન 11 ટકા છે. 

Aug 5, 2019, 04:00 PM IST
Gujarat Vidhansabha: State Govt. To Pass Bills in Vidhansabha to Curb Water Theft PT1M42S

જુઓ પાણીની ચોરીને અટકાવવા રાજ્ય સરકાર શું કરશે

રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Jul 23, 2019, 05:50 PM IST
Private Hospitals Charge Hospital Fee From 'Ma Card' Holders  PT1M42S

સરકારની 'મા કાર્ડ' યોજનાની ખુલી પોલ, જુઓ વિગત

સરકારની 'મા કાર્ડ' યોજનાના નિયમો ન પાળીને ખાનગી હોસ્પિટલોએ સરકારના નિયમોને સરેઆમ નજરઅંદાજ કર્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 17 હોસ્પિટલોએ દર્દીઓ પાસે મા કાર્ડ હોવા છતાં તેમની પાસેથી પૈસા વસૂલ્યા. સરકારે આવી હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યો નથી. સરકારે માત્ર દર્દી પાસેથી લીધેલા પૈસા હોસ્પિટલ પાસેથી વસૂલી સરકારે દર્દીઓને પરત આપ્યા છે. આવી હોસ્પિટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી હોવાની કબૂલાત કરી છે. ઇમરાન ખેડવાલાના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ આ જવાબ વિધાનસભામાં આપ્યો છે.

Jul 19, 2019, 02:50 PM IST

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

Jul 18, 2019, 07:36 PM IST

સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત

રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત  અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે. 
 

Jul 16, 2019, 07:31 PM IST

ખેડૂતોને સરકાર દ્વારા મોટી ભેટ, સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા

ઝારખંડના ખેડૂત હવે કૃષિની ટેક્નોલોજીની સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન સ્માર્ટફોન દ્વારા જાણી શકશે. ઝારખંડ સરકાર રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવ માટે રકમ આપવા જઇ રહી છે. ઝરખંડના કૃષિ વિભાગના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ઝારખંડમાં 2000 રૂપિયાની એક વધારાની રકમ મળશે. આખા દેશમાં પીએમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતમાં બે-બે હજારની ત્રણ હપ્તા આપી રહી છે, જ્યારે ઝારખંડમાં તેમની સંખ્યા ચાર હશે. 

Jul 11, 2019, 04:20 PM IST
Congress Leader Virji Thummar Blames Govt. of Corruption PT3M15S

જુઓ કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુંમરે સરકાર પર શું આરોપો લગાવ્યા

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે પાણીના ભાવે ગૌચરની જમીન આપી હોવાના કર્યા આક્ષેપ'સેઝમાં જમીન ફાળવી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કર્યો હોવાના કર્યા આક્ષેપ..

Jul 10, 2019, 04:40 PM IST
Karanataka: Congress Leaders Resign PT7M10S

કર્ણાટક સરકાર પર ઘેરાયું સંકટ, કોંગ્રેસના તમામ મંત્રીઓએ આપ્યું રાજીનામું

કર્ણાટક : સરકાર તૂટતી બચાવવા કોંગ્રેસનો અંતિમ પ્રયાસ, કાલે કુમારસ્વામી રાજીનામું આપી શકે છેઃ સૂત્ર-

Jul 8, 2019, 01:50 PM IST

મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર

રાજ્યભરની વિવિધ કોલેજોમાં આવેલી મેડિકલ અને પેરામેડિકલની વિવિધ બેઠકો પર પ્રવેશ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હાલ પ્રેવશ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વાલીમંડળ EWS એટલે કે આર્થિક અનામતના અમીલકરણને લઇને મૂંઝવણમાં હોવાનું સામે આવ્યું છે.

Jul 7, 2019, 03:38 PM IST
Gujarat: Congress MLA Himatsinh Patel Accuses Govt. PT3M56S

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના સરકાર પર પ્રહાર, જુઓ શું કહ્યું

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સરકાર પર પ્રહાર કર્યા.

Jul 3, 2019, 01:30 PM IST
Poor ration of girl child in Gujarat PT4M51S

ગુજરાતમાં છોકરીઓની સંખ્યા ચિંતાજનક, ચોંકાવનારો સર્વે

નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી.

Jun 28, 2019, 09:20 AM IST

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પર અંકૂશ લગાવવાની કવાયત અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત હવે લોકોને ખાલી દૂધની થેલી વેચાણકર્તાને પરત કરવાની રહેશે.

Jun 27, 2019, 02:39 PM IST

તક્ષશિલા આગકાંડ બાદ પણ ભટારની આગ પાછળ સરકારની બેદરકારી: પરેશ ધાનણી

ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાતના લોકોના જીવને જોખમમાં મુકી રહી છે. તક્ષશિલાની આગની ઘટના હજી ભુલાઇ નથી ત્યાંરે આજે બનેલી ભટારની આગથી નાના ભુલકાઓના જીવ જોખમમાં મુકાયા હતા. 

Jun 25, 2019, 05:32 PM IST