સરકાર

RBI આપી શકે છે સરકારને 40 કરોડ રૂપિયાની આર્થિક મદદ

ગત થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે RBI અને સરકાર વચ્ચે કેટલાક મુદ્દાઓને લઇને મતભેદ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર રિઝર્વ બેંક સરકારને ડિવિડેંડ આપવા માટે તૈયાર છે. એજન્સીના અનુસાર RBI માર્ચ સુધી સરકારને 4.32 બિલિયન ડોલરથી 5.8 બિલિયન ડોલર (લગભગ 400 અરબ રૂપિયા) આપી શકે છે. સરકાર લાંબા સમયથી ડિવિડેંટની માંગ કરી રહી હતી. આશા છે કે આ રકમથી ફિસ્કલ ડેફિસિટની ખીણને ઓછી કરી શકાશે. રિપોર્ટ્સ અનુસાર ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો છે, ત્યારબાદ સરકાર સતત ડિવિડેંડની માંગ કરી રહી હતી.  

Jan 7, 2019, 04:55 PM IST

દુનિયાના આ શહેરમાં બાળકના જન્મ પર સરકાર આપે છે 2.5 લાખ રૂપિયા

સરકારે કપલ્સને બાળક જન્મ આપવાના ઇનામ તરીકે લાખો રૂપિયા આપી રહી છે. ખરેખર વાત તો એ છે કે આ રાશી દરેક બાળકના જન્મની સાથે વધતી જાય છે. એટલે કે પહેલા બાળક પર ઇનામની રમક જો 60 હજાર હોય તો, તેમના પાંચમાં બાળકના જન્મ પર 2.5 લાખ રૂપિયા હશે.

Jan 1, 2019, 07:20 AM IST

શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 

Dec 21, 2018, 02:43 PM IST

શિયાળામાં સસ્તા થયા AC, જાણો કેમ સરકાર થઇ છે મહેરબાન

આને ચૂંટણી પહેલાં સરકાર દ્વારા જનતાને લલચાવવાનો પ્રયત્ન કહો કે પછી બીજું કંઇક, પરંતુ લોકોને જીએસટીમાં આગામી દિવસોમાં મોટી રાહત મળવાની છે. શનિવારે જીએસટી કાઉંસિલની મીટિંગ પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ એક પ્રકારે બેઠકનો એજન્ડા નક્કી કરી દીધો છે. પીએમ મોદીએ મંગળવારે જાહેરાત કરી કે ટૂંક સમયમાં જીએસટી સ્લેબમાં 99 ટકા આઇટમ્સ 18 ટકા અથવા તેનાથી પણ ઓછા દાયરામાં આવી જશે.

Dec 19, 2018, 10:56 AM IST

દેવામાફી કરવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓ ઘટતી નથી, આ રહ્યાં ચોંકાવનારા  કારણો

સત્તા મેળવવા માટે કૃષિ દેવા માફી એ રાજકીય પક્ષો માટે જાણે ઓજાર બની ગઈ છે. કેટલાક રાજ્યોમાં સત્તામાં આવેલી નવી સરકારો દેવા માફીની જાહેરાતો કરી રહી છે. પહેલાની સરકારોએ આ પગલું ભર્યા પછી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે જોવા છતાં આ પ્રકારે જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજકીય પક્ષોએ આ પ્રકારના વાયદા કરતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. 

Dec 18, 2018, 07:00 AM IST

રાફેલ મુદ્દે અરૂણ જેટલીની પત્રકાર પરિષદ, કહ્યું- કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે

રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, અસત્યનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે. સત્ય અને અને અસત્ય વચ્ચે પાયાગત તફાવત હોય છે.

Dec 14, 2018, 06:10 PM IST

7મું પગાર પંચ: શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય

7મા પગાર પંચ હેઠળ ભથ્થું આપવા, જૂની પેંશન યોજના તથા અન્ય માંગોને લઇને રેલવે કર્મચારીના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને સોમવારે પોતાની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે.

Dec 10, 2018, 12:54 PM IST

દરરોજ 7 રૂપિયા જમા કરાવો અને મેળવો 5,000 રૂપિયા પેંશન, મોદી સરકારની છે આ યોજના

દરેક નોકરિયાત વ્યક્તિને એ વાતની ચિંતા રહે છે કે રિટાયરમેંટ બાદ તેની આવક ક્યાંથી થશે. ઘરનો ખર્ચ રિટાયર થયા બાદ કેવી રીતે ચાલશે. મોદી સરકારે એક શાનદાર યોજનાની શરૂઆત હેઠળ તમે દરરોજ 7 રૂપિયા બચાવીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5,000 રૂપિયાનું પેંશન પ્રાપ્ત કરી શકો છો. આ સ્કીમ ઓછી આવકવાળા લોકો માટે અથવા પછી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે વધુ ઉપયોગી છે.

Dec 7, 2018, 05:20 PM IST

રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે

Dec 7, 2018, 12:38 PM IST

EXCLUSIVE : 7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીએ ટાળી દીધું મોટું આંદોલન

રેલવે મંત્રલાય દ્વારા આ સકારાત્મક વાતચીતને ધ્યાનમાં રાખતાં રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશને 11 ડિસેમ્બરથી જાહેર વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનો નિર્ણયને હાલ સ્થગિત કરવાનો જાહેરાત કરી છે.

Dec 6, 2018, 12:03 PM IST

EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર

7th Pay Commission હેઠળ રેલવે કર્મચારીના સંગઠનો અને રેલવે મંત્રાલય વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કર્મચારીઓને જલદી જ 7મા વેતન પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થા મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલી દેવામાં આવી છે. 7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપવામાં આવતાં કર્મચારીના પગરામાં હજારો રૂપિયાનો ફરક આવશે.

Dec 5, 2018, 06:10 PM IST

ગુજરાતમાં વિજળી થશે મોંઘી, ટાટા, અદાણી, એસ્સાર સાથે સરકાર કરશે નવો કરાર

આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાનું સંચાલન ચાલુ રાખવા અને પાંચ લાભાર્થી રાજ્યો માટે પ્રતિબદ્ધતાને પુરી કરવામાં મદદ મળશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની પડતરને હવે આગળ સ્થળાતરિત કરવામાં આવશે

Dec 4, 2018, 02:13 PM IST

EXCLUSIVE: 7th Pay Commission: કર્મચારીઓની મોટી જીત, સરકારે સ્વિકારી આ માંગ

રેલ કર્મીઓના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને 7th Pay Commission હેઠળ માંગોને લઇને 03 થી 10 ડિસેમ્બર વચ્ચે ભૂખ હડતાળની જાહેરાત કરી છે.

Dec 4, 2018, 10:13 AM IST

વિકાસની વાતો વચ્ચે ગુજરાતનો આ વિસ્તારના 50 પરિવારો પ્રથામિક સુવિધાથી વંચિત

વિકાસની હરણ ફાળ ભરી રહેલા ગુજરાત ના એવા કેટલાય વિસ્તાર છે કે જે હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે.આવોજ એક વિસ્તાર અંબાજી ના પ્રખ્યાત ગબ્બર પર્વત ની પાસે વસવાટ કરી રહ્યો છે.

Dec 4, 2018, 07:15 AM IST

પવિત્ર ગિરનારની તળેટીમાં યોજાશે મીની કુંભનો મેળો, શરૂ થઇ તડામાર તૈયારીઓ

પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે. 

Dec 1, 2018, 12:24 PM IST

ગૃહમંત્રી બાદ ડે.સીએમ નીતિન પટેલની પણ થશે સર્જરી, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખલ 

ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરુવારે મુંબઇ પહોંચી ગયા છે.

Nov 30, 2018, 08:25 AM IST

પાટણ: ખેડૂતોએ ખાલીખમ પડેલી કેનાલમાં કર્યો અનોખી રીતે વિરોધ

સરસ્વતી તાલુકામાં આવેલા વડું ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગામની કેનાલમાં ઉતર્યા હતા અને સરકાર સામે પાણીની માંગ ઉચ્ચારી વોલીબોલ રમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

Nov 24, 2018, 05:19 PM IST

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રાજકોટ પ્રથમ નંબરે, છઠ્ઠા દિવસે મગફળીની ખરીદી શરૂ

5 દિવસમાં 950 ખેડૂતો પાસેથી 19,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો રાજ્યમાં અત્યાર સુધી સરકારે કુલ 95,000 ક્વિન્ટલથી વધુ મગફળીની  ખરીદી કરી છે.

Nov 21, 2018, 12:33 PM IST

છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો ક્યારે કેટલો થયો ઘટાડો

મહિનામાં પેટ્રોલના ભાવમાં 7.29 રૂપિયા ત્યારે ડીઝલમાં 3.89 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

Nov 19, 2018, 10:11 AM IST

ભાવનગરઃ કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં અમિત ચાવડા અને શક્તિસિંહે સરકાર પર કર્યા પ્રહાર

નાફેડ અને ખેડૂતોના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. 
 

Nov 18, 2018, 06:16 PM IST