હાઇકોર્ટ

Proposal Of Distrust In Rajkot District Panchayat Issues Reached High Court PT1M46S

રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જો કે, આ પિટિશનમાં અગાઉનો ચુકાદો પેન્ડિંગ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

Oct 4, 2019, 04:30 PM IST
HC judgement on land acquisition PT9M22S

જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચુકાદો

મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે

Sep 19, 2019, 04:55 PM IST

સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન

જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

Aug 14, 2019, 10:01 PM IST

સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી હજી પણ બાકી

રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે. 

Aug 7, 2019, 11:30 PM IST
Congress_Moves_HC_Against_Alpesh_Thakor_Dhavalsinh_Zala PT1M48S

રાજ્યસભામાં ક્રોસ વોટિંગને લઇ અલ્પેશ અને ધવલસિંહ સામે હાઇકોર્ટમાં અરજી

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ડીસ્કવોલીફાય કરવા અરજી કરી છે.

Aug 6, 2019, 12:00 PM IST

અલ્પેશ અને ધવલસિંહની મુશ્કેલીઓ વધારો, ક્રોસ વોટીંગ મુદ્દે કોંગ્રેસની હાઇકોર્ટમાં અરજી

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષના વ્હીપનો અનાદર કર્યો હતો

Aug 6, 2019, 11:49 AM IST
Patidar Leader Alpesh Kathiriya Released From Jail PT2M37S

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલમાંથી થઈ મુક્તિ, જુઓ વીડિયો

લાજપોર જેલમાંથી અલ્પેશ કથીરિયા બહાર આવ્યો છે.તો જેલ મુક્તિ બાદ અલ્પેશ નવસારી જિલ્લામાં રહેશે. હાઇકોર્ટે અલ્પેશના જામીન મંજુર કર્યા હતાં.10 હજાર રૂપિયાના બોન્ડ કોર્ટમાં ભરવામાં આવ્યા.જેના બાદ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઈ.

Aug 2, 2019, 08:15 PM IST

સુરત: પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, બોર્ડની માન્યતા રદ્દ

વિવાદમાં રહેલી સુરતની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓનો ભવિષ્ય ફરી એક વખત અંધકારમય બન્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓ એક તરફ ચિંતા તો બીજી તરફ રોષ જોવા મળ્યો છે. સ્કૂલમાં ધોરણ 10 અને 12ની માન્યતા બોર્ડ દ્વારા રદ્દ કરવામાં આવી હતી

Aug 1, 2019, 02:18 PM IST
High Court Grants Bail To Alesh Kathiriya PT9M39S

હાઇકોર્ટે અલ્પેશ કથેરિયાના જામીન કર્યા મંજૂર, સુરત જઇ નહી શકે

રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ ના કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, 26મી જુલાઇના રોજ રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલો કોર્ટમાં પુરી થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યું હતું. તો સરકારે તેના જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ કેસની સુનાવણી આજે કરવામાં આવી હતી.

Jul 31, 2019, 04:40 PM IST

અલ્પેશ કથીરિયાના રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર, સુરતમાં નહીં મુકી શકે પગ

રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ ના કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે.

Jul 31, 2019, 03:17 PM IST
Today Hiring On Narayan Sai Bail Aplication PT56S

નારાયણ સાંઇની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી

સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈએ નીચલી કોર્ટના હુકમ સામે અપીલ કરી હતી. જેમાં તેણે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેને પગલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Jul 22, 2019, 12:30 PM IST

નડિયાદ માસુમ મહિડા લવ જેહાદ કેસ મામલો, વકીલ અને અન્ય એક સાગરિતની ધરપકડ

નડિયાદ શહેરમાં 2015 દરમ્યાન બનેલા ચકચારી માસુમ મહિડા લવ જેહાદ કેસમાં નવો વણાંક આવ્યો છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી માસુમ મહિડાના વકીલ અને અન્ય એક સાગરીતની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, વકીલ અસફાક મલેક અને સુલતાનમીયા શેખ બન્નેએ યુવક યુવતીનું ખોટુ નિકાહ નામું તૈયાર કરાવ્યું હતું.  ટુંડેલ ગામના એક ફાર્મ હાઉસમાં યુવક યુવતી છુપાયા હતા. જ્યા નિકાહનામામાં સહી કરનાર સાક્ષીઓને યુવતી પટેલ હોવા છતા મુસ્લિમ હોવાની ખોટી ઓળખ આપી આ બંને આરોપીઓએ ખોટુ સોગંધનામું અને ખોટુ નિકાહનામું તૈયાર કરાવ્યું હતું. 

Jul 13, 2019, 05:25 PM IST

ભાગેડૂ વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આપ્યો આંચકો, તપાસ એજન્સીને કાર્યવાહીની આપી છૂટ

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આંચકો આપ્યો છે. હાઇકોર્ટે તેને તે અપીલને નકારી કાઢી છે, જેમાં તેણે પોતાના અને પોતાની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેણે પોતાની અરજીમાં કહ્યું હતું કે નિચલી કોર્ટ અને સરકારી તપાસ એજન્સી તેમની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી (બેચ) કરી શકે છે. તેનાપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.  

Jul 11, 2019, 02:51 PM IST

ગુજરાત હાઇકોર્ટના મહત્વના નિર્ણયથી લાખો પેન્શનર્સ થશે ફાયદો, 500 કરોડ ચૂકવાશે

રાજ્યના લાખો પેનશનર્સને રાહતના સમાચાર આપતો આજે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્કેલ ટુ સ્કેલ પગાર પચ મુજબ મળવા પત્ર પેન્શનો લાભ તમામ પેંશનર્સને આપવામાં આવે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. વર્ષ 2006માં સ્કેલ તું સ્કેલ મુજબ પૂરું પેંશન નહિ મળતા પેંશનર્સે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. 

Jul 10, 2019, 11:06 PM IST

હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી છે જેથી શહેરીજનો માટે રાહતના સમાચાર ગણી શકાય 

Jul 10, 2019, 05:26 PM IST

અક્ષમ નેપાળી મહિલા પર દુષ્કર્મ અને હત્યાનાં 7 આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમનો સ્ટે

હરિયાણાની રોહત જિલ્લા સત્ર કોર્ટે માનસિક રીતે અક્ષમ નેપાળી મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાનાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી

Jul 4, 2019, 05:05 PM IST
Gujarat Congress will be issued the whip, Ashwin Kotwal Go To Alpesh Thakor Home PT43S

કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ વ્હીપ લઇને જશે અલ્પેશ ઠાકોર

હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરની ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવતા કીધું છે કે આ સત્તા વિધાનસભાના સ્પીકરની છે આથી હવે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાના સ્પીકર સમક્ષ ફરી પાછા અલ્પેશ ઠાકોર ને ગેરલાયક ઠેરવવાની રજૂઆત કરવામાં આવશે. જો અલ્પેશ ઠાકોર વહીપ નહીં સ્વીકારે તો તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ એ પણ જણાવ્યું કે ધારાસભ્ય તરીકે મળેલા તેમના સત્તાવાર નિવાસ સ્થાને તેમના રાણી ખાતેના નિવાસસ્થાને પણ આ વ્હીપ પંચનામું કરીને ચોંટાડવા માં આવશે.

Jul 3, 2019, 09:45 AM IST

અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત, રાજ્યસભાની ચૂંટણીમાં કરશે મતદાન

અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રદ કરવાનો મામલે હાઇકોર્ટ દ્વારા અલ્પેશની ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજુઆત થઈ પૂર્ણ હતી. 

Jul 2, 2019, 05:59 PM IST
Congress moves Gujarat High Court, seeks expulsion of MLA Alpesh Thakor PT2M27S

અલ્પેશ ઠાકોર ને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજીને લઇને આજે HCમાં અંતિમ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેંદ્વ ત્રિવેદીને નોટીસ જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ધારસભ્ય પદેથી દૂર કરવાને લઇને કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે આ નોટીસ જાહેર કરી છે. અલ્પેશ ઠાકોર પહેલાં જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય છે. પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરરવા હાઈકોર્ટમાં આ અરજી કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે.

Jun 27, 2019, 09:45 AM IST
Today Ahmed Patel Absent In High Court PT2M1S

રાજ્યસભાની ચૂંટણી અંગે આજે વધુ સુનાવણી, અહેમદ પટેલ હાજર નહી રહે

અહેમદ પટેલ કરેલી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. ઇલેક્શન પિટિશનની કોપીઓ જે અહેમદ પટેલને મળી તે ઓરિજિનલ છે કે ખોટી તેની એફએસએલમાં તપાસ કરવાની કરી પ્રથમ અરજી, બળવંત સિંહના લિસ્ટમાંથી અમિત શાહ, તેમજ સ્મૃતિ ઇરાણીનું નામ બાકાત કરવા માટેની પણ બીજી અરજી કરી હતી.

Jun 26, 2019, 12:05 PM IST