હાઇકોર્ટ

Congress moves Gujarat High Court, seeks expulsion of MLA Alpesh Thakor PT2M27S

અલ્પેશ ઠાકોર ને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજીને લઇને આજે HCમાં અંતિમ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેંદ્વ ત્રિવેદીને નોટીસ જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ધારસભ્ય પદેથી દૂર કરવાને લઇને કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે આ નોટીસ જાહેર કરી છે. અલ્પેશ ઠાકોર પહેલાં જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય છે. પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરરવા હાઈકોર્ટમાં આ અરજી કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે.

Jun 27, 2019, 09:45 AM IST
Today Ahmed Patel Absent In High Court PT2M1S

રાજ્યસભાની ચૂંટણી અંગે આજે વધુ સુનાવણી, અહેમદ પટેલ હાજર નહી રહે

અહેમદ પટેલ કરેલી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. ઇલેક્શન પિટિશનની કોપીઓ જે અહેમદ પટેલને મળી તે ઓરિજિનલ છે કે ખોટી તેની એફએસએલમાં તપાસ કરવાની કરી પ્રથમ અરજી, બળવંત સિંહના લિસ્ટમાંથી અમિત શાહ, તેમજ સ્મૃતિ ઇરાણીનું નામ બાકાત કરવા માટેની પણ બીજી અરજી કરી હતી.

Jun 26, 2019, 12:05 PM IST
Water shortage in Chennai PT1M1S

ચેન્નાઇમાં પાણીની તંગી, આખુ શહેર લગભગ બંધ જેવી સ્થિતીમાં

ચેન્નાઇમાં પાણીની તંગી દિવસે દિવસે વધારે ઘેરી બનતી જાય છે. મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી દીધી છે. કંપનીઓએ પણ પોતાનાં કર્મચારીઓને ઘરે રહીને જ કામ કરવા જણાવ્યું છે. તો બીજી તરફ હોસ્ટેલ જેવી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને પોતાનાં ગામમાં પરત ફરી જવા જણાવ્યું છે. શહેરનું મોટા ભાગનું જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે. પાણીનાં ટેંકર આવે ત્યારે જ લોકો રસ્તા પર જોવા મળે છે.

Jun 22, 2019, 09:55 PM IST

CJIએ લખ્યો PM મોદીને પત્ર, જજની ભરતી અને રિટાયરમેંટની ઉંમર 65 કરવા અપીલ

સીજેઆઇએ કહ્યું કે, ન્યાયાધીશોની અછતના કારણે કાયદાકીય બાબતો પર મહત્વનાં નિર્ણયો નથી લેવાતા ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા ખુબ જ લાંબી પણ બનતી જાય છે

Jun 22, 2019, 07:37 PM IST
Affidavit in HC from yatradham board PT1M18S

યાત્રાધામ બોર્ડ દ્વારા મહત્વનું સોગંદનામું

રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મામલે યાત્રાધામ બોર્ડ દ્વારા મહત્વનું સોગંદનામું કરવામાં આવ્યું છે.

Jun 22, 2019, 10:05 AM IST
Gujarat HC summons Ahmed Patel on June 20 PT2M13S

અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી

અહેમદ પટેલને જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. રાજ્યસભાના સાંસદ આજે કોર્ટમાં હાજર રહેશે. ગત સુનવણીમાં ખરાબ તબિયતનો હવાલો આપીને હાજર રહ્યા ન હતા.

Jun 20, 2019, 10:30 AM IST
Ahmedabad: Authorities take action against illegal Stalls and Construction PT4M30S

અમદાવાદ: ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલ આંખ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો થયા છે ત્યારે હવે હાઇકોર્ટના આદેશ બાદ કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત વાસણાના રણછોડનગરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો.

Jun 4, 2019, 07:05 PM IST

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે

અભણ લોકો રસ્તા પર લગાવેલ બોર્ડ વાંચી શકતા નથી અને અન્ય વાહન ચાલકો માટે પણ ખતરનાક સાબિત થાય છે માટે તેમના લાયસન્સ રદ્દ કરવા હાઇકોર્ટનો આદેશ

May 29, 2019, 04:32 PM IST
Big news for Gujarat's Fix Pay Employees PT12M54S

રાજ્યના ફિક્સ પે કર્મચારિયો માટે મોટા સમાચાર

રાજ્યના ફિક્સ પે કર્મચારિયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારમાં સમાન કામ સમાન વેતનની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. બિહાર સરકાર પટના હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત સરકાર પણ આ મુદ્દે હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. બિહાર બાદ SC ગુજરાત સરકારની અરજી પર સુનાવણી કરશે.

May 10, 2019, 04:00 PM IST

ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સમાન કામ સમાન વેતનની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ફિક્સ પે કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપવાની માંગને નકારી છે. પટના હાઇકોર્ટના સમાન કામ સમાન હક અંગેના આદેશને બદલી સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની દલીલોને ધ્યાનમાં લેતાં ફિક્સ પે કર્મચારીઓની માંગને નકારી છે. બિહારના ફિક્સ પે કર્મચારીઓ અંગે આવેલો આ ચૂકાદો ગુજરાત માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. 

May 10, 2019, 01:26 PM IST

મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ

ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રીઓ પર સરકારનાં આશરે 13 કરોડ રૂપિયા બાકી છે, હાઇકોર્ટે મરી ચુકેલા મુખ્યમંત્રીઓના બાકી પૈસા તેમના પરિવાર પાસેથી વસુલવાનાં આદેશ આપ્યા છે

May 3, 2019, 10:22 PM IST

સરકાર સામે વિરોધ કરવાનો તમામ સરકારી અધિકારીને અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
 

Apr 29, 2019, 09:15 PM IST

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભવાના મુદ્દે હાઇકોર્ટે માગ્યો ગુજરાત સરકાર પાસે જવાબ

રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મામલે હાઇકોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટીસને લખવામાં આવેલા પત્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સુઓમોટો PIL માનીને સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધન મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેવી રીતે હોઈ શકે.?

Apr 24, 2019, 05:33 PM IST

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખે મંજૂરી આપી દીધી છે. ત્યારે સોમવારે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા રજુઆત પણ કરવામાં આવશે. 

Apr 13, 2019, 11:31 PM IST

નિવૃત IAS અધિકારી જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રી ચેક કરવા હાઇકોર્ટનો આદેશ

નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીના સંદર્ભે સામાજિક કાર્યકરે કરેલી અરજીને લઈને એડવોકેટ ધર્મવીરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીની તપાસ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે.

Apr 4, 2019, 05:45 PM IST

ભગવાન બારડની મુશ્કેલીઓ વધી, હાઇકોર્ટે ફરી કેસ ચલાવવાનો આપ્યો આદેશ

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરી મામલે મળેલી સજા પર સ્ટેટ લગાવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સજા પરનો સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટમાં કરી હતી

Mar 15, 2019, 04:53 PM IST

22 વર્ષની દિકરીને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવા માતાપિતાએજ કરી હોઇકોર્ટમાં પીટિશન

છેલ્લા 22 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પિડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતા તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે એવામાં સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માંગ્યો છે 

Mar 13, 2019, 09:05 PM IST

સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા

શહેરનાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા નહીં આપવાના મુદ્દે છેલ્લા 24 કલાક થી ચાલી રહેલી ધમાચકડી વચ્ચે બે મહત્વના સમાચારો સામે આવ્યા છે. બુધવારે સાંજ થી લઇ ગુરુવારે સાંજ સુધી ભારે હંગામો મચ્યો હતો. ત્યારે ઝી 24 કલાક દ્વારા સતત આ મુદ્દે કવરેજ કરવામાં આવતા શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું હિત જોઈ નિર્ણય લેવાની ફરજ પડી હતી તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ ગાંધીનગર સુધી દોડ્યા હતા. તો બીજી તરફ હાઈકોર્ટે સ્કુલ સંચાલકોને છેતરપીંડીના કેસમાં શરતી જામીન આપ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ફી પરત કરવા સાથે 50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Mar 7, 2019, 11:31 PM IST

રાજસ્થાન: માતાની સાથે ઇડીની ઓફિસ પહોંચ્યા વાડ્રા, અર્ચના શર્માએ પોસ્ટર પર આપી સફાઇ

ડિરેક્ટોરેટના અધિકારી રાજસ્થાનના બોર્ડરલાઇન પાસે આવેલા બિકાનેર જિલ્લામાં કથિત જમીન કૌભાંડ સંબંધમાં તેમની પૂછપરછ કરી રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ તેમજ રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી ઇડી કાર્યલય સુધી તેમને છોડવા આવ્યા હતા.

Feb 12, 2019, 03:24 PM IST

બિકાનેર પ્રોપર્ટી કેસ: આજે જયપૂરમાં રોબર્ટ વાડ્રા અને તેમની માતા મૌરીનથી પૂછપરછ કરશે ED

વાડ્રા અને તેમની માતા સોમવારની બપોરે જયપૂર હવાઇ મથક પર પહોંચ્યા હતા. જો વાડ્રા આજે ઇડી સમક્ષ હાજર થાય છે તો તેઓ આ તપાસ એજન્સીની સામે ચોથી વખત હાજર થશે.

Feb 12, 2019, 10:39 AM IST