6 municipal corporations

આજે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન, 1,14,67,358 થી વધારે મતદારો કરશે મતાધિકારનો પ્રયોગ

રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 192, સુરતની 116, વડોદરાની 76, રાજકોટની 72, ભાવનગરની 52 અને જામનગરની 64 બેઠકો પર કુલ 1,14,67,358 થી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. 

Feb 21, 2021, 01:15 AM IST

રાજ્યમાં 6 મહાનગર પાલિકાઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે થશે મતદાન

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ચુક્યો છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થસે અમદાવાદના 48 વોર્ડમાં 192 સીટ માટે આશસે 46 લાખ જેટલા  મતદારો મતદાન કરશે. આજ સાંજથી સોશિયલ મીડિયા અને ખાનગી બેઠકો કરી અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિવિધ મહાનગરોમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબી લાંબી રેલીઓ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. 

Feb 19, 2021, 09:00 PM IST

કોરોનાને ધ્યાને રાખી 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી મોકૂફ

ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, જો કે કોરોનાની હાલની સ્થિતીની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા રદ્દ રાખવામાં આવી છે. તમામની મુદ્દત નવેમ્બરમાં પુરી થઇ રહી છે. જો કે રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની છે. જો કે પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી ખુબ જ ઝટીલ હોવાના કારણે અને કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને આ ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Oct 12, 2020, 06:36 PM IST