close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

માંગરોળ લોએજ ગામે બે કાર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે ત્રણના મોત

માંગરોળના લોએજ ગામે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજકોટના પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અને 9 કરતા પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

Feb 1, 2019, 05:48 PM IST

સુરતમાં ઉધના પાસે સીટી બસ ચાલકે 3ને અડફેટે લીધા, 2 મોત

સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક બીઆરટીએસ માર્ગમાં ઝેબ્રા ક્રોસિંગ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવતી સીટી બસના ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે ને ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સીટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી, ગંભીર રીતે ઘાયલ અન્ય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં મોત

Jan 29, 2019, 08:14 PM IST

રાજકોટ : મહિલાએ 3 યુવતીઓ પર ચઢાવી દીધી કાર, ખેડૂત પરિવારની દીકરીનું સ્થળ પર જ મોત

 રાજકોટ પંચાયત ચોક નજીક કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીનીને અડફેડે લીધી હતી. અકસ્માતમાં 18 વર્ષની કોલેજિયન યુવતીનું મોત થયું, તેમજ અન્ય બે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 

Jan 29, 2019, 12:16 PM IST

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.

Jan 29, 2019, 09:29 AM IST

સુરત : બ્રિજ પરથી જઈ રહેલ બાઈક પર પડ્યું જાહેરાતનું મોટું ગડર, Live દ્રશ્યો કેદ થયા

 સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

Jan 28, 2019, 01:10 PM IST
newly constructed Amroli bridge collaspes PT1M

બ્રિજ પરથી તૂટી પડ્યું જાહેરાતનું ગર્ડર, જુઓ Live Video

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

Jan 28, 2019, 01:05 PM IST

રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે. 

Jan 27, 2019, 11:05 PM IST
Five Dead as car overturns in Rajkot PT55S

લગ્નપ્રસંગે જઈ રહેલી કારને અકસ્માત, 5 યુવાનોના મોત, Video

રાજકોટના આટકોટ નજીક આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. આટકોટના જંગવડ પાસેથી પસાર થઈ રહેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રંઘોળા ગામના 5 લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં લંગાળા ગામના 3 અને સુરતના એક વ્યક્તિનું મોત થયું. જુનાગઢથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે કારને અકસ્માત નડ્યો હતો.

Jan 27, 2019, 11:00 AM IST

રાજકોટ અકસ્માતમાં 5ના મોત, કારમાં લોહી નિતરતું જોઈ જોનારા હચમચી ગયા

 રાજકોટમાં આટકોટ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પાંચેય મૃતદેહોને કારણે કાર પર લોહીના રેલા જોવા મળ્યા હતા, જેને કારણે જોનારાઓ પણ હચમચી ઉઠ્યા હતા.

Jan 27, 2019, 08:55 AM IST

ધોળકા બગોદરા રોડ પરથી કારમાંથી ઝડપાયો 114 કિલો ગાંજાનો જથ્થો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ધોળકા બગોદરા રોડ ઉપરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોળકા નજીકથી કારમાં ગાંજાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી આધારે NCBની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ટાવેરા કારના દરવાજા પાસે બનાવવામાં આવેલા ખાનગી જગ્યા ઉપર ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા.

Jan 26, 2019, 10:25 PM IST

સુરત : લગ્ન પ્રસંગ શરૂ થવાના થોડી મિનીટ પહેલા જ ભડભડ સળગી ઉઠ્યો કરોડોનો મંડપ

 સુરતના એરપોર્ટ રોડ ઉપર આવેલા સ્વર્ણભુમિ પાર્ટી પ્લોટ ખાતે એકાએક જ આગ ફાટી  નીકળતા લગ્નમા આવેલા લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટેગોટા 3 કિલોમીટર દુર સુધી જોઇ શકાય તેવા હતા. બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે કરોડો રૂપિયાનો મંડપ બળીને ખાખ થઇ ગયો હતો

Jan 26, 2019, 12:41 PM IST

હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ

સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.

Jan 25, 2019, 02:07 PM IST

જામનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત

જામનગરનો એક પરિવાર કોઇ કામથી વર્ના કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને બીજી સાઇડ જઇ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

Jan 25, 2019, 01:08 PM IST

વડોદરામાં દંપતિનો આબાદ બચાવ, એલ્યિમિનિયમની એંગલો કારનો કાચ તોડી અંદર ઘુસી ગઈ

શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસેથી એલ્યુમિનીયમની એંગલો ભરીને પસાર થઇ રહેલા ટેમ્પોમાંથી એંગલો પડતા ટેમ્પોની આગળ જતી કારમાં ઘૂસી ગઇ હતી. કારના સ્ટેરીંગ સુધી એંગલો ખૂંપી જતાં કારમાં સવાર દંપતિને ઇજા પહોંચી હતી

Jan 24, 2019, 09:01 PM IST

દિલ્હીમાં અકસ્માત બાદ 2 કારમાં લાગી આગ, 3 લોકોનું આગમાં બળી જવાથી મોત

આ ઘટના બુધવારની સાંજે 7 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જ્યારે એક કોર્ડ ઇકોસ્પોર્ટ્સ એસયૂવી પૂરપાટ ઝડપે આનંદ વિહારથી વિવેક વિહાર તરફ જઇ રહી હતી.

Jan 24, 2019, 08:10 AM IST

વાછરડાને બચવવા 360 ડિગ્રી જેટલું ફરી ગયું ટેન્કર, આ Video જોઈ વધી જશે હાર્ટ બિટ

 જુનાગઢના મેંદરડામાં રોડ ઉપર ઉભા રહી ગયેલ વાછરડાને બચાવવા જતા ટેન્કરનો પણ બચાવ થયો હતો. આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલના CCTV કેદ થયું ગયું હતું. 

Jan 22, 2019, 02:08 PM IST
Surat Yuvak mot, video PT47S

માથે પટકાયો સળિયો, જુઓ યુવકના મોતનો Live Video

સુરતના સરથાણા વિસ્તારની ઘટના આવી સામે...
17 તારીખનો બનાવ આવ્યો સામે.. એક વ્યક્તિ નું આવ્યું મોતનું તેડુ
કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં થી પસાર થતા જગદીશસિંગ રાજપુત નામના યુવક પર લોખડનો સળિયો પડ્યો...
માથાના ભાગે અચાનક સળિયો પડતા જ જગદીશનું મોત થયું હતું...
આખી ઘટના સીસીટીવી આવ્યા સામે...
સરથાણા પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધાયો....

Jan 22, 2019, 02:05 PM IST
Junagadh accident video viral PT23S

ખતરનાક Accidentનો જુઓ Video

જૂનાગઢ ના મેંદરડા માં રોડ ઉપર ગાયના વાછરડાને બચાવવા જતા ટેન્કર નો પણ બચાવ થયો હતો અને આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલ ના CCTV કેદ થયું ગયું હતું,

Jan 22, 2019, 02:00 PM IST

સુરતમાં હિટ એન્ડ રન : કારે એક પછી એક 3 બાઈકને અડફેટે લીધી

 સુરતમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના મોટાવરાછા-ઉત્તરાણને જોડતા ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહી હતી. દરમિયાન કાર ચાલકે 3 જેટલી બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત થતા જ ત્રણેય બાઈક પર સવાર 4 લોકો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર છોડી ભાગી છૂટ્યો હતો. 

Jan 22, 2019, 08:42 AM IST