accident

Five Dead as car overturns in Rajkot PT55S

લગ્નપ્રસંગે જઈ રહેલી કારને અકસ્માત, 5 યુવાનોના મોત, Video

રાજકોટના આટકોટ નજીક આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. આટકોટના જંગવડ પાસેથી પસાર થઈ રહેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રંઘોળા ગામના 5 લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં લંગાળા ગામના 3 અને સુરતના એક વ્યક્તિનું મોત થયું. જુનાગઢથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે કારને અકસ્માત નડ્યો હતો.

Jan 27, 2019, 11:00 AM IST

રાજકોટ અકસ્માતમાં 5ના મોત, કારમાં લોહી નિતરતું જોઈ જોનારા હચમચી ગયા

 રાજકોટમાં આટકોટ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પાંચેય મૃતદેહોને કારણે કાર પર લોહીના રેલા જોવા મળ્યા હતા, જેને કારણે જોનારાઓ પણ હચમચી ઉઠ્યા હતા.

Jan 27, 2019, 08:55 AM IST

ધોળકા બગોદરા રોડ પરથી કારમાંથી ઝડપાયો 114 કિલો ગાંજાનો જથ્થો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ધોળકા બગોદરા રોડ ઉપરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોળકા નજીકથી કારમાં ગાંજાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી આધારે NCBની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ટાવેરા કારના દરવાજા પાસે બનાવવામાં આવેલા ખાનગી જગ્યા ઉપર ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા.

Jan 26, 2019, 10:25 PM IST

સુરત : લગ્ન પ્રસંગ શરૂ થવાના થોડી મિનીટ પહેલા જ ભડભડ સળગી ઉઠ્યો કરોડોનો મંડપ

 સુરતના એરપોર્ટ રોડ ઉપર આવેલા સ્વર્ણભુમિ પાર્ટી પ્લોટ ખાતે એકાએક જ આગ ફાટી  નીકળતા લગ્નમા આવેલા લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટેગોટા 3 કિલોમીટર દુર સુધી જોઇ શકાય તેવા હતા. બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે કરોડો રૂપિયાનો મંડપ બળીને ખાખ થઇ ગયો હતો

Jan 26, 2019, 12:41 PM IST

હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ

સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.

Jan 25, 2019, 02:07 PM IST

જામનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત

જામનગરનો એક પરિવાર કોઇ કામથી વર્ના કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને બીજી સાઇડ જઇ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

Jan 25, 2019, 01:08 PM IST

વડોદરામાં દંપતિનો આબાદ બચાવ, એલ્યિમિનિયમની એંગલો કારનો કાચ તોડી અંદર ઘુસી ગઈ

શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસેથી એલ્યુમિનીયમની એંગલો ભરીને પસાર થઇ રહેલા ટેમ્પોમાંથી એંગલો પડતા ટેમ્પોની આગળ જતી કારમાં ઘૂસી ગઇ હતી. કારના સ્ટેરીંગ સુધી એંગલો ખૂંપી જતાં કારમાં સવાર દંપતિને ઇજા પહોંચી હતી

Jan 24, 2019, 09:01 PM IST

દિલ્હીમાં અકસ્માત બાદ 2 કારમાં લાગી આગ, 3 લોકોનું આગમાં બળી જવાથી મોત

આ ઘટના બુધવારની સાંજે 7 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જ્યારે એક કોર્ડ ઇકોસ્પોર્ટ્સ એસયૂવી પૂરપાટ ઝડપે આનંદ વિહારથી વિવેક વિહાર તરફ જઇ રહી હતી.

Jan 24, 2019, 08:10 AM IST

વાછરડાને બચવવા 360 ડિગ્રી જેટલું ફરી ગયું ટેન્કર, આ Video જોઈ વધી જશે હાર્ટ બિટ

 જુનાગઢના મેંદરડામાં રોડ ઉપર ઉભા રહી ગયેલ વાછરડાને બચાવવા જતા ટેન્કરનો પણ બચાવ થયો હતો. આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલના CCTV કેદ થયું ગયું હતું. 

Jan 22, 2019, 02:08 PM IST
Surat Yuvak mot, video PT47S

માથે પટકાયો સળિયો, જુઓ યુવકના મોતનો Live Video

સુરતના સરથાણા વિસ્તારની ઘટના આવી સામે...
17 તારીખનો બનાવ આવ્યો સામે.. એક વ્યક્તિ નું આવ્યું મોતનું તેડુ
કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં થી પસાર થતા જગદીશસિંગ રાજપુત નામના યુવક પર લોખડનો સળિયો પડ્યો...
માથાના ભાગે અચાનક સળિયો પડતા જ જગદીશનું મોત થયું હતું...
આખી ઘટના સીસીટીવી આવ્યા સામે...
સરથાણા પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધાયો....

Jan 22, 2019, 02:05 PM IST
Junagadh accident video viral PT23S

ખતરનાક Accidentનો જુઓ Video

જૂનાગઢ ના મેંદરડા માં રોડ ઉપર ગાયના વાછરડાને બચાવવા જતા ટેન્કર નો પણ બચાવ થયો હતો અને આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલ ના CCTV કેદ થયું ગયું હતું,

Jan 22, 2019, 02:00 PM IST

સુરતમાં હિટ એન્ડ રન : કારે એક પછી એક 3 બાઈકને અડફેટે લીધી

 સુરતમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના મોટાવરાછા-ઉત્તરાણને જોડતા ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહી હતી. દરમિયાન કાર ચાલકે 3 જેટલી બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત થતા જ ત્રણેય બાઈક પર સવાર 4 લોકો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર છોડી ભાગી છૂટ્યો હતો. 

Jan 22, 2019, 08:42 AM IST

છોટાઉદેપુર: બોડેલી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, માતા પુત્રનું મોત

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં આસરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહત્વનું છે, કે આ અકસ્માત બોડેલીના કંકરોલિયા પાસે બની હતી. કાર અને છકડા વચ્ચે ઘડાકાભેર અકસ્માત થતા એક મહિલાનું અને એક બાળકનું મોત થયું હતું.
 

Jan 17, 2019, 10:57 PM IST

પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અક્સ્માત બાદ મદદ માટે પરિવારના વલખા

વડોદરાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનો અકસ્માત થતા તેમની હાલત ગંભીર છે. ત્યારે જેકોબ માર્ટિનને બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી કોઈ પણ આર્થિક મદદ ન મળતા તેમની પત્નીએ મીડિયા સમક્ષ આવી આપવીતી વર્ણવી હતી. તો બરોડા ક્રિકેટ એસોસિયેનના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. 

Jan 17, 2019, 07:09 PM IST
Banaskantha Three buried under fodder sacks as truck overturns in Deesa PT1M47S

ડીસા: ઘાસ ભરેલી ટ્રક પલટી ખાતા ત્રણ દટાયા

Banaskantha Three buried under fodder sacks as truck overturns in Deesa

Jan 16, 2019, 03:40 PM IST

વહેલી સવારે 2 અકસ્માત : સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત, ડીસામાં ટ્રક નીચે 7 દબાયા

 ગુજરાતમાં ઊત્તરાયણ પછીનો દિવસ મુસાફરી કરનારાઓ માટે ગોઝારો સાબિત થયો હતો. આજે વહેલી સવારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત અને બનાસકાંઠામાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી.

Jan 16, 2019, 10:45 AM IST

પારસીઓનું ગામ સંજાણમાં હોરર ફિલ્મ જેવું દ્રશ્ય જોઈ લોકો ગભરાયા, ગાડી સાથે લટકતી આવી લાશ

 વલસાડના સંજાણમાં હોરર ફિલ્મોમાં સર્જાય તેવી ઘટના સામે આવી છે. સંજાણ ફાટક પર ગાડીની નીચે એક અર્ધ મૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવ્યો. આ જોઈને સૌ ચોંકી ગયા હતા. 

Jan 16, 2019, 08:42 AM IST

છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા

બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા.

Jan 15, 2019, 04:34 PM IST