close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત

અમદાવાદ પાસે બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. તો 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

Jul 20, 2019, 08:11 AM IST
AHMEDABAD ACCIDENT 16072019 PT2M2S

અમદાવાદ: શાહીબાગમાં અકસ્માતમાં ધો.11ની વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: શાહીબાગમાં અકસ્માતમાં ધો.11ની વિદ્યાર્થિનીનું મોત , ડમ્પર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળથી ફરાર, એફ ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

Jul 16, 2019, 05:30 PM IST

અમદાવાદ : અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, માતાપિતા રસ્તા પર જ ભાંગી પડ્યા...

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી હતી. વહેલી સવારે 7.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો.

Jul 16, 2019, 04:05 PM IST

કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ

કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.

Jul 16, 2019, 12:01 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના: લાઇસન્સ મામલે AMC અને પોલીસ વચ્ચે ચલકચલાણું

કાંકરિયામાં રાઇડ તૂટવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ઘટનાની જવાબદારી કરવામાં આવેલા ખુલાસાઓમાં પોલીસ અને કોર્પોરેશન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલનું કહેવું છે, કે શહેરમાં રાઇડ્સ અંગેના તમામ સર્ટીફીકેટ અને લાઇસન્સ ઇશ્યું કરવાનું કામ પોલીસ કમીશ્નરનું છે. જ્યારે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો કે, આ લાઇસન્સ ઇશ્યું ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે. 

Jul 15, 2019, 07:47 PM IST
Kutch: Accident between Truck, Rickshaw and Bike PT2M28S

કચ્છઃ ટ્રક, છકડા અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ શું થયું

કચ્છઃ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. 7થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. માનકુવા અને સામત્રા રોડ વચ્ચે સર્જાયો અકસ્માત.

Jul 15, 2019, 04:00 PM IST

કચ્છ : ટ્રક-છકડા-બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત

કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Jul 15, 2019, 03:11 PM IST
Rajkot: RMC in Action After Kankaria Ride Accident PT4M39S

કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ રાજકોટનું તંત્ર જાગ્યું, જુઓ વીડિયો

રાજકોટ: અમદાવાદના કાંકરિયામાં થયેલ દુર્ઘટના મામલો. RMC આવ્યું હરકતમાં. મિકેનિકલ રાઈડ્ઝ માટે માર્ગ મકાન વિભાગ તરફથી સર્ટીફિકેટ લેવા અપાઈ સૂચના. રાજકોટના રેસકોર્સ પર આવેલ ફનવર્લ્ડ ખાતે મિકેનિકલ રાઈડ્ઝ માટે સર્ટિફિકેટ લેવા આપવામાં આવી સૂચના.

Jul 15, 2019, 12:55 PM IST
Vadodra: Negligence During Safety Check of Rides PT4M13S

વડોદરા: કમાટીબાગમાં રાઈડના ચેકીંગ દરમિયાન બેદરકારી આવી સામે

વડોદરા: રાઈડનું ચેકીંગ કરી રહેલા કર્મચારીઓ જીવના જોખમે કરી રહ્યા છે કામ. કોઈ પણ સુરક્ષા સાધનો વિના રાઈડની કર્મચારીઓ ઉપર ચઢયા હતા. સેફટી બેલ્ટનો ન કર્યો ઉપયોગ. રાઈડ પરથી પટકાય તો જઈ શકે છે જીવ.

Jul 15, 2019, 12:25 PM IST
Train accident at Surat PT3M54S

સુરતના બે વ્યક્તિઓ આવી ટ્રેનની હડફેટે !

ઉઘના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવી જતા 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે ફરી બે વ્યક્તિઓ આ ટ્રેક પર ટ્રેનની હડફેડે ચડ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

Jul 15, 2019, 11:50 AM IST

અમદાવાદ: કાંકરિયા રાઇડ તૂટવાથી ત્રણના મોત, આ નિયમો નથી થયું પાલન

રવિવારે કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી છે. આ અકસ્માતમાં ત્રણના મોત થયાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારીનું પ્રતીક ગણાવી ભાજપના શાસકોની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ એમ્યુઝમેન્ટ પાર્કના નામે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને સાચવવાનું સેટિંગ કર્યું છે’, જેથી આ એમ્યુઝમેન્ટ પાર્કમાં કોઈ નિયમોનું પાલન થતું નથી.

Jul 14, 2019, 10:47 PM IST
Car accident at Bhuj PT2M19S

ભુજ ખાતે અનોખો અકસ્માત, લોકો પડી ગયા આશ્ચર્યમાં

ભુજ શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.

Jul 13, 2019, 11:05 AM IST
Shocking accident of Mumbai PT41S

બાળક તણાઈ ગયો ખુલ્લી ગટરમાં, જાહેર થયા સીસીટીવી

મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં મોડી રાત્રે એક બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો. પ્રાથમિક તપાસમાં આ બાળકનું નામ દિવ્યાંશુ અને તેની ઉંમર 2 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મામલાની જાણ થતાં જ પોલીસ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Jul 12, 2019, 11:15 AM IST
Accident at Kalupur station and CCTV become viral PT4M11S

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો લપસ્યો પગ અને પછી...જુઓ Video

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે એક મહિલા સાથે મોટો અકસ્માત થતો રહી ગયો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતા એક મહિલાનો પગ લપસ્યો હતો. પરંતુ પોલીસ જવાન અને મુસાફરોને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

Jul 12, 2019, 10:40 AM IST

બિહારમાં મોટી દુર્ઘટના: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જાનૈયાઓને કચડ્યા, 8 લોકોના મોત

બિહારના લખિસરાયમાં મોડી રાત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના હલસી બજારમાં અકસ્માતમાં આઠ લોકો મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ આક્રોશિત લોકોએ હલસી બજાર સ્થિત આંબેડકર ચોકની નજીક વળતર કરવાની માગને લઇને રોડ જામ કરી ભારે હંગામો કર્યો હતો.

Jul 11, 2019, 09:06 AM IST

અમદાવાદ: ભાવનગર પોલીસવાને રીક્ષાને ટક્કર મારતા એકનું મોત, તમામ પોલીસકર્મી ફરાર

બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ પકડાઇ છે અને ડ્રાયવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો. મહત્વનું છે, કે તમામ પોલીસ અધિકારીઓ અકસ્માત સર્જીને જીપ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 
 

Jul 10, 2019, 09:23 PM IST
surat child died in accident with brts, people got angry PT7M13S

સુરતમાં બેફામ ગતિએ ચાલતી BRTS બસે લીધો બાળકનો ભોગ

સુરતમાં બેફામ ગતિએ ચાલતી BRTS બસે લીધો બાળકનો ભોગ, ભટાર વિસ્તારમાં BRTSની અડફેટે બાળકનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

Jul 9, 2019, 12:05 PM IST

સુરત : BRTSની ટક્કરે 8 વર્ષની બાળકીનું મોત, રોષે ભરાયેલા લોકોએ અનેક બસો અટકાવી

સુરતમાં BRTS બસે બાળકીનો ભોગ લીધો છે. સુરતના ભટાર વિસ્તારમાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીનું અકસ્માતમાં મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક બીઆરટીએસ બસની ચાવીઓ લઈને બસો બંધ કરાવી હતી. તો સ્થાનિકોનો મોટો ચક્કાજામ થયો હતો.

Jul 9, 2019, 10:59 AM IST
Major accident at Agra PT1M7S

આગરા નજીક ભીષણ અકસ્માત, વાંચીને રૂંવાટા થઈ જશે ઉભા

યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉથી દિલ્હી તરફ આવી રહેલી ડબલ ડેકર બસ રાતે ઝરણા નાળામાં ખાબકી. આ દુર્ઘટનામાં 29 મુસાફરોના મોત થયા છે. તથા અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માતનો ભોગ બનેલી બસનો નંબર UP33 8D 5877 છે.

Jul 8, 2019, 09:20 AM IST

સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા, જાણો શું છે અનોખી પરંપરા

27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.

Jul 2, 2019, 06:08 PM IST