close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

Banaskantha Accident PT1M47S

અંબાજી-દાંતા રોડ ઉપર એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત

બનાસકાંઠા : અંબાજી દાંતા રોડ ઉપર એસ ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક સવાર બે ના ઘટના સ્થળે મોત, એસ ટી બસ અંબાજી થી ચાણસ્મા જઈ રહી હતી

May 31, 2019, 04:05 PM IST

બનાસકાંઠા : અડધી રાત્રે 3 વાગે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ, 35 મુસાફરો ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના દાંતીવાડાના મોટી મહુડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી અને બસમાં સવાર 35 મુસાફરોને પહોંચી નાની મોટી ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાંથાવાડા, ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

May 31, 2019, 11:03 AM IST

વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

May 28, 2019, 05:51 PM IST
Surendranagar Accident PT1M45S

સુરેન્દ્રનગરના વિરમગામ-માલવણ હાઇવે ગમખ્વાર અકસ્માત, 4ના મોત

વિરમગામ-માલવણ હાઇવે પર નાની મજેઠી ગામ પાસે અકસ્માત, છોટા હાથી રોડની સાઇડમાં ઉતરી જતા 4 વ્યક્તિઓના મોત, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા, મૃતકોમાં 2 મહિલા, એક બાળક અને એક પુરુષનો સમાવેશ.

May 28, 2019, 05:10 PM IST

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત

ધોલેરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

May 26, 2019, 10:30 AM IST
State Government Announced Help To Anand Accident's 10 died People's Family PT1M53S

આણંદના અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 લોકોના પરીવારને સીએમ રૂપાણી શું સહાય આપી

આણંદ જિલ્લામાં જુદા જુદા અકસ્માતમાં કુલ 15થી વધુ લોકોના મોત થયા છે, અંકલાવના ગંભીરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યા છે તો ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરી મૃતકોના વારસદારોને 2 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે

May 21, 2019, 07:50 PM IST
Anand 7 Died In Accident Near Gambhira PT2M38S

આણંદના ગાંભીરા પાસે ગમખ્વાર અકસ્માત, 7ના ઘટનાસ્થળે મોત

આણંદ જિલ્લાના અંકલાવના ગંભીરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે આ ઉપરાંત 10થી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે

May 21, 2019, 05:20 PM IST

આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ

આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 

May 21, 2019, 05:09 PM IST

ભારે હૃદયે, આસું સાથે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વ્હાલી પૌત્રીને અંતિમ વિદાય આપી

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરી"ની આજે અંતિમયાત્રામાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજાએ પણ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરીનું  બે દિવસ પહેલા હૈદરાબાદ પાસે માર્ગ અકસ્માતમાં થયું હતું. 

May 20, 2019, 11:38 AM IST

સ્ટીયરિંગ લોક થતા કાર જોરદાર અથડાઈ, અંબાજીથી આવતા પરિવારનાં 2ના મોત

અંબાજી-હડાદ માર્ગ પર આજે બપોરે એક વેગેનાર કાર રોડ સાઇડ નાં ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાતાં બે લોકોનાં મોત અને પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઇ છે. આ પરિવાર અંબાજીમાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તે વેળાએ આ ઘટના બની હતી. 

May 19, 2019, 03:49 PM IST

વિશાલ કગથરાની અંતિમયાત્રા નીકળી, ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા પિતા લલિત કગથરા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

May 19, 2019, 10:16 AM IST
Death of congress leader Lalit kathgara PT2M11S

રાજકોટ કોંગ્રેસના નેતા લલિત કથગરાના દીકરાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ગંગટોક ફરવા ગયો હતો.

May 18, 2019, 01:25 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરાનું ભયાનક અકસ્માતમાં મોત, વોલ્વોના ફૂરચેફૂરચા ઉડી ગયા

લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા

May 18, 2019, 01:18 PM IST

સુરત : બીઆરટીએસ બસની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત, લોકોમાં રોષ

શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં વધુ એક વાર બીઆરટીએસ બસે એક વ્યકિતનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પર્વતપાટિયા વિસ્તારમા બીઆરટીએસ બસ પુરપાટ ઝડપે દોડી રહી હતી. દરમિયાન એક મહિલા બીઆરટીએસ રુટ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન બીઆરટીએસ બસની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. 

May 14, 2019, 04:09 PM IST

સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ (Sunny deol) ની કારનો અકસ્માત સર્જાયો છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે નીકળેલા સની દેઓલના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઇ છે.

May 13, 2019, 01:00 PM IST
Kutch 3 Died In Accident Near Anjar PT1M49S

કચ્છના અંજાર પાસ સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

અંજારના સીનુગ્રા નજીક અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોનાં મોત થયાં, બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિજપ્યા હતા જ્યારે એક યુવાનનું સારવાર મળે તે પહેલાં જ હોસ્પિટલમાં મોત થયું હતું, ઘાયલ યુવાનને સમયસર સારવાર ન મળી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો

May 13, 2019, 09:40 AM IST

Kutch : મોડી રાત્રે ચા પીવા નીકળેલા ત્રણ યુવાનોના મોત, અજાણ્યુ વાહન ટક્કર મારી ફરાર

અંજાર તાલુકાના સિનુગ્રા ગામ નજીક મધરાત્રે સર્જાયેલાં હિટ એન્ડ રનનાં બનાવમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતાં નવયુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યાં છે. 

May 13, 2019, 09:06 AM IST

નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

May 10, 2019, 02:32 PM IST
Accident at Vadodra-Ahmedabad Express Highway, 4 dead, 1 injured PT1M42S

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની બની ઘટના

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. એક્સપ્રેસ હાઇવે પરથી રોડની નીચે કારે પલટી ખાધી હતી .સ્વીફ્ટ કાર પલટી ખાતા ઘટનાસ્થળે ચારના મોત થયા હતા અને એક વ્યક્ત્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટનાની જાણ થતા નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.ઘાયલ તેમજ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

May 10, 2019, 01:35 PM IST
Old man died in Fatal bus accident at Surat PT2M25S

સુરતમાં બસ સાથે અકસ્માત થતા વૃૃદ્ધનું કરૂણ મૃત્યુ

સુરતમાં બસ સાથે અકસ્માત થતા વૃૃદ્ધનું કરૂણ મૃત્યુ. રસ્તા પર પડેલો વાયર વૃદ્ધના પગમાં આવતા આ અકસ્માત સર્જાયો હતો.

May 9, 2019, 10:10 AM IST