close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

Sabarkantha CCTV Of Accident PT1M49S

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માતના જુઓ સીસીટીવી

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત...પ્રાંતિજના તાજપુરી કુઈ પાસે અકસ્માતમાં એકનું મોત..બેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા...સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ...

Apr 2, 2019, 02:10 PM IST

મહેસાણા: હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, કાર ચાલક ફરાર

મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા શૈલજા ગ્રીન્સ સોસાયટી નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. રાધનપુર પાસે સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અને ઘટના સ્થળ પર સાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. 

Mar 30, 2019, 09:11 PM IST

મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે.

Mar 24, 2019, 06:06 PM IST
PT1M24S

ધારવાડ: 62 કલાક બાદ વ્યક્તિ કાટમાળમાંથી જીવતો નીકળ્યો, જુઓ VIDEO

નિશ્ચિતા વેરેન્દ્ર: ઉત્તર  કર્ણાટકના ધારવાડ જિલ્લામાં 19 માર્ચના રોજ તૂટી પડેલી એક નિર્માણધીન ઈમારતમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. ઘટના બાદથી જ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તમને જાણીને નવાઈ લાગેશે કે 62 કલાક બાદ તૂટેલી ઈમારતના કાટમાળમાંથી એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો. આ એક ચમત્કાર જ કહેવાય. બિલ્ડિંગના કાટમાળની નીચે 62 કલાક સુધી દટાઈ રહ્યાં બાદ પણ વ્યક્તિ જીવતો રહ્યો. 

Mar 22, 2019, 01:06 PM IST
Porbandar 4 Pilgrims Died In Accident Near Rajasthan PT58S

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માતમાં પોરબંદરના 4 યાત્રાળુઓના મોત

પોરબંદરથી હરિદ્વારની યાત્રાએ નીકળેલા 6 યોત્રીઓને રજસ્થાનના પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Mar 21, 2019, 02:00 PM IST

પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

Mar 21, 2019, 01:56 PM IST
Surat Worker Died in Lift Accident PT1M13S

કડી: રીક્ષા અને આઇસર વચ્ચે અકસ્માત, એક આધેડ તથા 7 વર્ષની બાળકીનું મોત

કડી જકાતનાકા વિસ્તારમાં આઇસર અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટાના સ્થળે એકઠા થયા હતા. આઇસર ચાલકે રીક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી જેમાં એક આધેડ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

Mar 20, 2019, 06:06 PM IST
Ahmedabad : Car accident in mid night at Iscon Bridge, 7 Injured PT52S

એસજી હાઈવે પર ખતરનાક એક્સિડન્ટ, બૂકડો બોલાયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢવો પણ અધરો પડ્યો

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના એવા હાલ થયા હતા કે, જોનારા પણ હચમચી ગયા હતા. પોલીસ તપાસ કરતા, વિપુલ અને પ્રતિક ભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર પ્રતિક ભટ્ટની હતી, અને તે પોલીસ પુત્ર હોવાનું કહેવાય છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Mar 20, 2019, 10:15 AM IST
Ahmedabad : Accident between four car at SG Highway PT4M30S

એક એક્સિડન્ટને જોવાની લ્હાયમાં બીજી 4 ગાડીઓ અથડાઈ, વિચિત્ર અકસ્માતનો જુઓ વીડિયો

અમદાવાદના એસજી હાઈવે પર ગત રાત્રે થયેલા એક એક્સિડન્ટની કારને જોવાની લ્હાયમાં બીજી ચાર ગાડીઓ અથડાઈ હતી. ઇસ્કોન પાસે થયેલા અકસ્માત જોવાની લ્હાયમાં વધુ એક અકસ્માત. સર્જાયો હતો. એક સાથે 4 કાર વચ્ચેના અકસ્માતમાં કોઇ જાનહાનિ નહિ, પણ ગાડીઓને નુકશાન થયું હતું.

Mar 20, 2019, 10:05 AM IST

અમદાવાદ : એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બિલ્ડર વિપુલ પટેલનું મોત

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. 

Mar 20, 2019, 08:09 AM IST

ટ્રેનના દરવાજે લટકી મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલવે પોલ સાથે અથડાતા મોત

કિમ અને કોસંબા વિસ્તારની વચ્ચે રેલવેમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીનું પોલ સાથે અથડાવતા મોત થયું છે. મળતી માહિતી મુજબ આ મૃતક યુવક ભરૂચ-વિરાર શટલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેનમાં હોળી ધૂળેટીના કારણે વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યો હતો. 

Mar 19, 2019, 07:52 PM IST

અરેરાટી ફેલાય તેવી ઘટના, 17 દિવસ ગુમ પરિવારના 4 સભ્યોના મૃતદેહો કેનાલમાંથી મળ્યા

અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બારડોલીમાં બની છે. બારડોલી તાલુકાના મઢી નજીક નહેરમાંથી એક ઈકો કાર મળી આવી હતી, જેને જોઈને સૌ કોઈએ દુખ વ્યક્ત કર્યું હતું. આ કારમાંથી 17 દિવસ પહેલા ગુમ થયેલો બારડોલીનો કપુરાનો પરિવારની લાશ મળી આવી છે. કારમાથી ચાર સભ્યોનો પાણીમાં કહોવાઈ ગયેલો મૃતદેહ મળી અવ્યો હતો.

Mar 17, 2019, 02:18 PM IST
Truck Bike Accident on Chotila Highway PT50S
Anand Car accident video PT1M44S

ચાલુ કારમાં આગ લાગતા ચાલક બળીને થઈ ગયો ભડથુ, Video

આણંદનો એક્સિડન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. આણંદના સોજીત્રા રોડ પર ચાર દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટમાં કાર પહેલા તો પલટી ખાઈ ગઈ હતી, અને ડિવાઈડર કૂદીને સામે જતી રહી હતી. આ આગમાં કાર ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. હાલ આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Mar 13, 2019, 10:30 AM IST

બગોદરા: ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, કોર્ટ ડ્યુટી પરથી પરત ફરતા કોન્સ્ટેબલનું મોત

કલ્યાણગઢ બગોદરા નજીક બાવળા રોડ પર ડમ્પર અને બાઇકનો અકસ્મતા સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર અકસ્માતમાં મોત થયેલા વ્યક્તિ બગોદરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. 

Mar 12, 2019, 07:55 PM IST

ભરૂચ: અયપ્પા મંદિર પાસે માર્ગ પર બાઇક સ્લીપ મારતા બે વ્યક્તિના મોત

ભરૂચમાં પુરપાટ ઝડપે બાઈક હંકારનાર બે યુવાનોના બાઈક સ્લીપ થઈ જતા મોત થયા હતા. ભરૂચમાં અયપ્પા મંદિર નજીક આવેલા ઝાડેશ્વર જતા રોડ પર બાઇક સ્લીપ મારતા બાઇક ઘસડાઇતા બંન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Mar 11, 2019, 05:49 PM IST
PT1M52S

વ્યક્તિને 2 કિમી સુધી બોનેટ પર લટકાવીને દોડતી રહી કાર

ગાઝિયાબાદમાં રોડરેઝનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા આ વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ સફેદ રંગની કારના બોનેટ પર લટકેલો જોવા મળી રહ્યો છે અને ચાલક ગાડી ભગાવી રહ્યો છે. વીડિયો જોવા કરો ક્લિક.

Mar 7, 2019, 02:09 PM IST

વડોદરા: વાઘોડિયા રોડ પરના અમોદર પાસે હીટ એન્ડ રનની ઘટના, ભાઇ બહેનનું મોત

શહેર નજીક આવેલા વાઘોડીયા તાલુકાના આમોદર ગામ પાસે મોપેડ પર જઇ રહેલા ભાઇ બહેનનો કાળ બનીને આવેલી સફેદ રંગની કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોપેડ પર સવાર ભાઇ બહેનનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Mar 4, 2019, 11:29 PM IST