ahmedabad corporation

કોર્પોરેશનનો સફેદ હાથી: SVP હોસ્પિટલ ચલાવવા માટે કન્સલ્ટિંગ ડોક્ટર્સ પાસેથી દર્દીઓ ખરીદશે?

શહેરની SVP હોસ્પિટલના કન્સલ્ટિંગ ડૉક્ટર્સને કમિશન ચૂકવવાની વાત અંગે ઝી 24 કલાક એ AMC ના DyMC હેલ્થ પ્રવીણ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે AMC ની મેટ (મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ) કમિટીમાં કન્સલ્ટિંગ ડોકટર્સને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયો હતો. 13 તારીખે મળેલી મેટ કમિટીની બેઠકમાં TMC તરફથી કન્સલ્ટિંગ ડૉક્ટર્સને ઇનસેન્ટિવ આપવા અંગે વાત રજૂ કરવામાં આવી હતી. SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે જે એક્ઝિક્યુટિવ સૂટ અને સ્પેશિયલ રૂમ છે, એમાં જો કોઈ કન્સલ્ટન્ટ દર્દીને લાવે તો તેને ઇનસેન્ટિવ આપવામાં આવે એ અંગે વિચાર રજૂ થયા બાદ ચર્ચા થઈ હતી.

Jan 15, 2022, 04:42 PM IST

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

રાજ્યમાં ફરી કોરોનાની ત્રીજી લહેરનું સંકટ છવાયું છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. 

Dec 29, 2021, 04:58 PM IST

દે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો

શહેરના સામાન્ય વરસાદ પડે અને રોડ રસ્તા ધોવાણ થાય. ત્યાર બાદ રોડ રસ્તા રિપેરીગ પાછળ કરોડો રૂપિયા ખર્ચે થાય. રોડ રસ્તા રિસરફેશ માટે કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડાય. તેમાં પણ અધિકારીઓના અંદાજ કરતા ૨૦ ટકા ઉચા ભાવ આપી કામ મંજૂર થાય. એએસમી શાસકો અને અધિકારી મિલીભગતથી પ્રજાના ટેક્ષ રૂપિયાનો ભ્રષ્ટાચારના થાય.

Nov 30, 2021, 12:09 AM IST

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, અમદાવાદ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ

જાહેરમાં નોનવેજ (nonveg ban) અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. 

Nov 15, 2021, 05:20 PM IST

અમદાવાદની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય, પાણીની જગ્યાએ જોવા મળી લીલી ચાદર

અમદાવાદ કોર્પોરેશનના સાબરમતી નદી સાફ રાખવાના દાવા પોકળ સાબિત થયા છે. હાલ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેના કારણે પર્યાવરણ પર પણ અસર થઈ રહી છે. 

Oct 18, 2021, 09:09 AM IST

Ahmedabad: AMC એ 42 હોસ્પિટલોનું ફોર્મ C રદ્દ કર્યું, ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય વિભાગની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશન બાદ એએમસીએ કાર્યવાહી કરી છે. 
 

Sep 6, 2021, 07:17 PM IST

અમદાવાદનાં આ વિસ્તારોમાં તંત્ર ફરી કડક, ગલ્લાઓ અને નાસ્તાની લારીઓ બંધ કરવા આદેશ

ગુજરાતમાં કોરોના ખુબ જ બેકાબુ થઇ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કાબુમાં લેવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ અને મુખ્ય માર્ગો પર ટેસ્ટિંગ તો વધારી જ દેવાયું છે. જો કે લોકો એકત્ર ન થાય તે માટે કોર્પોરેશન વિસ્તારનાં કુલ 8 સ્થળો પર રાત્રે 10 વાગ્યાથી તમામ ધંધાકિય એકમો બંધ રહેશે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોની ઓળખ કરીને નિર્ણય લેવાયો છે. 

Mar 15, 2021, 07:23 PM IST
Aggression in the politics of Ahmedabad Corporation before the election PT3M30S

ચૂંટણી પહેલા અમદાવાદ કોર્પોરેશનના રાજકારણમાં ગરમાવો

Aggression in the politics of Ahmedabad Corporation before the election

Jan 19, 2021, 06:50 PM IST

આવતીકાલે અમદાવાદના આ ઝોનમાં પાણીકાપ, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં નહિ મળે પાણી

જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતીકાલે કામગીરી કરવાની હોવાથી  શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડનમાં સાંજનો પાણી પૂરવઠો મળશે નહીં. 
 

Dec 23, 2020, 04:36 PM IST

કોરોના વેક્સિનની તડામાર તૈયારી: અમદાવાદ કોર્પોરેશને યાદી રાજ્ય સરકારને સોંપી

PM મોદી દ્વારા આજે કોરોનાની રસી શોધાઇ ગઇ હોવાની અને માત્ર એક અઠવાડીયા જેટલા સમયમાં જ તે ઉપલબ્ધ થવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે રસી આવે તો કઇ રીતે નાગરિકો સુધી પહોંચાડવી તેની તૈયારી ગત્ત ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. વડાપ્રધાન કાર્યાલય અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કોરોનાનાં વધારે અસરગ્રસ્ત લોકોની યાદી તૈયારી કરીને મોકલવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ લોકોને સૌપ્રથમ તબક્કાવાર રસી આપવામાં આવશે. આ અંગેની યાદી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર પણ કરી લેવામાં આવી છે. 

Dec 4, 2020, 05:07 PM IST

રાજ્ય સરકાર દ્વારા શહેરના પાંચ તળાવોના વિકાસ માટે વિના મુલ્યે અમદાવાદ કોર્પોરેશનને સોંપ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે. આના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે.

Aug 29, 2020, 11:58 PM IST

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા વિસ્તાર વધારા બાદ સીમાંકન અને મતદાર યાદીનું કામ શરૂ

આગામી નવેમ્બર 2020 માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનમાં ચિલોડા, કઠવાડા, બોપલ, ઘુમા સહિતનાં વિસ્તારોનો સમાવેશ કરાય છે. જેના કારણે સીમાંકનથી માંડીને મતદાર યાદી સુધીની તૈયારીઓ આરંભાઇ છે. 

Jul 23, 2020, 11:56 PM IST

અમદાવાદ કોર્પોરેશને શરૂ કરી 'કોરોના સાંત્વના' હેલ્પલાઈન, 1100 નંબર ડાયલ કરીને મેળવો માર્ગદર્શન

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા પણ કોરોનાને અટકાવવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે.

Jul 15, 2020, 06:30 PM IST

વેજલપુર તળાવનો વિકાસ કરવા મહાનગરપાલિકાને સોંપાયું, સીએમે લીધો નિર્ણય

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે.

Jul 3, 2020, 11:40 PM IST

મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો

હાલમાં રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાની ચૂંટણીઓની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેતા ગુજરાતનાં તમામ શહેરોની હદ વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરનાં હદ વિસ્તારમાં વધારો કરવામા આવ્યો છે.

Jun 18, 2020, 06:36 PM IST

Corona Virus: અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય તમામ કોરોના સંક્રમિતોના નામ કર્યાં જાહેર

અમદાવાદ મહાનગર પાલિકાએ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મળે તે માટે મોટો નિર્ણય લીધો છે. 

Apr 1, 2020, 09:55 PM IST

કોરોના કરતા પણ મોટો અહમ! AMCમાં અધિકારીઓ અને શાસકો વચ્ચે હુંસાતુંસી

હાલ દેશ સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસની સ્થિતી મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવઢવની સ્થિતીમાં છે. AMC દ્વારા એક તરફ સબ સલામતનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ એક પછી એક મીટિંગ કરે છે અને એક પછી એક જાહેરાતો કરવામાં આવે છે અને પછી તેનું પાલન નથી કરવામાં આવતું. એક તરફ જ્યારે કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દે ભારે વિમાસણની સ્થિતી સર્જાઇ છે.

Mar 9, 2020, 06:07 PM IST
Ahmedabad Corporation Negligence Exposed PT2M1S

અમદાવાદ કોર્પોરેશનની વધુ એક લાલિયાવાડીનો ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક લાલીયાવાડી આવી સામે છે. પોતાની હદમાં થતા ગોરખધંધાથી તંત્ર અજાણ હતી. ગાંધીનગર પાલીકાનો કચરો પીરાણા ડમ્પ સાઇટ પર ઠલવાય છે. ગાંધીનગર મનપાની કરતુતથી અમદાવાદ મનપા અજાણ હતી. ગાંધીનગર મનપાના ડમ્પરનો વીડિયો વાયરલ થયો.

Jan 31, 2020, 10:45 PM IST
Zee 24 Kalak News: Kankaria Carnival Starting Today To 5 Days In Ahmedabad PT24M13S

Zee 24 Kalak News: આજથી 5 દિવસ અમદાવાદીઓ માટે કાંકરીયા કાર્નિવલની શરૂઆત

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું (kankariya Carnival) આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. જેનો લ્હાવો લેવા માટે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે.

Dec 25, 2019, 10:05 AM IST

યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’

શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરો આવેલા છે. સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે. પ્રસાદનો તો સદુપયોગ થઈ જ જાય છે પરંતુ ભગવાનને ચઢાવી દેવાયેલા ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે અથવા તો લોકોના પગમાં નીચે દબાઈ જતા હોય છે. ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કર્યો અને ઉભી કરી રોજગારી સાથે જ આ વેસ્ટ ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી. 

Jun 30, 2019, 10:05 PM IST